બ્રેકિંગ ન્યુઝ

logo
logo

KKRએ IPL 2024ના ફાઈનલમાં મેળવ્યું સ્થાન, SRH સામે 8 વિકેટે જીત

logo

કચ્છમાં પૂર્વ કચ્છ ACB ટ્રેપમાં વધુ એક લાંચ લેતો કર્મચારી ઝડપાયો

logo

IPL 2024 Qualifier 1 KKR vs SRH: SRHએ જીત્યો ટોસ, KKR સામે પ્રથમ બેટિંગ, પ્રથમ દાવમાં બનાવ્યા 159 રન

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે પૂરક પરિક્ષાના ફોર્મ ભરવા માટેની 1 દિવસની સમય મર્યાદા વધારાઈ

logo

ભાવનગરના બોર તળાવમાં 5 બાળકીઓ ડૂબી જતા 4ના મોત

logo

દિલ્હીઃ દારૂ કૌભાંડ મામલે 'આપ'ના નેતા મનીષ સિસોદિયાની જ્યુડિશિયલ કસ્ટડી લંબાવાઈ

logo

જમ્મુ-કાશ્મીરઃ પુલવામાના ત્રાલમાં સૈન્ય અને આતંકીઓ વચ્ચે ગોળીબાર

logo

સ્માર્ટ વીજ મીટરને લઈ ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય

logo

રાજકોટમાં પોલીસ ભરતી માટે તૈયારી કરતા યુવાનનું મોત

logo

સ્વાતિ માલીવાલ કેસમાં દિલ્હી પોલીસે બનાવી SITની ટીમ

VTV / ભારત / 'ED કાયદાથી ઉપર નથી' લાલુ પ્રસાદ યાદવ સાથે સંબંધિત કેસમાં દિલ્હી કોર્ટે લગાવી ફટકાર

દિલ્હી / 'ED કાયદાથી ઉપર નથી' લાલુ પ્રસાદ યાદવ સાથે સંબંધિત કેસમાં દિલ્હી કોર્ટે લગાવી ફટકાર

Last Updated: 12:22 PM, 1 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Delhi Latest News : કોર્ટે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA), 2002ની કલમ 50 હેઠળ ખાનગી હોસ્પિટલોના ડોક્ટરોના નિવેદનો રેકોર્ડ કરવા માટે તપાસ એજન્સીને ફટકાર લગાવી

Delhi News : દિલ્હીની એક કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ને સખત ઠપકો આપ્યો છે. વાત જાણે એમ છે કે, કોર્ટે કહ્યું કે ED પણ કાયદાથી બંધાયેલ છે. સામાન્ય નાગરિકો સામે કડક પગલાં લઈ શકતા નથી. કોર્ટે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA), 2002ની કલમ 50 હેઠળ ખાનગી હોસ્પિટલોના ડોક્ટરોના નિવેદનો રેકોર્ડ કરવા માટે તપાસ એજન્સીને ફટકાર લગાવી છે. EDએ આરોપીના વચગાળાના જામીન લંબાવવાનો વિરોધ કર્યો હતો.

દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટના સ્પેશિયલ જજ (પીસી એક્ટ) વિશાલ ગોગને જણાવ્યું હતું કે, PMLAની કલમ 50 હેઠળ સામાન્ય નાગરિકો સામે પગલાં લેવાનું ED માટે કોઈ વ્યાજબી નથી. કોર્ટે કહ્યું કે ભારત જેવા લોકતંત્રમાં નાગરિકોને અધિકારો છે. ન્યાયાધીશે કહ્યું કે, સરકારી એજન્સી નાગરિક અધિકારોના સમર્થક હોવાની અપેક્ષા છે. જો તે આમ નહીં કરે તો કોર્ટ ચોક્કસપણે EDના સંપૂર્ણ મનસ્વી કૃત્યનો પર્દાફાશ કરવામાં પાછળ રહેશે નહીં. કોર્ટે ચેતવણી આપી હતી કે, મજબૂત નેતાઓ, કાયદાઓ અને એજન્સીઓ સામાન્ય રીતે તે નાગરિકોને હેરાન કરે છે જેમને તેઓ રક્ષણ માટે શપથ લે છે. કોર્ટે કહ્યું કે નાગરિકોના અધિકારો EDને આપવામાં આવેલી કાયદાકીય સત્તાઓથી સંપૂર્ણપણે ઉપર છે.

નોંધનિય છે કે, કોર્ટે 30 એપ્રિલે બિઝનેસમેન અમિત કાત્યાલ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર આદેશ આપ્યો છે. આ અરજીમાં વચગાળાના જામીનની મુદત વધારવાની માંગ કરવામાં આવી હતી. કાત્યાલ પર રેલવેની નોકરી માટે જમીન કૌભાંડના સંબંધમાં પૂર્વ રેલવે મંત્રી લાલુ પ્રસાદ યાદવના પરિવારના સભ્યો સાથે વ્યવહાર કરવાનો આરોપ છે. 9 એપ્રિલે તેમણે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં બેરિયાટ્રિક પ્રક્રિયા માટે સર્જરી કરાવી હતી. કાત્યાલના વકીલોએ એપોલો અને મેદાંતા હોસ્પિટલના ડોકટરોના નિવેદનો ED દ્વારા રેકોર્ડ કરવા સામે સખત વાંધો વ્યક્ત કર્યો હતો.

વધુ વાંચો: રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં કેમ મમતા બેનર્જી સામેલ ન થયા? અમિત શાહે આપ્યો જવાબ

5 ફેબ્રુઆરી 2024ના રોજ વચગાળાના જામીન મળ્યા બાદ આ ડોક્ટરો કાત્યાલની સારવાર કરી રહ્યા હતા. તેમના વકીલે દલીલ કરી હતી કે, આ તબીબી સારવારની ગોપનીયતામાં ઘૂસણખોરી કરવા સમાન છે જે આરોપીનો મૂળભૂત અધિકાર છે. જો કે કોર્ટે કાત્યાલના વચગાળાના જામીનને લંબાવવાનો ઇનકાર કર્યો હતો તે ઇડી સામે કડકાઇ દાખવી હતી. કોર્ટે એ હકીકત પર પણ સવાલો ઉઠાવ્યા છે કે, EDએ PMLAની કલમ 50 હેઠળ સરકારી હોસ્પિટલોના કોઈપણ ડૉક્ટરની પૂછપરછ કરી નથી.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ