બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / Political parties in tension as elections are held in Gujarat

લોકસભા ચૂંટણી 2024 / ગુજરાતમાં ભર ઉનાળે ચૂંટણી યોજાતા રાજકીય પક્ષો ટેન્શનમાં, મતદારો બૂથ સુધી કઇ રીતે પહોંચે તે માટેની કવાયત શરૂ

Priyakant

Last Updated: 09:27 AM, 11 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024 Latest News: દેશભરમાં 7 તબક્કામાં યોજાનાર લોકસભા ચૂંટણી આપણે ત્યાં ગુજરાતમાં 7 મે ના રોજ યોજાનાર છે, જોકે હવે કાળઝાળ ગરમી, ઉનાળુ વેકેશન અને સળંગ ત્રણ રજાઓનો સંજોગ સર્જાતાં નેતાઓ ચિંતાગ્રસ્ત બન્યા

Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણી ખરા ઉનાળે યોજાવાની હોય હવે રાજકીય પક્ષોની ચિંતામાં વધારો થયો છે. વાત જાણે એમ છે કે, દેશભરમાં 7 તબક્કામાં યોજાનાર લોકસભા ચૂંટણી આપણે ત્યાં ગુજરાતમાં 7 મે ના રોજ યોજાનાર છે. જોકે આ સમયગાળા દરમિયાન ગુજરાતમાં કાળઝાળ ગરમી પડશે. જેને લઈ હવે રાજકીય પક્ષો ચિંતામાં મુકાયા છે. આ સાથે એક બાજુ કાળઝાળ ગરમી, ઉનાળુ વેકેશન અને સળંગ ત્રણ રજાઓનો સંજોગ સર્જાતાં નેતાઓ પણ ચિંતાગ્રસ્ત બન્યા છે. 

ગુજરાતમાં વર્ષ 1996 બાદ પ્રથમ વાર મે મહિનામાંઆ લોકસભાની ચૂંટણીનું મતદાન યોજાનાર છે. રાજ્યમાં લોકસભાની તમામ 26 બેઠકો પર ચૂંટણીના ત્રીજા તબક્કામાં એટલે કે 7 મેના રોજ મંગળવારના રોજ મતદાન યોજાનાર છે. જોકે આ તારીખ દરમિયાન રાજ્યમાં ખરો ઉનાળો ચાલી રહ્યો હશે. જોકે આ વખતે હવે ભર ઉનાળાએ મતદાન દિવસ, ઉનાળુ વેકેશન અને સળંગ ત્રણ રજાનો સંજોગો સર્જાતા રાજકીય પક્ષો ચિંતામાં મુકાઈ ગયા છે. જેને લઈ હવે રાજકીય પક્ષોના કાર્યકર્તાઓ ઘરે ઘરે ફરીને મતદાન કરવાની અપીલ ઉપરાંત જો બહાર જવાનું આયોજન હોય તો મતદાન કર્યા બાદ બહાર ફરવા જજો તેવી અપીલ મતદારોને કરી રહ્યા છે.

7મી મે એ ગુજરાતની 26 બેઠકો પર મતદાન
ચૂંટણી પંચ દ્વારા લોકસભાની તારીખોની જાહેરાત કરતાની સાથે જ વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો તેમજ વિધાનસભાની 6 બેઠકો પર પેટા ચૂંટણી યોજાવાની છે.  ચૂંટણી પંચ દ્વારા રાજ્યમાં ત્રીજા તબક્કામાં 7 મે નાં દિવસે ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો પર શાંતિપૂર્ણ મતદાન થાય તે માટેની તમામ તૈયારીઓ હાલમાં ચાલી રહી છે. લોકસભાની ચૂંટણીનાં દિવસે લોકો વધુમાં વધુ મતદાન કરે તે માટે ગુજરાત સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 

વધુ વાંચો: PM મોદીને મળવા આવી રહ્યાં છે એલન મસ્ક, રૂ. 4 હજાર કરોડના રોકાણનું લક્ષ્ય, ગુજરાતમાં છે મોટું આયોજન!

મતદાનનાં દિવસે જાહેર રજાની જાહેરાત 
લોકસભા ચૂંટણીમાં લોકો વધુમાં વધુ મતદાન કરે તે માટે રાજ્ય સરકારનાં સામાન્ય વહીવટી વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે સામાન્ય વહીવટી વિભાગે 7 મે એટલે કે મતદાનનાં દિવસે ગુજરાતમાં જાહેર રજાની જાહેરાત કરવામાં આવી છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ