બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ટેક અને ઓટો / Electric car like MG Comet launched for just Rs 3.47 lakh, range of 1200Km on single charge

Electric Car / કિંમત ખાલી સાડા ત્રણ લાખ રૂપિયા અને રેન્જ 1200 કિમી! આ ગાડીના ફીચર્સ જોઈને કહેશો છોટા પેકેટ બડા ધમાકા

Megha

Last Updated: 11:17 AM, 10 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

FAW એ વર્ષની શરૂઆતમાં શાંઘાઈ ઓટો શોમાં Bestune Xiaoma રજૂ કરી હતી. આ ઇલેક્ટ્રિક કારનું પ્રી-સેલ્સ આ મહિનાથી શરૂ થશે જેની કિંમત લગભગ રૂપિયા 3.47લાખ - 5.78 લાખ વચ્ચે હશે.

  • કંપનીએ Bestune બ્રાન્ડ હેઠળ Xiaoma સ્મોલ ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરી
  • Bestune Xiaoma સીધી Wuling Hongguang Mini EV So ને ટક્કર આપશે
  • Bestune Xiaomaની કિંમત 30,000 થી 50,000 યુઆન વચ્ચે 

ચીનની ફર્સ્ટ ઓટો વર્ક્સ (FAW) માઇક્રો-EV સેગમેન્ટમાં તેનો હિસ્સો વધારવાની યોજના ધરાવે છે. આ માટે કંપનીએ Bestune બ્રાન્ડ હેઠળ Xiaoma એ સ્મોલ ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરી છે. આ ઇલેક્ટ્રિક કારનું પ્રી-સેલ્સ આ મહિનાથી શરૂ થશે. FAW Bestune Xiaoma સીધી Wuling Hongguang Mini EV So ને ટક્કર આપશે. હાલમાં તે ચીનમાં સૌથી વધુ વેચાતી માઇક્રો કાર છે. FAW Bestune Xiaomaની કિંમત 30,000 થી 50,000 યુઆન એટલે કે લગભગ 3.47 લાખથી 5.78 લાખ રૂપિયા વચ્ચે હશે.

શાંઘાઈ ઓટો શોમાં Bestune Xiaoma રજૂ કરી 
FAW એ આ વર્ષની શરૂઆતમાં શાંઘાઈ ઓટો શોમાં Bestune Xiaoma રજૂ કરી હતી. તેના હાર્ડટોપ અને કન્વર્ટિબલ વેરિયન્ટ્સ બંને રજૂ કરવામાં આવ્યા હતા. હાલમાં માત્ર હાર્ડટોપ વેરિઅન્ટ જ વેચવામાં આવશે. કન્વર્ટિબલ વેરિઅન્ટ ભવિષ્યમાં વેચાણ માટે લાવવામાં આવશે કે નહીં તે નક્કી નથી. આ કારમાં ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ પણ છે, જે 7 ઈંચનું યુનિટ છે. ડેશબોર્ડને આકર્ષક ડ્યુઅલ-ટોન થીમ મળે છે. 

Bestune Xiaomaમાં ડ્યુઅલ-ટોન કલર
Xiaoma પ્રોફાઇલ એક બોક્સ જેવી છે, જેમાં ડ્યુઅલ-ટોન કલર સ્કીમ છે જે કોઈ એનિમેશન ફિલ્મ જેવી દેખાય છે. વધુ આકર્ષક પ્રોફાઇલ માટે તેમાં ગોળાકાર ખૂણાઓ સાથે મોટા ચોરસ હેડલેમ્પ્સ છે. Xiaoma એરોડાયનેમિક વ્હીલ્સનો ઉપયોગ કરે છે જે રેન્જ વધારવામાં ઉપયોગી થઈ શકે છે. આમાં પાછળના ભાગમાં ટેલ લેમ્પ્સ અને બમ્પર એક જ થીમના છે.

Bestune Xiaoma ની રેન્જ
Bestune Xiaoma એફએમઈ પ્લેટફોર્મ પર આધારિત છે. આમાં EV અને રેન્જ એક્સ્ટેન્ડર ડેડિકેટેડ ચેસિસ સામેલ કરવામાં આવ્યા છે. અગાઉ આ પ્લેટફોર્મ પર NAT નામની રાઇડ-હેલિંગ ઇવી બનાવવામાં આવી હતી. FME પ્લેટફોર્મ બે સબ-પ્લેટફોર્મ ધરાવે છે, A1 અને A2. A1 સબ-પ્લેટફોર્મ સબકોમ્પેક્ટ્સ અને કોમ્પેક્ટ્સને પૂરી કરે છે જેનું વ્હીલબેઝ 2700-2850 mm છે. A2 નો ઉપયોગ 2700-3000 mm વ્હીલબેઝવાળી કાર માટે થાય છે. EV માટે રેન્જ 800Km અને એક્સટેન્ડર માટે 1200Kmથી વધુ છે. બંને પ્લેટફોર્મ 800 V આર્કિટેક્ચરને સપોર્ટ કરે છે.

Bestune Xiaomaનું ડાયમેન્શન
Bestune Xiaomaમાં ડાયમેન્શન માઇક્રો-ઇવીને પાવર કરતી સિંગલ 20 kW ઇલેક્ટ્રિક મોટર છે. તે પાછળના શાફ્ટ પર મૂકવામાં આવે છે. તેમાં વપરાયેલી બેટરી એ લિથિયમ-આયર્ન ફોસ્ફેટ (LFP) યુનિટ છે, જે ગોશન અને REPT દ્વારા પૂરી પાડવામાં આવે છે. પાવરટ્રેન વિશે વધુ વિગતો હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. સલામતીની દ્રષ્ટિએ, ડ્રાઇવર સાઇડ એરબેગ બેસ્ટ્યુન શાઓમીમાં ઉપલબ્ધ છે. તેમાં 3 દરવાજા છે. Bestune Xiaoma માં 3000mm લાંબી, 1510mm પહોળી અને 1630mm ઊંચી છે. તેનું વ્હીલબેઝ 1,953mm છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ