બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / દિવાળી વેકેશનની શિક્ષણ વિભાગે કરી જાહેરાત, જાણો ક્યારથી ક્યાં સુધી વેકેશન રહેશે

આનંદો / દિવાળી વેકેશનની શિક્ષણ વિભાગે કરી જાહેરાત, જાણો ક્યારથી ક્યાં સુધી વેકેશન રહેશે

Last Updated: 04:49 PM, 7 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શિક્ષણ વિભાગની જાહેરાત સાથે જ વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વાલીઓ અને શિક્ષકોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે.

Diwali Vacation Date announce in Gujarat : દિવાળીના તહેવારોના પગલે રાજ્યના લાખો વિદ્યાર્થીઓ, કરોડો વાલી અને શિક્ષકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતનાં શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં 21 દિવસના દિવાળી વેકેશનની જાહેરાત કરવામાં આવી છે. 21 દિવસ લાંબા દિવાળી વેકેશન જાહેર કરવામાં આવતા શિક્ષકોથી માંડી વાલીઓમાં પણ ખુશી જોવા મળી રહી છે. પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ માટે વેકેશનની તારીખોમાં થોડો સામાન્ય તફાવત અને ફેરફાર રખાયો છે.

શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરાયો

શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા પરિપત્ર અનુસાર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વેકેશનની શરૂઆત 16 ઓક્ટોબરથી થશે. આ વેકેશન 5 નવેમ્બર સુધી ચાલુ રહેશે. જ્યારે પ્રાથમિક વિભાગનું વેકેશન 17 ઓક્ટોબરથી શરૂ થશે અને 6 નવેમ્બર સુધી ગણાશે. ત્યાર બાદ શિક્ષણના સત્રો ફરી એકવાર યથાવત્ત શરૂ કરવામાં આવશે.

આ પણ વાંચોઃ નોકરી વાંછુક યુવાનો માટે ગુડ ન્યૂઝ, ગુજરાત સરકારે રોજગાર મેળાની કરી જાહેરાત, તારીખ નોંધી લો

વાલી, વિદ્યાર્થી અને શિક્ષકો તમામ ખુશ

શિક્ષણ વિભાગની જાહેરાત સાથે જ વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વાલીઓ અને શિક્ષકોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. બહાર ફરવા માટે ટિકિટોનું બુકિંગ પણ શરૂ કરી દીધું છે. 21 દિવસના આ લાંબા વેકેશનથી વિદ્યાર્થીઓમાં પણ ઉત્સાહ અને ખુશીનો માહોલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતીઓ દિવાળીના વેકેશનમાં ફરવા માટે મોટા પ્રમાણમાં બહાર જતા હોય છે. શાળા અને શિક્ષણ રાબેતા મુજબ શરૂ થઇ જશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarati News gujarat-schools-diwali-vacation-dates-declared Diwali Vacation Date announce in Gujarat
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ