બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / eknath shinde taking oath as cm maharashtra and devendra fadnavis will be deputy cm

શપથગ્રહણ / મહારાષ્ટ્રના એકનાથ શિંદેએ નવા મુખ્યમંત્રી તરીકે લીધા શપથ, ના ના કરતા ફડણવીસ પણ બન્યા ડે.સીએમ

Mayur

Last Updated: 08:09 PM, 30 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહારાષ્ટ્રમાં ઘણા સમયથી ચાલી રહેલા રાજકીય ઘમાસાણનો આજે અંત આવ્યો છે. શિવસેનાના બળવાખોર જૂથના નેતા એકનાથ શિંદે મુખ્યમંત્રી બન્યા છે. તો દેવેન્દ્ર ફડણવીસ નાયબ મુખ્યમંત્રી બન્યા છે.

  • એકનાથ શિંદે બન્યા મહારાષ્ટ્રનાં નવા મુખ્યમંત્રી 
  • દેવેન્દ્ર  ફડણવીસ બન્યા નાયબ મુખ્યમંત્રી
  • ભાજપ અધ્યક્ષ જે.પી નડ્ડાના કહેવા પર દેવેન્દ્ર ફડણવીસે પણ સ્વીકાર્યું પદ 

છેલ્લા કેટલાક દિવસોથી મહારાષ્ટ્રમાં ચાલતા રાજકીય ઘમાસાણનો અંતે અંત આવ્યો છે. મહારાષ્ટ્રના રાજકારણમાં મોટો ઉલટફેર થઇ ચૂક્યો છે. એકનાથ શિંદે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બની ચૂક્યા છે.

એકનાથ શિંદે બન્યા મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી
એકનાથ શિંદે મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી બન્યા છે. રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ તેમણે મુખ્યમંત્રી પદના શપથ અપાવ્યા છે.

નાયબ મુખ્યમંત્રી બન્યા ફડણવીસ
દેવેન્દ્ર ફડણવીસે નાયબ મુખ્યમંત્રી પદના શપથ લઇ લીધા છે. એકનાથ શિંદે બાદ રાજ્યપાલે તેમને પણ શપથ અપાવ્યા છે. પહેલા ફડણવીસ સરકારમાં સામેલ નહોતા થવા માંગતા, પરંતુ ભાજપ હાઈકમાન્ડના આદેશ બાદ તેમણે નિર્ણય બદલવો પડ્યો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શિંદે અને ફડણવીસને પાઠવી શુભેચ્છા

શિંદેને શુભેચ્છા પાઠવતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદના શપથ લેવા પર એકનાથ શિંદેને અભિનંદન પાઠવું છું. મને વિશ્વાસ છે કે તેઓ મહારાષ્ટ્રને વધુ ઊંચાઈ પર લઇ જવા માટે કામ કરશે. 

PMએ અન્ય એક ટ્વિટમાં કહ્યું કે, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેવા પર દેવેન્દ્ર ફડણવીસને શુભેચ્છા. તેઓ ભાજપના તમામ કાર્યકર્તા માટે પ્રેરણા છે. તેમનો અનુભવ અને નિપુણતા સરકાર માટે સંપત્તિ બની રહેશે. મને ખાતરી છે કે મહારાષ્ટ્રના વિકાસના માર્ગને વધુ મજબૂત બનાવશે.

 

દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રી તરીકે શિંદેના નામની જાહેરાત કરી 
આજે એકનાથ શિંદે સાથેની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રી તરીકે શિંદેના નામની જાહેરાત કરી હતી. આ પ્રસંગે મીડિયાને સંબોધતા ફડણવીસે કહ્યું કે સરકારના લોકો પર દાઉદ સાથે કનેક્શનનો આરોપ લાગ્યો હતો. ભ્રષ્ટાચારનો પર્દાફાશ થયો હતો. આવી ગેરમાર્ગે દોરાયેલી સરકારને આજે દૂર કરવામાં આવી છે. 

ઉદ્ધવજીએ હિન્દુત્વનો ત્યાગ કર્યોઃ ફડણવીસ 
ફડણવીસે કહ્યું કે મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક સમયથી રાજકીય કટોકટી જેવી સ્થિતિ હતી. બળવાખોર ધારાસભ્યો અગાઉ સુરત અને ત્યાર બાદ ગુવાહાટી પહોંચ્યા હતા. હવે આ જ બળવાખોર ધારાસભ્યોના જૂથમાંથી નેતા એકનાથ શિંદેને મહારાષ્ટ્રનાં નવા મુખ્યમંત્રી બનવાની તૈયારી થઈ હતી. સરકારને લઈને શિવસેનાના ધારાસભ્યોમાં રોષ જોવા મળ્યો હતો. તેઓએ વિચાર્યું કે હવે પછી મત કેવી રીતે માંગવો. જેઓ તેમના વિસ્તારમાં હારી ગયા તેમને પૈસા મળતા હતા. આ કારણે એકનાથ શિંદેજીના નેતૃત્વમાં ધારાસભ્યોએ આ ગઠબંધન તોડવાની માંગ કરી હતી. માનનીય ઉદ્ધવજીએ હિન્દુત્વનો ત્યાગ કર્યો છે. 
 
લોકોએ મહા વિકાસ આઘાડીને બહુમતી આપી નહોતી 

દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે લોકોએ મહા વિકાસ આઘાડીને બહુમતી આપી નથી. ચૂંટણી બાદ ભાજપ સૌથી મોટી પાર્ટી હતી. ભાજપ-શિવસેના ગઠબંધન કરીને ચૂંટણી લડ્યા હતા, પરંતુ શિવસેનાએ કોંગ્રેસ અને એનસીપી સાથે મળીને સરકાર બનાવી હતી. આ સમય દરમિયાન શિવસેનાએ બાળાસાહેબ ઠાકરેના વિચારો પણ ટેબલ પર મૂક્યા હતા.

સરકારના બે પ્રધાનો જેલમાં તેવું મહારાષ્ટ્રના ઈતિહાસમાં પહેલી વાર બન્યું 
દરમિયાન ફડણવીસે કહ્યું હતું કે મહારાષ્ટ્રના ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે કે સરકારના બે પ્રધાનો જેલમાં છે. આવું અગાઉ ક્યારેય બન્યું નથી. બાળાસાહેબે હંમેશા દાઉદનો વિરોધ કર્યો હતો, પરંતુ ઉદ્ધવ સરકારમાં એક મંત્રી દાઉદ સાથે જોડાયેલો છે. જેલમાં ગયા બાદ પણ તેમને મંત્રી પદ પરથી હટાવવામાં આવ્યા ન હતા. આ બાળાસાહેબનું અપમાન છે. સંભાજી નગર છેલ્લી ઘડીમાં છે.

 મહારાષ્ટ્રના વિકાસ માટે અમે એકસાથે આવ્યા 
દેવેન્દ્ર ફડણવીસ પછી બોલતા એકનાથ શિંદેએ કહ્યું કે મહારાષ્ટ્રના વિકાસ માટે અમે એક સાથે આવ્યા છીએ. આજે સાંજે 7.30 વાગ્યે માત્ર શિંદે જ શપથ લેશે. મહા વિકાસ આઘાડી સરકારમાં કામ કરવામાં અમને સમસ્યાઓ આવી રહી હતી. અમે ઉદ્ધવ ઠાકરેને આ વિશે જણાવ્યું હતું. અમે અમારો પક્ષ સમજાવવાનો પ્રયત્ન કર્યો. ભાજપ સાથે અમારું સ્વાભાવિક જોડાણ હતું. બાળાસાહેબના વિચારો સાથે આગળ વધ્યા ત્યારે અંતે સરકારે હિન્દુત્વ અંગે કેટલાક નિર્ણયો લીધા હતા.

ઉદ્ધવ મળવાનો સમય નથી આપતાઃ શિંદે
શિંદેએ આરોપ લગાવ્યો કે, શિવસેના હિન્દુત્વના મુદ્દે ભટકી ગઈ છે, ઉદ્ધવ મળવાનો સમય નથી આપતા. ઉદ્ધવ ઠાકરેની મુશ્કેલી ત્યારે વધી જ્યારે મહા વિકાસ અઘાડીને ટેકો આપનારા નાના પક્ષો અને અપક્ષોએ રાજકીય ઉથલપાથલ વચ્ચે એકસાથે જવાનું શરૂ કર્યું. જ્યારે શિવસેના દ્વારા બળવાખોરોને ડરાવવામાં આવ્યા હતા અને ધમકી આપવામાં આવી હતી, ત્યારે ઉદ્ધવ ઠાકરેએ લાગણી દર્શાવી હતી, પરંતુ મામલો થાળે પડ્યો નહોતો.

 અમિત શાહનું મહત્વપૂર્ણ ટ્વિટ

અગાઉ દેવેન્દ્ર ફડણવીસે જાહેરાત કરી હતી કે તેઓ કેબીનેટનો હિસ્સો નહીં બને અને મુખ્યમંત્રી પદે પણ શિંદે બેસશે. જો કે પાછળથી ભાજપ અધ્યક્ષ જે.પી નડ્ડાએ કહ્યું હતું કે તેમણે કેબિનેટનો ભાગ બનવું જોઈએ. ભાજપ અધ્યક્ષ જે.પી. નડ્ડાએ કહ્યું હતું કે દેવેન્દ્ર ફડણવીસને નાયબ મુખ્યમંત્રી બનવું જોઈએ. તેમણે મોટું મન રાખ્યું છે પણ, તેમને આ સરકારમાં સામેલ થવું જોઈએ.

અમિત શાહે કર્યું કન્ફર્મ 

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટ કર્યું હતું કે, 'ભાજપ અધ્યક્ષ જે.પી નડ્ડાના કહેવા પર દેવેન્દ્ર ફડણવીસે મોટું મન રાખીને મહારાષ્ટ્ર રાજ્ય અને જનતાના હિતમાં સરકારમાં સામેલ થવાનો નિર્ણય લીધો છે. હું તેમને હૃદયથી શુભેચ્છા પાઠવું છું.


 

સંકળાયેલા મુદ્દાઓ

Eknath Shinde Maharashtra devendra fadnavis એકનાથ શિંદે દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્ર Oath Ceremony
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ