બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Assembly election 2023 / ભારત / election results 2023 congress lost madhya pradesh rajasthan chhattisgarh poll jairam ramesh tweet on loksabha election

ચૂંટણી 2023 / 'ત્રણ રાજ્યોમાં હાર્યા એનો અર્થ એવો નથી કે 2024...', કોંગ્રેસના દિગ્ગજ નેતાએ યાદ કરાવ્યો 20 વર્ષ જૂનો કિસ્સો

Dinesh

Last Updated: 09:45 AM, 4 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Assembly election 2023: જયરામ રમેશે કહ્યું કે 20 વર્ષ પહેલા પણ તેમને આ રાજ્યોમાં હારનો સામનો કરવો પડ્યો હતો અને તે સમયે અમે ફક્ત દિલ્હીમાં જ જીત્યા હતા.

  • 3 રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર
  • જયરામ રમેશે કહ્યું કે 20 વર્ષ પહેલા પણ આ જ થયું હતું
  • 'લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ સૌથી મોટી જીત મેળવી હતી'


કોંગ્રેસને 4 માંથી 3 રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં કારમી હારનો સામનો કરવો પડ્યો છે. આ ચૂંટણીઓમાં કોંગ્રેસે રાજસ્થાન અને છત્તીસગઢમાં પણ સત્તા ગુમાવી છે. આ સાથે જ મધ્યપ્રદેશમાં સરકાર બનાવવાનું સપનું પણ અધૂરું રહી ગયું છે. જો કે તેલંગાણાની ચૂંટણીમાં મળેલી જીતે ચોક્કસપણે કોંગ્રેસની વિશ્વસનીયતાને થોડી બચાવવામાં મદદ કરી છે. આ હાર અંગે કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે કહ્યું કે, 20 વર્ષ પહેલા કોંગ્રેસ છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી હારી ગઈ હતી, પરંતુ પછી કેન્દ્રમાં સરકાર બનાવી હતી. 

જયરામ રમેશે શું કહ્યું ? 
જયરામ રમેશે કહ્યું કે 20 વર્ષ પહેલા પણ તેમને આ રાજ્યોમાં હારનો સામનો કરવો પડ્યો હતો અને તે સમયે અમે ફક્ત દિલ્હીમાં જ જીત્યા હતા. પરંતુ થોડા મહિનામાં જ પાર્ટીએ જોરદાર વાપસી કરી હતી અને લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ સૌથી મોટી જીત મેળવી હતી. આ જીત બાદ કોંગ્રેસ કેન્દ્રમાં સત્તા પર આવી હતી. 

'જોડાશે ભારત,જીતશે ઈન્ડિયા'
તેમણે વધુમાં કહ્યું કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી આશા, વિશ્વાસ, ધૈર્ય અને નિશ્ચય સાથે આગામી લોકસભા ચૂંટણીની તૈયારી કરશે. વિપક્ષી ઈન્ડિયા ગઠબંધન વિશે કંઈક આ રીતે લખ્યું કે જોડાશે ભારત,જીતશે ઈન્ડિયા

સરકાર બનાવવાની જાહેરાત
એક ડેટા મુજબ વિધાનસભા ચૂંટણીની મતગણતરી વચ્ચે કોંગ્રેસ મધ્યપ્રદેશમાં 66, રાજસ્થાનમાં 69 અને છત્તીસગઢમાં 35 સીટો પર જીત મેળવી છે.  તેલંગાણાની વાત કરીએ તો કોંગ્રેસને 64 સીટો પર વિજયી જાહેર કરવામાં આવી છે. BRSએ 39 બેઠકો જીતી છે. આ સિવાય AIMIMએ પણ 7 સીટો પર જીત મેળવી છે. અહીં એક સીટ સીપીઆઈના ખાતામાં ગઈ છે. કોંગ્રેસ અધ્યક્ષ રેવન્ત રેડ્ડીએ તેલંગાણામાં સરકાર બનાવવાની જાહેરાત કરી છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ