બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ED probes 12 locations of thug Kiran Patel

એક્શન / મહાઠગ કિરણ પટેલ વિરૂદ્ધ EDની કાર્યવાહી, એકસાથે 12 ઠેકાણાઓ પર દરોડા, જાણો સમગ્ર મામલો

Malay

Last Updated: 08:00 AM, 21 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Kiran Patel News: જમ્મુ-કાશ્મીર પોલીસની ફરિયાદના આધારે EDએ મહાઠગ કિરણ પટેલના 12 ઠેકાણાઓ દરોડા પાડીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. એવું કહેવાઈ રહ્યું છે કે તપાસ દરમિયાન વાંધાજનક દસ્તાવેજો મળી આવ્યા છે.

 

  • મહાઠગ કિરણ પટેલના 12 સ્થળે તપાસ
  • 12 સ્થળો પર EDએ પાડ્યા દરોડા
  • તપાસમાં વાંધાજનક દસ્તાવેજો મળી આવ્યા

મહાઠગ કિરણ પટેલે PMOના અધિકારી હોવાનું જણાવીને અનેક લોકોને ચૂનો ચોપડ્યો હોવાની ફરિયાદો નોંધાયા બાદ તપાસ ચાલી રહી છે. કિરણ પટેલની ધરપકડ બાદ મહાઠગના એક પછી એક કારનામા બહાર આવી રહ્યા છે. ત્યારે કિરણ પટેલની મુશ્કેલીઓમાં વધારો થયો છે. કારણ કે હવે કેન્દ્રીય તપાસ એજન્સી EDએ પણ આ મામલે તપાસ શરૂ કરી છે. 

કિરણ પટેલના કેસમાં ઉત્તરાખંડ પોલીસ હવે એક્શનમાં, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પણ  થઇ દોડતી, જાણો કેમ | A complaint was registered in the Ahmedabad Crime  Branch against the thug Kiran ...

એકસાથે 12 ઠેકાણાઓ પર દરોડા
ગઈકાલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ટીમોએ કિરણ પટેલના એક સાથે 12 ઠેકાણાઓ પર દરોડા પાડ્યા હતા. મહાઠગ કિરણ પટેલના સાગરિતો પર EDએ મોટી કાર્યવાહી કરી છે. જમ્મુ-કાશ્મીર પોલીસની ફરિયાદનાં આધારે ED કાર્યવાહી કરી રહી છે. 

વાંધાજનક દસ્તાવેજો મળી આવ્યા
ઈડીની ટીમ દ્વારા અમદાવાદ, ગાંધીનગર, મોરબી અને મહેસાણામાં 12 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા.  એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ટીમોએ કિરણ પટેલનાં સાથી જય સીતાપરા, હાર્દિક ચંદ્રાણા, વિઠ્ઠલ પટેલ, અમિત પંડ્યા અને પિયુષ વસીટાને ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે, તપાસ દરમિયાન અમુક સ્થળેથી વાંધાજનક દસ્તાવેજો મળી આવ્યા છે. તપાસમાં જમીનના દસ્તાવેજની સાથે સાથે ગુનાહિત પ્રવૃતિની સામગ્રી પણ મળી આવી હતી.

VTV Gujarati News and Beyond on Twitter: "મહાઠગ કિરણ પટેલ સામે પોલીસ  કાર્યવાહી યથાવત્: ટ્રાન્સફર વોરંટના આધારે 5 દિવસ બાદ અમદાવાદ લવાશે,  જુદા-જુદા ગુના હેઠળ ...

માલિની પટેલને અપાયા છે જામીન 
આપને જણાવી દઈએ કે, મહાઠગ કિરણ પટેલની પત્ની માલિની પટેલના સેશન્સ કોર્ટે 16 મેના રોજ મોરબી GPCBમાં છેતરપિંડીના કેસમાં જામીન મંજૂર કર્યા છે. જામીન મંજૂર કરતાની સાથે જ કોર્ટે  પોલીસ તપાસમાં સાથ સહકાર આપવાની ટકોર કરી છે. મહત્વનું છે કે, મોરબીના વેપારીને GPCBનું લાયસન્સ અપાવવાના બહાને મહાઠગ અને તેની પત્નીએ છેતરપિંડી આચરી હતી. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ