બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / આરોગ્ય / effective ayurvedic medicine for fatty liver prevent from damage

Health / ખરાબ લીવરને હેલ્ધી રાખવામાં રામબાણ ઇલાજ છે આ આયુર્વેદિક ઔષધિ, ફાયદા જાણીને ચોંકી જશો

Manisha Jogi

Last Updated: 09:42 AM, 19 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફેટી લીવર અને લીવર સિરોસિસ જેવી સમસ્યા થાય છે. ફેટી લીવરની સમસ્યા નોન એલ્કોહોલિક હોય તો, દવાઓ અને ખાનપાનની મદદથી સુધારી શકાય છે.

  • લીવર શરીરનો જરૂરી ભાગ છે 
  • પાચન કરવામાં અને મેટાબોલિઝમ જાળવી રાખવામાં મદદ કરે છે
  • શરાબને કારણે લીવર ખરાબ થવા લાગે છે

લીવર શરીરનો જરૂરી ભાગ છે, જેની મદદથી શરીરમાંથી વિષાક્ત પદાર્થો બહાર નીકળી જાય છે. ઉપરાંત ભોજનનું પાચન કરવામાં અને મેટાબોલિઝમ જાળવી રાખવામાં મદદ કરે છે. અયોગ્ય ખાનપાન અને શરાબને કારણે લીવર ખરાબ થવા લાગે છે. ફેટી લીવર અને લીવર સિરોસિસ જેવી સમસ્યા થાય છે. ફેટી લીવરની સમસ્યા નોન એલ્કોહોલિક હોય તો, દવાઓ અને ખાનપાનની મદદથી સુધારી શકાય છે. આયુર્વેદમાં કેટલીક એવી ઔષધિઓ વિશે જણાવવામાં આવ્યું છે, જેની મદદથી લીવરની સમસ્યા દૂર કરી શકાય છે. 

ત્રિફલા ચૂર્ણ-
ત્રિફળા ચૂર્ણ ખૂબ જ ફાયદાકારક છે, જે આયુર્વેદિક રીતથી બનાવવામાં આવે છે. આ ચૂર્ણનું સેવન કરવાથી પાચન યોગ્ય પ્રકારે થાય છે અને શરીરમાંથી વિષાક્ત પદાર્થ દૂર થાય છે. જેથી લીવર ખરાબ થતું નથી. ત્રિફળા ચૂર્ણમાં ભરપૂર માત્રામાં એન્ટી ઓક્સિડેન્ટ અને એન્ટી ઈન્ફ્લામેટરી ગુણ રહેલા છે. લીવર ખરાબ થાય તો ત્રિફળાનું જ્યૂસ પણ પી શકાય છે. 

આમળા- 
લીવર ખરાબ ના થાય તે માટે આમળાનો ઉપયોગ કરાવની સલાહ આપવામાં આવે છે. જેથી શરીરમાં પિત્તનું બેલેન્સ રહે છે અને એસિડિટી દૂર થાય છે. નિયમિતરૂપે બેથી ચાર ચમચી આમળાના જ્યૂસનું સેવન કરવું તે ફેટી લીવર માટે ગુણકારી છે. 

એલોવેરા જ્યૂસ-
એલોવેરાને આયુર્વેદમાં ઘૃતકુમારી કહેવામાં આવે છે. એલોવેરાનું જ્યૂસ ફેટી લીવર માટે ફાયદાકારક છે, જે શરીરને ડિટોક્સ કરવામાં હેલ્પ કરે છે. આ પ્રકારે કરવાથી લીવર યોગ્ય પ્રકારે કામ કરે છે. 

હળદર-
હળદરને એન્ટી ઈન્ફ્લામેટરી અને એન્ટી ઓક્સિડેન્ટ માનવામાં આવે છે. અનેક રિસર્ચ પરથી જાણવા મળ્યું છે કે, હળદરના અર્કમાં એવા તત્ત્વ રહેલા છે, જેથી લીવર ડેમેજ થતું નથી. અનેક વાર દવાઓને કારણે લીવર ખરાબ થઈ જાય છે, જેથી હળદરના અર્કનું સેવન કરવાથી લીવર ડેમેજ થતું નથી. 

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ