બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / આરોગ્ય / Eating these fruits in summer keeps diseases away, also reduces the risk of cancer and heart disease

હેલ્થ / ઉનાળામાં આ ફળો ખાવાથી બીમારીઓ રહે છે દૂર, કેન્સર અને હ્રદયરોગનો ખતરો પણ ઘટે

Dinesh

Last Updated: 07:11 PM, 15 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉનાળામાં કેટલાક ફળો એવા છે, જે તમને અંદરથી ઠંડા રાખવાની સાથે તમને કેટલીક ભયંકર બીમારીઓથી પણ બચાવે છે.

ઉનાળાની ઋતુ શરુ થઈ ચુકી છે એવામાં ભોજન ઓછુ ખવાય છે અને તરસ વધુ લાગે છે. ઉનાળામાં શરીરમાંથી વધારે પરસેવો નીકળતો હોય છે. જેથી શરીરને હેલ્થી રાખવા માટે ડ્રિંકની સાથે કેટલાક ફળો પણ ખાવા જરુરી છે. જે તમને શરીરમાં ઠંડક આપવાની સાથે વિટામીન, મિનરલ્સ જેવા તત્વો પણ આપે છે, જે તમને હાઈડ્રેટ કરવાનું કામ પણ કરે છે. આવો જાણીયે, એવા ફળો વિશે જેને ઉનાળામાં ખાવાથી ખૂબ ફાયદો થાય છે. જે તમને હેલ્થી રાખવાનું કામ કરે છે, તેનાથી તમારી ઈમ્યુનિટી પણ બુસ્ટ થાય છે. 

કેરી 
ઉનાળામાં ફળોના રાજા એટલે કે કેરીની ખૂબ આતુરતાપૂર્વક રાહ જોવાતી હોય છે. કેરી સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી સાથે તેનામાં પૂરતુ પોષણ પણ હોય છે. કેરી અલગ અલગ પ્રકારની હોય છે. કેરીમાં વિટામીન એ, વિટામીન સી, આયરન અને ફાયબર પરતી માત્રામાં હોય છે. કેરીમાં એન્ટી ઓક્સિડેન્ટ, કેલ્સિયમ, મેગ્નેશિયમ જેવા તત્વો પણ હોય છે. કેરીનું જ્યુસ પણ પીવાય છે, અને ટુકડા કરીને પણ ખવાય છે.

ફળોના રાજા કેરી વિશે એવી માન્યતાઓ જે ખરેખર કેટલી સાચી?ડાયાબિટીસના દર્દીઓ  માટે કેરી કેટલી યોગ્ય,How true are myths about mango king of fruits,How  suitable is mango for ...

તરબૂચ
ઉનાળાની ગરમીમાં તરબૂચ ખૂબ ફાયદાકારક છે. તરબૂચ ખાવાથી શરીરમાં પાણીની અછત રહેતી નતી. તરબૂચ હ્રદય માટે ખૂબ ફાયદારુપ છે. તેનામાં રહેલા વિટામીન અને મિનરલ્સ હ્રદયને સ્વાસ્થ્ય રાખે છે. એક સ્ટડી મુજબ તરબૂચથી લાઈકોપીન પ્રોસ્ટેટ અને કોલોરેક્ટલ કેંસરનો ખતરો ઓછો થાય છે. તરબૂચમાં પોટેશિયમ, ફાઈબર, મેગ્નેશિયમ, વિટામિન એ, વિટામીન સીની ભરમાર હોય છે. તરબૂચથી શરીરના હાડકા, જોઈન્ટ્સ મજબૂત થાય છે. તરબૂચમાં રહેલુ બીટા ક્રિપ્ટોક્સૈન્થિન નામનું તત્વ તમારા જોઈન્ટ્સમાં થતા સોજાને અટકાવે છે. તરબૂચથી ઓસ્ટિયોપોરોસિસ કે રુમેટાઈડ અર્થરાઈટિસથી રક્ષણ મળે છે.

 

દ્રાક્ષ
ઉનાળામાં દ્રાક્ષ ખુબ ફાયદાકારક હોય છે. દ્રાક્ષમાં વિટામીન એ, વિટામીન સી, ફાઈબર, સોડિયમ જેવા તત્વો હોય છે. આ પોષક તત્વોથી શરીરને ઉર્જા મળે છે, તેનાથી શરીરની અનેક સમષ્યાઓ પણ દૂર થાય છે.

વાંચવા જેવું: શેર બજારમાંથી રૂપિયા કમાવવા હોય તો આ શેર પર લક અજમાવજો, 1250 પર જશે તેવો દાવો

નારંગી 
ઉનાળામાં નારંગી ખૂબ ખાવી જોઈએ. નારંગીમાં સામેલ વિટામીન સી,વિટામીન ડી, બીટા કેરોટિન, ફાઈબર, ઝિંક જેવા તત્વો તમારા શરીરની રોગ પ્રતિરોધક શક્તિમાં વધારો કરે છે. ઉનાળામાં નારંગીની ડીમાન્ડ પણ વધી જતી હોય છે.

Disclaimer:અહીંયા જણાવેલ નુસ્ખા અને સલાહોને અપનાવતા પહેલા ડૉક્ટર કે બીજા કોઈ એક્સપર્ટની સલાહ જરૂરથી લેવી

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ