બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / Election announcement will be released tomorrow in Gujarat

લોકસભા ચૂંટણી 2024 / ગુજરાતમાં આવતીકાલે બહાર પડશે ચૂંટણી જાહેરનામું, ઉમેદવારી પત્રક ભરવાનો છેલ્લો દિવસ ક્યારે? જાણો

Priyakant

Last Updated: 01:25 PM, 11 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha ELection 2024 Latest News: ગુજરાતની 26 બેઠકો માટે 7 મેના રોજ ત્રીજા તબક્કામાં મતદાન યોજાશે, આ સાથે 7 મેના રોજ ગુજરાતમાં પેટાચૂંટણી માટે પણ મતદાન યોજાશે

Lok Sabha Election 2024 : લોકસભાની ચૂંટણીને લઈ આવતીકાલે એટલે કે 12 એપ્રિલે ચૂંટણી જાહેરનામું બહાર પડશે. નોંધનિય છે કે, ગુજરાતની 26 બેઠકો માટે 7 મેના રોજ ત્રીજા તબક્કામાં મતદાન યોજાશે. આ સાથે 7 મેના રોજ ગુજરાતમાં પેટાચૂંટણી માટે પણ મતદાન યોજાશે. રાજ્યમાં 26 લોકસભા બેઠક અને 5 વિધાનસભાની બેઠક માટે ઉમેદવારી પત્રક ભરાશે. નોંધનિય છે કે, ઉમેદવારી પત્રકો ભરવાનો અંતિમ દિવસ 19 એપ્રિલ રહેશે. 

રાજ્યમાં આવતીકાલે બહાર ચૂંટણી જાહેરનામું પડશે. ચૂંટણી જાહેરનામું બહાર પડવાની સાથે જ ઉમેદવારી પત્રકો ભરવાની શરૂઆત થશે. મહત્વનું છે કે, ઉમેદવારી પત્રકો ભરવાનો અંતિમ દિવસ 19 એપ્રિલ રહેશે. નોંધનિય છે કે, ચૂંટણીની તારીખોની જાહેરાત થતાંની સાથે જ રાજ્યમાં આદર્શ આચારસંહિતા અમલમાં આવી ગઇ છે. આ વખતે લોકસભાની ચૂંટણી 7 તબક્કામાં યોજાશે, જ્યારે ચૂંટણીના પરિણામો 4 જૂને જાહેર થશે.

દેશમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. દરેક જિલ્લામાં વહીવટી તંત્ર પણ કામે લાગી ગયું છે.ગાંધીનગરમાં ચૂંટણીને લઈ વહીવટી તંત્ર સજ્જ થઇ ગયું છે. આવતીકાલે ચૂંટણી જાહેરનામું બહાર પડે તે પહેલા જ તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. જાહેરનામું બહાર પડતાં જ સ્ટેટીક સર્વેલન્સ ટીમ સક્રિય થશે. દરેક બેઠક દીઠ 4 સ્ટેટીક સર્વેલન્સ ટીમ કાર્યરત રહેશે. જોકે ડિસ્ટ્રિક્ટ કંટ્રોલ રૂમ તથા એક્સ્પેન્ડિચર મોનિટરિંગ સેલ અત્યારથી જ શરૂ કરી દેવામાં આવ્યા છે.

લોકસભા ચૂંટણીનો કાર્યક્રમ 
દેશભરમાં લોકસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે જ ગુજરાતની 26 લોકસભા સીટ અને પાંચ વિધાનસભા બેઠકની ચૂંટણીની જાહેરાત પણ કરવામાં આવી છે. લોકસભાની ચૂંટણી 7 તબક્કામાં યોજાશે જ્યારે ચૂંટણીના પરિણામો 4 જૂને જાહેર થશે. દેશમાં 19 એપ્રિલે પહેલા તબક્કા સાથે મતદાનની શરુઆત થશે અને અંતિમ 7મા તબક્કાની ચૂંટણી 1 જૂનના રોજ યોજાશે. જ્યારે ગુજરાતની 26 બેઠકો માટે 7 મેના રોજ ત્રીજા તબક્કામાં મતદાન યોજાશે. 7 મેના રોજ ગુજરાતમાં પેટાચૂંટણી માટે પણ મતદાન યોજાશે.

ગુજરાત 5 વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી 
લોકસભાની સાથે ગુજરાતની પાંચ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણીની પણ જાહેરાત કરવામાં આવી છે. જેમાં વિજાપુર, ખંભાત, વાઘોડિયા, પોરબંદર, માણાવદર બેઠકનો સમાવેશ થાય છે. 5 વિધાનસભા બેઠકની વાત કરીએ તો તેમાં વિજાપુર (કોંગ્રેસ), ખંભાત (કોંગ્રેસ), વાઘોડિયા (અપક્ષ), પોરબંદર (કોંગ્રેસ), માણાવદર (કોંગ્રેસ)ના ફાળે ગઇ હતી.

7મી મે એ ગુજરાતની 26 બેઠકો પર મતદાન
ચૂંટણી પંચ દ્વારા લોકસભાની તારીખોની જાહેરાત કરતાની સાથે જ વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો તેમજ વિધાનસભાની 6 બેઠકો પર પેટા ચૂંટણી યોજાવાની છે.  ચૂંટણી પંચ દ્વારા રાજ્યમાં ત્રીજા તબક્કામાં 7 મે નાં દિવસે ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો પર શાંતિપૂર્ણ મતદાન થાય તે માટેની તમામ તૈયારીઓ હાલમાં ચાલી રહી છે. લોકસભાની ચૂંટણીનાં દિવસે લોકો વધુમાં વધુ મતદાન કરે તે માટે ગુજરાત સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 

વધુ વાંચો : ગુજરાતમાં ભર ઉનાળે ચૂંટણી યોજાતા રાજકીય પક્ષો ટેન્શનમાં, મતદારો બૂથ સુધી કઇ રીતે પહોંચે તે માટેની કવાયત શરૂ

મતદાનનાં દિવસે જાહેર રજાની જાહેરાત 
લોકસભા ચૂંટણીમાં લોકો વધુમાં વધુ મતદાન કરે તે માટે રાજ્ય સરકારનાં સામાન્ય વહીવટી વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે સામાન્ય વહીવટી વિભાગે 7 મે એટલે કે મતદાનનાં દિવસે ગુજરાતમાં જાહેર રજાની જાહેરાત કરવામાં આવી છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ