બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Eid celebrations outside SRK's house police lathi-charged on crowd, Salman khan came to the balcony for a few moments

ઈદની ઉજવણી / SRKના ઘરની બહાર એટલી ભીડ કે પોલીસે કર્યો લાઠીચાર્જ, સલમાનની થોડીવાર માટે બાલ્કનીમાં આવ્યો અને...

Megha

Last Updated: 10:15 AM, 23 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈદ પર કિંગ ખાન તેના નાના દીકરા અબરામ ખાન સાથે ફેન્સને મળવા મન્નતથી બહાર આવ્યો, બીજી તરફ સલમાન ખાને પણ બાલ્કનીમાં આવીને ચાહકોને ઈદની શુભેચ્છા પાઠવી.

  • ઈદ પર કિંગ ખાન તેના ફેન્સને મળવા મન્નતથી બહાર આવ્યો
  • નાનો દીકરો અબરામ ખાન પણ ફેન્સને મળવા મન્નતની બહાર આવ્યો
  • સલમાન ખાને પણ બાલ્કનીમાં આવીને ચાહકોને શુભેચ્છા પાઠવી

બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાને ચાહકોને 'ઈદી' આપી હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ કિંગ ખાન તેના ફેન્સને મળવા મન્નતથી બહાર આવ્યો હતો અને તેને સિગ્નેચર પોઝ આપીને ઈદ મુબારક કહ્યું હતું. શાહરૂખની સાથે તેનો નાનો દીકરો અબરામ ખાન પણ ફેન્સને મળવા મન્નતની બહાર આવ્યો હતો. બંને સફેદ આઉટફિટમાં હતાં. 

ઈદના અવસર પર શાહરૂખને જોવા માટે મન્નતની બહાર હજારો ચાહકો હાજર હતા. તમામ ચાહકો અચાનક રસ્તા પર આવી ગયા હતા, જે બાદ પોલીસ તેમને હટાવવા માટે લાઠીચાર્જ કરતી જોવા મળી હતી. આ દરમિયાન કોઈને ઈજા થઈ ન હતી પણ જો નાસભાગ થઈ હોત તો કદાચ ઈજા થઈ હોત. આ દરમિયાન જ્યારે પોલીસ ભીડને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહી હતી ત્યારે લોકો ભાગવા લાગ્યા હતા.

સલમાન ખાને ઈદના અવસર પર તેની ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન' રિલીઝ કરી છે અને ઈદના અવસર પર સલમાને તેના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટની બાલ્કનીમાં આવીને ચાહકોને શુભેચ્છા પાઠવી હતી. જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. વીડિયોમાં સલમાન ખાન પઠાણી કુર્તામાં નજર આવ્યો હતો. 

સલમાન ખાનના એ વીડિયોમાં તેની આસપાસ બોડી ગાર્ડ્સ પણ જોવા મળી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, ભાઈજાનને ઘણી વખત જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ કારણે તેમની સુરક્ષા વધારી દેવામાં આવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ