બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Election Commission More than two crore youth have been added to the voter list this year

ચૂંટણી પંચ / 2024ની ચૂંટણી: 97 કરોડ છે રજિસ્ટર્ડ વૉટર્સની સંખ્યા, નવા મતદાતાઓની સંખ્યા ચોંકાવનારી

Pravin Joshi

Last Updated: 09:36 PM, 9 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ વર્ષે મતદાર યાદીમાં બે કરોડથી વધુ યુવાનો ઉમેરાયા છે. જેમાં અંદાજે 1.41 કરોડ મહિલા મતદારોનો સમાવેશ થાય છે. સાથે જ ડુપ્લીકેટ મતદારોના નામ પણ યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યા છે.

  • ભારતીય ચૂંટણી પંચે મતદાર યાદીને લઈને જાહેરાત કરી
  • આ વર્ષે મતદાર યાદીમાં બે કરોડથી વધુ યુવાનો ઉમેરાયા 
  • અંદાજે 1.41 કરોડ મહિલા મતદારોનો ઉમેરો થયો
  • ચૂંટણીમાં લગભગ 97 કરોડ લોકો મતદાન કરવા પાત્ર 

લોકસભા ચૂંટણી 2024: અગાઉની સામાન્ય ચૂંટણીઓની સરખામણીએ આ વખતે નોંધાયેલા મતદારોની યાદીમાં 6 ટકાનો વધારો થયો છે. આ વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીમાં લગભગ 97 કરોડ લોકો મતદાન કરવા પાત્ર બનશે. આ સંદર્ભમાં ભારતીય ચૂંટણી પંચ (ECI) એ શુક્રવારે જાહેરાત કરી કે આગામી લોકસભા ચૂંટણીમાં મતદાન માટે 96.88 કરોડ લોકોએ નોંધણી કરાવી છે. પંચે કહ્યું કે આ વર્ષે 18 થી 29 વર્ષની વયજૂથના બે કરોડથી વધુ યુવાનોને પણ મતદાર યાદીમાં જોડવામાં આવ્યા છે. જ્યારે લિંગ ગુણોત્તર 2023 માં 940 થી વધીને 2024 માં 948 થઈ ગયું છે.

પારદર્શિતા પર વિશેષ ભાર મૂક્યો 

મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે પંચે મતદાર યાદીની સુધારણા અને પારદર્શિતા પર વિશેષ ભાર મૂક્યો છે. આ દરમિયાન તેમણે પુણેમાં આયોજિત એક પ્રેસ કોન્ફરન્સનો ઉલ્લેખ કર્યો, જેમાં દરેક તબક્કે રાજકીય પક્ષોની ભાગીદારી સાથે મતદાર યાદી સાથે સંબંધિત તમામ કામો સમજાવવામાં આવ્યા હતા.

મતદાર યાદીમાં જાતિ પ્રમાણ વધ્યું

તેમણે કહ્યું કે આ વખતે મહિલા મતદારોની નોંધણીમાં વધારો થયો છે, જે ચૂંટણી માળખામાં લિંગ સમાનતા તરફના નક્કર પ્રયાસનું ઉદાહરણ છે. મતદાર યાદીમાં લિંગ ગુણોત્તર સકારાત્મક રીતે વધ્યો છે, જે દેશના લોકશાહી માળખાને આકાર આપવામાં મહિલાઓની વધતી ભૂમિકાને પ્રતિબિંબિત કરે છે. ચૂંટણી પંચે વધુમાં જણાવ્યું હતું કે મતદાર યાદીમાં 2.63 કરોડથી વધુ નવા મતદારોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાંથી લગભગ 1.41 કરોડ મહિલા મતદારો છે. પુરૂષ મતદારોની સંખ્યા 1.22 કરોડ છે.

ચૂંટણી પંચ અને સ્વાસ્થ્ય મંત્રાલયની આજે મહત્વની બેઠક, 5 રાજ્યોમાં વિધાનસભા  ચૂંટણીને લઇને થઇ શકે છે મોટું એલાન | election commission to meet health  secretary ...

લિસ્ટમાંથી 1 કરોડ 65 લાખથી વધુ નામ હટાવ્યા 

ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર આ વર્ષે લિસ્ટમાંથી 1 કરોડ 65 લાખ 76 હજાર 654 લોકોના નામ હટાવી દેવામાં આવ્યા છે. આમાં એવા લોકોનો સમાવેશ થાય છે જેઓ કાં તો મૃત્યુ પામ્યા છે અથવા અન્ય જગ્યાએ શિફ્ટ થયા છે. આ ઉપરાંત ડુપ્લીકેટ મતદારોના નામો પણ કાઢી નાખવામાં આવ્યા છે. જેમાં 67 લાખ 82 હજાર 642 મૃત મતદારો, 75 લાખ 11 હજાર 128 ગેરહાજર મતદારો અને 22,5,685 ડુપ્લિકેટ મતદારોનો સમાવેશ થાય છે.

વધુ વાંચો : કેવી રીતે નક્કી કરાય છે લોકસભા ચૂંટણીની તારીખ? આ વર્ષે કંઇક આવું હોઇ શકે છે શેડ્યૂલ, તૈયારીઓ તેજ

મતદાર યાદી પ્રકાશિત કરી 

મહિનાના સ્પેશિયલ સમરી રિવિઝન 2024 પછી અને સામાન્ય ચૂંટણી 2024 પહેલા ભારતના ચૂંટણી પંચે દેશભરના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાર યાદી પ્રકાશિત કરી છે. તેમાં જમ્મુ અને કાશ્મીર અને આસામની મતદાર યાદીઓનો પણ સમાવેશ થાય છે, જે મતવિસ્તારના સીમાંકન પછી સુધારેલ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ