બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / Election campaign done on scooter, Porsche car ride as soon as he became MLA: People said what a 'common man' this is

ફજેતી / ચૂંટણી પ્રચાર સ્કૂટરમાં કર્યો, ધારાસભ્ય બનતા જ પૉર્શે કારની સવારી: લોકોએ કહ્યું આ કેવા 'આમ આદમી'

Hiralal

Last Updated: 08:33 PM, 4 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લુધિયાણા પશ્ચિમ બેઠક પરથી ચૂંટાયેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગુરપ્રીત ગોગીનો કિસ્સો આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં છે.

  • લુધિયાણા પશ્ચિમના આપના ધારાસભ્ય છે ગુરપ્રીત ગોગી
  • 23 વર્ષ કોંગ્રેસમાં રહ્યાં અને ચૂંટણી પહેલા આપમાં જોડાયા હતા
  • લુધિયાણા નગર નિગમ ચૂંટણીમાં મેયર ન બનાવાતા થયા હતા નારાજ
  • કરોડોની પોર્શ કારમાં ઓફિસ પહોંચ્યાંનો વીડિયો થયો વાયરલ

પંજાબમાં લુધિયાણા વેસ્ટના ધારાસભ્ય ગુરપ્રીત ગોગીને લઈને સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચા ચાલી રહી છે. આ વાત તે કરોડો રૂપિયાની કારમાં ચાલવાની છે. બુધવારે આપ ધારાસભ્ય ગોગી જ્યારે પીળા કલરની પોર્શ કારમાં ઓફિસ પહોંચ્યા ત્યારે સૌ કોઈ તેમની કરોડો રુપિયાની આ કાર જોઈને દંગ થઈ ગયા હતા. 

સ્કૂટર પર કર્યો હતો ચૂંટણી પ્રચાર 
ગુરપ્રીત ગોગીએ સ્કૂટર પર સવાર થઈને ચૂંટણી પ્રચાર કર્યો હતો. ખાસ વાત એ છે કે ગુરપ્રીત ગોગી વિધાનસભા ચૂંટણી પહેલા પોતાનું નામાંકન ભરવા માટે સ્કૂટર પર પહોંચ્યા હતા અને તેને લઈને ચર્ચા પણ થઈ હતી.

ગુરપ્રીત ગોગીનો વીડિયો થયો વાયરલ 

વાયરલ થઇ રહેલા ગુરપ્રીતના વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ઓફિસની બહાર એક પીળી પોર્શે કાર પાર્ક કરેલી છે. એક વ્યક્તિ કપડાથી કારની સફાઈ કરી રહ્યો છે. ધારાસભ્ય એક વ્યક્તિ સાથે ઓફિસમાંથી બહાર આવે છે. સ્ટાઇલથી કારમાં બેસે છે ત્યાર બાદ કારની છતની ઉપર અને પાછળની બાજુ પક્ષીની પાંખની જેમ ખુલે છે અને તેઓ સ્ટાઇલમાં કારમાં બેસીને નીકળી જાય છે. જોકે, પૂછપરછ કરતાં તેમણે આ કાર તેમના પુત્રની હોવાનું જણાવ્યું હતું.

ચીટિંગ ગેમ લાંબો સમય નહીં ચાલે-ભાજપ 

કરોડો રૂપિયાની કાર ચલાવવા બદલ ભાજપે આપના ધારાસભ્ય ગોગી પર ઉગ્ર પ્રહાર કર્યાં હતા. ભાજપના યુવા રાષ્ટ્રીય સચિવ તેંજેન્દ્રસિંહ બગ્ગાએ તેમના પર નિશાન સાધ્યું હતું અને પોતાનો વીડિયો ટ્વીટ કરીને ટ્વીટ કર્યું હતું કે, હવે સામાન્ય માણસ કરોડો રૂપિયાની કાર પણ ચલાવી શકતો નથી?ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ તરુણ ચુગે કહ્યું કે, "વાહ રે અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી... ચૂંટણી પહેલા સ્કૂટર - જીત્યા બાદ કરોડોની કિંમતની પોર્શે કાર. લુધિયાણા વેસ્ટના ધારાસભ્ય ગુરપ્રીત ગોગી પોર્શ કારમાં પોતાની ઓફિસ પહોંચ્યા... આ તે જ વ્યક્તિ છે જે સ્કૂટર પર પોતાનું નામાંકન ભરવા ગયો હતો. છેતરપિંડીની આ રમત લાંબા સમય સુધી ચાલશે નહીં. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ