બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Politics / How is the date of Lok Sabha election decided? The schedule may be something like this this year

મિશન 2024 / કેવી રીતે નક્કી કરાય છે લોકસભા ચૂંટણીની તારીખ? આ વર્ષે કંઇક આવું હોઇ શકે છે શેડ્યૂલ, તૈયારીઓ તેજ

Priyakant

Last Updated: 10:57 AM, 9 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024 Latest News: એક અંદાજ મુજબ આ વખતે લોકસભા ચૂંટણી માટે દેશભરમાં 11.8 લાખ બૂથ બનાવવામાં આવશે, એટલું જ નહીં દેશભરમાં મતદારોની સંખ્યા પણ વધીને 95 કરોડની આસપાસ થઈ શકે

  • લોકસભા ચૂંટણી 2024ની જાહેરાત થવામાં માત્ર એક મહિનાનો સમય બાકી 
  • કમિશનની ટીમો માર્ચના પ્રથમ સપ્તાહ સુધીમાં તમામ રાજ્યોમાં તૈયારીઓનું પરીક્ષણ કરશે
  • પ્રથમ તબક્કાનું મતદાન પણ એપ્રિલના બીજા સપ્તાહ સુધીમાં થવાની સંભાવના 
  • દેશભરમાં મતદારોની સંખ્યા પણ વધીને 95 કરોડની આસપાસ થઈ શકે છે

Lok Sabha Election 2024 : લોકસભાની ચૂંટણીને લઈ રાજકીય પક્ષો કવાયતમાં લાગી ગયા છે. આ તરફ હવે લોકસભા ચૂંટણી 2024ની જાહેરાત થવામાં માત્ર એક મહિનાનો સમય બાકી છે. ચૂંટણી પંચની ટીમોએ આંધ્રપ્રદેશની મુલાકાત લીધી છે અને ત્યાંની ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરી છે. હવે આયોગની ટીમ 20મી ફેબ્રુઆરીએ બિહારની મુલાકાતે છે અને તે પહેલા ટીમ 15મીએ ઓડિશા પહોંચશે. આ ટીમમાં મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર સહિત 8 અધિકારીઓ સામેલ હશે. અત્યાર સુધીની પ્રાપ્ત માહિતી અનુસાર કમિશનની ટીમો માર્ચના પ્રથમ સપ્તાહ સુધીમાં તમામ રાજ્યોમાં તૈયારીઓનું પરીક્ષણ કરશે. ત્યાર બાદ માર્ચના બીજા સપ્તાહમાં જ ચૂંટણીની જાહેરાત કરવામાં આવશે.

મહત્વનું છે કે, જાહેરાતના ઓછામાં ઓછા 28 દિવસ પછી જ ચૂંટણીઓ શરૂ થઈ શકે છે. આ રીતે પ્રથમ તબક્કાનું મતદાન પણ એપ્રિલના બીજા સપ્તાહ સુધીમાં થવાની સંભાવના છે. આ સમગ્ર ચૂંટણી કેલેન્ડર 2019ની સામાન્ય ચૂંટણીઓ જેવું જ હશે, જ્યારે ચૂંટણી પંચે 10 માર્ચે ચૂંટણીની જાહેરાત કરી હતી અને પ્રક્રિયા 24 મેના રોજ સમાપ્ત થઈ હતી. ચૂંટણી પંચની ટીમો રાજ્યોમાં જાય છે અને સુરક્ષા વ્યવસ્થા સહિત અનેક પાસાઓની સમીક્ષા કરે છે. તે પછી જ્યારે તૈયારીઓનું પરીક્ષણ કરવામાં આવે છે, ત્યારે પ્રક્રિયા શરૂ કરવાની તૈયારી કરવામાં આવે છે. આયોગે સૌપ્રથમ 10 અને 11 જાન્યુઆરીએ આંધ્રપ્રદેશની મુલાકાત લીધી હતી. હવે ઓડિશામાં 15મીથી 17મી સુધીનો પ્લાન છે. આ બંને રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પણ યોજાવાની છે. આવી સ્થિતિમાં અહીં વધુ તૈયારીઓની જરૂર પડશે. 

આ સાથે ઓડિશા બાદ ટીમ બિહાર પહોંચશે. ત્યાર બાદ તમિલનાડુની યોજના છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ મહિનાના અંત સુધીમાં યુપી અને બંગાળનો પ્રવાસ પણ થશે. આ ટીમ જમ્મુ-કાશ્મીર પણ જશે અને ત્યાં વિધાનસભા ચૂંટણી માટે પણ વ્યવસ્થાની તપાસ કરવામાં આવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે એકવાર ગૃહ મંત્રાલય તરફથી સુરક્ષા વગેરે પર મંજૂરી મળી જાય તો ત્યાં વિધાનસભાની ચૂંટણી પણ થઈ શકે છે. 

ચૂંટણી કમિશનર અનુપચંદ્ર પાંડે થઈ રહ્યા છે નિવૃત્ત
ચૂંટણી કમિશનર અનુપ ચંદ્ર પાંડે પણ નિવૃત્ત થવા જઈ રહ્યા છે. આવી સ્થિતિમાં લોકસભાની ચૂંટણી પહેલા નવા ચૂંટણી કમિશનરની પણ પસંદગી કરવાની છે. PM મોદીની અધ્યક્ષતાવાળી સમિતિએ આ અંગે પ્રથમ બેઠક યોજી છે. એવું માનવામાં આવે છે કે, લોકસભા ચૂંટણી સુધીમાં 3 ચૂંટણી કમિશનર હશે. એક અંદાજ મુજબ આ વખતે લોકસભા ચૂંટણી માટે દેશભરમાં 11.8 લાખ બૂથ બનાવવામાં આવશે. એટલું જ નહીં દેશભરમાં મતદારોની સંખ્યા પણ વધીને 95 કરોડની આસપાસ થઈ શકે છે. 2019માં આ આંકડો 90 કરોડ રૂપિયા હતો.

કેવી રીતે નક્કી થાય છે લોકસભા ચૂંટણીની તારીખ?
ભારતીય બંધારણની કલમ 324 મુજબ ભારતનું ચૂંટણી પંચ ભારતમાં લોકસભા, વિધાનસભા અને રાજ્યસભાની ચૂંટણીઓનું આયોજન કરે છે. બંધારણ દ્વારા નિર્ધારિત સમય મર્યાદામાં ચૂંટણી કરાવવાની જવાબદારી ચૂંટણી પંચની છે. લોકસભા ચૂંટણીની તારીખ નક્કી કરવામાં પણ કમિશન સર્વોચ્ચ ભૂમિકા ભજવે છે. લોકસભાના દરેક ગૃહનો કાર્યકાળ પાંચ વર્ષનો હોય છે અને આ પાંચ વર્ષની મુદત પૂરી થાય તે પહેલાં નવી ચૂંટણીઓ યોજવી જોઈએ. પંચે લોકસભા ચૂંટણીની તારીખ એવી રીતે સુનિશ્ચિત કરવાની છે કે બંધારણ દ્વારા નિર્ધારિત સમય મર્યાદાનું ઉલ્લંઘન ન થાય.

વધુ વાંચો: ગુજરાતમાં ક્લીન સ્વીપ પણ 2024માં આ રાજ્યમાં વધશે BJPનું ટેન્શન? સર્વેમાં ચોંકાવનારા આંકડા

ચૂંટણી પંચ પણ ચૂંટણીની તારીખ નક્કી કરતી વખતે અમુક સંજોગોને ધ્યાનમાં રાખે છે. ઉદાહરણ તરીકે એવી તારીખ હોવી જોઈએ કે ચૂંટણીના દિવસે તે વિસ્તારમાં વધુ ગરમી કે વરસાદ ન હોવો જોઈએ જેનાથી મતદાનને અસર થાય. આવી તારીખ પસંદ કરવામાં આવે છે જેથી કોઈ રાજકીય પક્ષને ગેરવાજબી લાભ ન ​​મળે અને ચૂંટણી નિષ્પક્ષ રીતે થઈ શકે. આ સિવાય ચૂંટણી પંચ ધાર્મિક તહેવારો, રાષ્ટ્રીય રજાઓ, વિશેષ પરીક્ષાઓની તારીખો, સુરક્ષા દળોની ઉપલબ્ધતાને પણ ધ્યાનમાં લે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ