બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / Politics / Eknath Shinde and Fadnavis happy with the SC's decision, Uddhav Thackeray took it in stride, saying - You have put your principles aside.

મહારાષ્ટ્ર / એકનાથ શિંદે અને ફડણવીસ SCના નિર્ણયથી ખુશ, ઉદ્ધવ ઠાકરેને લીધા આડે હાથ, કહ્યું - તમે તમારા સિદ્ધાંતોને નેવે મૂકી દીધા

Pravin Joshi

Last Updated: 04:23 PM, 11 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભલે સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રની એકનાથ શિંદે સરકારને લઈને કેટલીક તીખી ટિપ્પણીઓ કરી હોય. તેમ છતાં મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે અને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે આ નિર્ણય પર ખુશી વ્યક્ત કરી છે.

  • એકનાથ શિંદે અને ફડણવીસે SCના નિર્ણય પર ખુશી વ્યક્ત કરી
  • દેવેન્દ્ર ફડણવીસે કહ્યું -અમે સુપ્રીમ કોર્ટના નિર્ણય સાથે સહમત છીએ
  • અમારી સરકાર સ્થિર અને સંપૂર્ણપણે કાયદાના દાયરામાં : ફડણવીસ


ભલે સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રની એકનાથ શિંદે સરકારને લઈને કેટલીક તીખી ટિપ્પણીઓ કરી હોય. તેમ છતાં સીએમ એકનાથ શિંદે અને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે આ નિર્ણય પર ખુશી વ્યક્ત કરી છે. દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે અમે સુપ્રીમ કોર્ટના નિર્ણય સાથે સહમત છીએ. આ નિર્ણયથી લોકશાહીની જીત થઈ છે. તેમણે કહ્યું કે પહેલી વાત એ છે કે સર્વોચ્ચ અદાલતે મહાવિકાસ અઘાડીની આશાઓ પર પાણી ફરી વળ્યું છે. ઉદ્ધવ ઠાકરે ફરીથી મુખ્યમંત્રી બની શકશે નહીં. કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું છે કે ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની સત્તા સ્પીકર પાસે છે અને તે નિર્ણય લેશે. પોતાના આદેશમાં કોર્ટે એમ પણ કહ્યું છે કે ચૂંટણી પંચને શિવસેના અંગે નિર્ણય લેવાની સંપૂર્ણ સત્તા છે.

ઉદ્ધવ ઠાકરેના રાજીનામા પર પણ પ્રતિક્રિયા 

ડેપ્યુટી સીએમએ કહ્યું કે વિધાનસભામાં પાર્ટીના કયા જૂથને માન્યતા આપવી તે અંગેનો નિર્ણય પણ સ્પીકરના હાથમાં છોડી દેવામાં આવ્યો છે. બીજેપી નેતાએ કહ્યું કે કોર્ટના નિર્ણયથી સ્પષ્ટ છે કે અમારી સરકાર સ્થિર છે અને સંપૂર્ણપણે કાયદાના દાયરામાં છે. એટલું જ નહીં, ફડણવીસે નૈતિકતાના આધારે ઉદ્ધવ ઠાકરેના રાજીનામા પર પણ પ્રતિક્રિયા આપી હતી.

ઉદ્ધવ ઠાકરે જાણતા હતા કે તેઓ ફ્લોર ટેસ્ટમાં હારશે

તેમણે કહ્યું કે તેઓએ ઓછામાં ઓછું સિદ્ધાંતની વાત કરી ન કરવી જોઈએ. તેઓ પાર્ટીના સિદ્ધાંતો સાથે સમાધાન કરીને ગયા, જ્યારે એકનાથ શિંદેએ માત્ર સિદ્ધાંતોને ખાતર અમારી સાથે સરકાર બનાવી. ઉદ્ધવ ઠાકરે જાણતા હતા કે તેઓ ફ્લોર ટેસ્ટમાં હારી રહ્યા છે. જેના કારણે તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું. ફડણવીસે કહ્યું કે ઉદ્ધવ ઠાકરે ભાજપ સાથે ચૂંટણી જીત્યા હતા, પરંતુ મુખ્યમંત્રી બનવાના લોભમાં કોંગ્રેસ અને એનસીપી સાથે ગયા હતા. સિદ્ધાંતો સાથે આ સૌથી મોટું સમાધાન હતું.

શિંદેએ કહ્યું- રાજ્યપાલને પણ ખબર હતી કે અમારી પાસે સંખ્યા છે

આ પ્રસંગે સીએમ એકનાથ શિંદેએ કહ્યું કે લોકશાહીમાં જનતાનો નિર્ણય મહત્વપૂર્ણ છે. અમારી પાસે સંખ્યા હતી અને બહુમતી સાથે સરકાર બનાવી. હવે સુપ્રીમ કોર્ટે પણ તેને મંજૂરી આપી દીધી છે. શિંદેએ એમ પણ કહ્યું કે ઉદ્ધવ ઠાકરેને સમજાયું છે કે તેમની પાસે સરકાર ચલાવવા માટે જરૂરી બહુમતી નથી. તે પછી જ અમે રાજ્યપાલ સમક્ષ સરકાર બનાવવાનો દાવો કર્યો અને તેઓ જાણતા હતા કે અમારી પાસે બહુમતી છે. જણાવી દઈએ કે એકનાથ શિંદેએ ગયા વર્ષે 40 ધારાસભ્યોથી અલગ થઈ ગયા હતા અને પછી ભાજપ સાથે મળીને સરકાર બનાવી હતી. તેઓ નવી સરકારના મુખ્યમંત્રી બન્યા અને દેવેન્દ્ર ફડણવીસને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ