બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / economy slowdown auto sector mahindra production days at plants for up to 17 days this quarter
ADVERTISEMENT
મહિન્દ્રા દેશની બીજી મોટી ઓટો કંપની છે જેના પ્લાન્ટ પ્રોડક્શનમાં ઘટાડાને કારણે બંધ થઇ રહ્યા છે. આ પહેલા 7થી 9 સપ્ટેમ્બરે મારુતિ સુઝુકીના માનેસર-ગુરુગ્રામ પ્લાન્ટમાં પ્રોડક્શનનું કામ બંધ રખાયું હતું. જ્યારે હિન્દુજા સમૂહની પ્રમુખ કંપની અશોક લેલેન્ડે 16 દિવસ સુધી પ્લાન્ટ બંધ રાખવાની જાહેરાત કરી છે.

ADVERTISEMENT
મહિન્દ્રાએ 9 ઓગસ્ટે કરી હતી જાહેરાત
ન્યૂઝ એજન્સી પીટીઆઇ મુજબ મહિન્દ્રાએ શેયર બજારને પોતાના પ્લાન્ટ બંધ કરવા સંબંધિત જાણકારી આપી છે. મહિન્દ્રાએ જણાવ્યું છે કે આ ક્વાર્ટર દરમિયાન 3 દિવસ એકસ્ટ્રા પ્રોડક્શન કરવામાં આવશે નહીં. વાત એમ છે કે, ગત 9 ઓગસ્ટે કંપનીએ દેશના અલગ-અલગ પ્લાન્ટમાં 14 દિવસ સુધી પ્રોડક્શન બંધ રાખવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ હવે કંપનીએ એક્સ્ટ્રા 3 દિવસ પ્લાન્ટ બંધ રાખવાની વાત કહી છે.
ADVERTISEMENT
કૃષિ ઉપકરણમાં પણ એકથી ત્રણ દિવસ ઉત્પાદન બંધ
આ સાથે જ મહિન્દ્રાએ કહ્યું કે મહીનાના અંત સુધી કૃષિ ઉપકરણ ક્ષેત્રમાં એકથી ત્રણ દિવસ સુધી ઉત્પાદન બંધ રાખશે. કંપનીએ કહ્યું, 'વાહનોનો યોગ્ય પુરવઠો હોવાને કારણે મેનેજમેન્ટને એવુ નથી લાગતું કે તેથી બજારમાં તેના વાહનોની ઉપલબ્ધતા પર અસર પડશે.'
ADVERTISEMENT

મહિન્દ્રાના કુલ વેચાણમાં 25 ટકા સુધીનો ઘટાડો
ADVERTISEMENT
નોંધનીય છે કે ઓગસ્ટ મહીનામાં મહિન્દ્રાના કુલ વેચાણમાં 25 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. કંપનીનું વેચાણ ઘટીને 36,085 વાહન રહી ગયું છે. ગત વર્ષે ઓગસ્ટમાં મહિન્દ્રાના 48,324 વાહન વેચાયા હતા. જ્યારે દેશના વાહન વેચાણના આંકડા ઓગસ્ટમાં 20 વર્ષના નીચલા સ્તરે પહોંચી ગયા છે. વાહન નિર્માતાઓના સંગઠન સિયામ મુજબ 1997-98 બાદ આ વર્ષે ઓગસ્ટમાં પેસેન્જર વાહનોના વેચાણમાં સૌથી ઝડપી ઘટાડો નોંધાયો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.