બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ભારત / Election Commission bans sending WhatsApp messages with 'Developed India'

લોકસભા ચુંટણી 2024 / 'વિકસિત ભારત' વાળા વોટ્સએપ મેસેજ મોકલવા પર ચૂંટણી પંચનો પ્રતિબંધ

Priyakant

Last Updated: 02:01 PM, 21 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024 Latest News : કેન્દ્ર સરકાર દ્વારા સામાન્ય લોકોને મોકલવામાં આવતા 'વિકસિત ભારત' નામના વોટ્સએપ મેસેજ પર ચૂંટણી પંચે કડકાઈ દાખવી

Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણી 2024 કેન્દ્ર સરકાર દ્વારા સામાન્ય લોકોને મોકલવામાં આવતા 'વિકસિત ભારત' નામના વોટ્સએપ મેસેજ પર ચૂંટણી પંચે કડકાઈ દાખવી છે. વાત જાણે એમ છે કે, ચૂંટણી પંચે આ અંગે ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયને નોટિસ પણ પાઠવી છે.

કેન્દ્રીય ચૂંટણી પંચે ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયને નિર્દેશ આપતાં કહ્યું કે, આચારસંહિતા લાગુ થયા પછી પણ જો લોકોને વિકસિત ભારત સંબંધિત સંદેશા મળી રહ્યા છે તો તેને તાત્કાલિક રોકી દેવા જોઈએ. આ અંગે કરવામાં આવેલી કાર્યવાહી અંગે ચૂંટણી પંચને જાણ કરો.

શું છે સમગ્ર મામલો ? 
વાસ્તવમાં ચૂંટણી પંચેવોટ્સએપ પર વિકસિત ભારત મેસેજની ડિલિવરી તાત્કાલિક બંધ કરવાનો નિર્દેશ આપ્યો છે. આ બાબતે મંત્રાલય પાસેથી તાત્કાલિક અનુપાલન રિપોર્ટ માંગવામાં આવ્યો છે. કમિશનને ઘણી ફરિયાદો મળી હતી કે સામાન્ય ચૂંટણી 2024ની જાહેરાત અને આદર્શ આચાર સંહિતા લાગુ થવા છતાં, નાગરિકોના ફોન પર આવા સંદેશાઓ મોકલવામાં આવી રહ્યા છે.

 

વધુ વાંચો: બેન્ક એકાઉન્ટ્સ ફ્રીઝ કરવાની સામે સુપ્રીમ કોર્ટ પહોંચી કોંગ્રેસ પાર્ટી

જાણો શું કહ્યું IT મંત્રાલયે ? 
આ તરફ IT મંત્રાલયે કમિશનને જાણ કરી હતી કે, આચાર સંહિતા લાગુ થયા પહેલા પત્રો મોકલવામાં આવ્યા હતા.તેમાંના કેટલાક પ્રણાલીગત અને નેટવર્ક મર્યાદાઓને કારણે વિલંબ સાથે લોકો સુધી પહોંચ્યા હશે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ