બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:50 AM, 25 May 2020
ADVERTISEMENT
ખદીજાનો જન્મ છઠ્ઠી સદીના મધ્યમાં મક્કામાં થયો હતો. ખદીજાનો જન્મ મક્કાના કુરાયશ કુળના એક સમૃદ્ધ વેપારીના ઘરે થયો હતો. પિતાના અવસાન પછી ખદીજાએ આખો ધંધો જાતે જ સંભાળી લીધો અને મક્કાથી સીરિયા-યમન સુધી ખૂબ જ સફળતાપૂર્વક ધંધો કર્યો. ખદીજા તેના કાફલા માટે જાતે તપાસ કર્યા પછી જ લોકોને ભરતી કરતા હતા.
સફળ અને શ્રીમંત હોવાની સાથે સાથે ખદીજાના સારા સ્વભાવને લીધે ઘણા લગ્નના પ્રસ્તાવ લાવ્યા. એવું કહેવામાં આવે છે કે ખદીજાએ પૈગમ્બર મોહમ્મદ સાથે લગ્ન પહેલા બે વાર લગ્ન કર્યા હતા. જોકે બંને પતિનું મોત નીપજ્યું હતું.
ADVERTISEMENT
આ સમય દરમિયાન ખદીજાએ મોહમ્મદ વિશે સાંભળ્યું કે જે તેના કાકા સાથે વેપાર માર્ગો પર કાફલાની સુરક્ષા કરતો હતો. ખદીજાએ મોહમ્મદની પ્રામાણિકતા જોઈને તેને તેના કારવામાં સમાવી લીધા. ખદીજાને મોહમ્મદની સંગત ગમવા લાગી અને તેણે એક મિત્ર દ્વારા જ લગ્નનો પ્રસ્તાવ મોકલ્યો. ખદીજા મોહમ્મદ કરતા 15 વર્ષ મોટા હતા.
લગ્ન સમયે ખદીજા 40 વર્ષના હતા અને મોહમ્મદની ઉંમર 25 વર્ષની હતી. પરંતુ ઉંમરનો આ અંતર તેમના પ્રેમના માર્ગમાં ક્યારેય આવ્યો નહોતો. તે સમયે ઘણી પત્નીઓ રાખવાની પ્રથા હતી. પરંતુ મોહમ્મદે તેના મૃત્યુના 25 વર્ષ બાદ બીજા લગ્ન કર્યા.
ADVERTISEMENT
મોહમ્મદથી પૈગમ્બર મોહમ્મદ બન્યા ત્યાં સુધી તેમની સફરમાં ખદીજાએ મહત્વની ભૂમિકા નિભાવી હતી. જ્યારે દેવદૂત જિબ્રાઈલ પ્રથમ વખત મોહમ્મદની સામે આવ્યા અને તેને કુરાન શીખવી, ત્યારે કોઈએ તેમના પર વિશ્વાસ ન કર્યો પરંતુ ખદીજા સૌથી મુશ્કેલ સમયમાં પતિ સાથે ઉભા રહ્યા. ખદીજા પહેલી વ્યક્તિ હતી જેમણે મોહમ્મદને છેલ્લા પૈગમ્બર તરીકે સ્વીકાર્યા અને અલ્લાહનો સંદેશો સ્વીકાર્યો.
ખદીજાએ પૈગમ્બર મોહમ્મદને વ્યવસાય સિવાય સંપૂર્ણપણે ઇસ્લામ પ્રત્યે સમર્પિત રહેવા પણ પ્રોત્સાહન આપ્યું. ઈસ્લામના ઉદભવ માટે તેમણે આર્થિક મદદ પણ કરી હતી. જ્યારે ઇસ્લામ શરૂઆતના દિવસોમાં મુશ્કેલીમાં હતો, ત્યારે ખદીજાની ઉદારતાએ લોકોનો વિશ્વાસ જીતવામાં ઘણી મદદ કરી.
ADVERTISEMENT
619 ઈસ્વી માં ખદીજા બીમાર પડ્યા અને દુનિયાને વિદાય કહી દીધુ. ખદીજાએ જે રસ્તો પસંદ કર્યો તેનાથી વિશ્વનો ઇતિહાસ બદલાઈ ગયો. પૈગમ્બર મોહમ્મદે એકવાર કહ્યું હતું કે, માણસના ઇતિહાસમાં ચાર મહાન મહિલાઓ હતી - ખદીજા બિંત ખ્વાયલિદ, ફાતિમા બિંત મોહમ્મદ (પુત્રી), મૈરી બિંત ઇમરાન (વર્જિન મૈરી) અને આસિયા બિંત મુજાહિમ. ખદીજા આજે પણ આખા વિશ્વ માટે એક ઉદાહરણ છે કે એક સાહસી અને મક્કમ નિર્ણયની મહિલા વિશ્વમાં કેટલી ઉપલબ્ધી પોતાના નામે કરી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.