બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / Election Commission withdraws national party status of Trinamool Congress, CPI

BIG NEWS / ચૂંટણી પંચનો મોટો નિર્ણય, એકઝાટકે 3 મોટી પાર્ટીઓનો રાષ્ટ્રીય દરજ્જો છીનવી લીધો, AAP બની નેશનલ પાર્ટી

Hiralal

Last Updated: 08:17 PM, 10 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રીય ચૂંટણી પંચે ત્રણ મોટી પાર્ટીઓ NCP, CPI અને તૃણમૂલ કોંગ્રેસનો રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો પાછો ખેંચી લીધો છે.

  • મમતા બેનરજી અને શરદ પવારને મોટો ઝટકો
  • ચૂંટણી પંચે તેમની બન્નેની પાર્ટીનો રાષ્ટ્રીય દરજ્જો પાછો ખેંચ્યો
  • મમતા બેનરજીની ટીએમસી અને શરદ પવારની એનસીપી રાષ્ટ્રીય પાર્ટી ન રહી 

કેન્દ્રીય ચૂંટણી પંચે નેશનલ પાર્ટી અને રિજિનલ પાર્ટીઓને લઈને એક મોટો નિર્ણય જાહેર કર્યો છે. ચૂંટણી પંચે 3 મોટી પાર્ટીઓનો રાષ્ટ્રીય દરજ્જો ખતમ કરીને દિલ્હી-પંજાબની શાસક આમ આદમી પાર્ટીને નેશનલ પાર્ટીનો દરજ્જો આપવાનો નિર્ણય લીધો છે. પંચે આમ આદમી પાર્ટીના ચૂંટણી નિશાન ઝાડૂને પણ મંજૂરી આપી છે. બંગાળના સીએમ મમતા બેનરજીની આગેવાનીવાળી ટીએમસી અને મહારાષ્ટ્રમાં વિપક્ષી પાર્ટી શરદ પવારની એનસીપીનો રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો છીનવાઈ ગયો છે. ચૂંટણી પંચે એનસીપી, ટીએમસી અને ડાબેરી  CPIનો રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો ખતમ કરવાનો નિર્ણય લીધો છે. 

શા માટે છીનવાયો 3 પાર્ટીનો રાષ્ટ્રીય દરજ્જો 
ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર આ પક્ષોને રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો આપવામાં આવ્યો હતો, પરંતુ આ પક્ષો એટલું પરિણામ લાવી શક્યા ન હતા, તેથી આ દરજ્જો પાછો ખેંચી લેવામાં આવ્યો છે. તેમને 2 સંસદીય ચૂંટણીઓ અને 21 રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ માટે પૂરતી તકો આપવામાં આવી હતી. આ પછી, આ પક્ષોની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી અને ત્યારબાદ રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો પાછો ખેંચી લેવામાં આવ્યો હતો. જો કે, આ પક્ષો પછીના ચૂંટણી ચક્રમાં તેમના પ્રદર્શનના આધારે રાષ્ટ્રીય પક્ષ તરીકેનો દરજ્જો પાછો મેળવી શકે છે.

આમ આદમી પાર્ટીને રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો આપ્યો 
કર્ણાટક ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી માટે સારી ખબર આવી છે. ચૂંટણી પંચે અરવિંદ કેજરીવાલની આગેવાનીવાળી આમ આદમી પાર્ટીને રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો આપ્યો છે. 

ચૂંટણી પંચના નિર્ણયથી મમતા-શરદ પવારને લાગ્યો ઝટકો

રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો છીનવી લેવાના ચૂંટણી પંચના નિર્ણયથી શરદ પવાર અને મમતા બેનરજીનો મોટો ઝટકો લાગ્યો છે. 

બે પાર્ટીઓનો પ્રાદેશિક પક્ષનો દરજ્જો પણ છીનવાયો 
આ ઉપરાંત ચૂંટણી પંચે પ્રાદેશિક પક્ષો વચ્ચે ભારત રાષ્ટ્ર સમિતિ (બીઆરએસ) અને રાષ્ટ્રીય લોકદળ (આરએલડી)માંથી પ્રાદેશિક પક્ષનો દરજ્જો પાછો ખેંચી લીધો છે.

રામ વિલાસ પાસવાનની પાર્ટીને નાગાલેન્ડમાં રાજ્ય સ્તરની પાર્ટીનો દરજ્જો મળ્યો 
લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ પાસવાન)ને નાગાલેન્ડમાં રાજ્ય સ્તરની પાર્ટીનો દરજ્જો મળ્યો છે. તૃણમૂલ કોંગ્રેસને બંગાળ અને ત્રિપુરામાં રાજ્ય સ્તરીય પાર્ટીનો દરજ્જો મળતો રહેશે. ત્રિપુરામાં ટીપ્રા મોતા પાર્ટીને રાજ્ય પક્ષ તરીકે માન્યતા આપવામાં આવી છે. બીઆરએસને આંધ્રપ્રદેશમાં રાજ્ય પક્ષ તરીકે માન્યતા આપવામાં આવી છે.
રાષ્ટ્રીય પાર્ટી બનવા માટે શું જરુરી 
 1. ત્રણ રાજ્યોમાં લોકસભા ચૂંટણીમાં કોઈ પક્ષે ઓછામાં ઓછા 2 ટકા બેઠકો જીતેલી હોવી જોઈએ. 
2. ચાર લોકસભા બેઠકો ઉપરાંત, એક પક્ષને લોકસભામાં છ ટકા મત અથવા ઓછામાં ઓછા ચાર કે તેથી વધુ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીમાં છ ટકા મત મેળવવા જોઈએ.
3. ચાર કે તેથી વધુ રાજ્યોમાં એક પક્ષને પ્રાદેશિક પક્ષ તરીકે માન્યતા આપવી જોઈએ.

જે પાર્ટી આ ત્રણ શરતોમાં એક પણ શરત પૂરી કરે, તેને રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો મળે છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ