બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Health / eat jaggery and Cardamom for good health

હેલ્થ ટીપ્સ / ખાલી પેટ પીવો ગોળ-જીરાનું પાણી અને રાત્રે ખાવ ઇલાઇચી,જાણો શું છે ફાયદા

Published By: Parth

Last Updated: 09:14 PM, 1 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગોળ અને જીરુ બંનેના સ્વાદ સારો હોય છે અને બંનેનો પ્રયોગ હેલ્થ માટે કરાય છે. તેના જુદા જુદા લાભ તો આપણે સાંભળ્યા જ હશે, આજે ગોળ અને જીરાનું પાણી પીવાના લાભ પણ જાણીએ. તમારે ગોળ અને જીરુ મિક્સ કરીને પાણીમાં ઉકાળવાનું છે અને જમતા પહેલા ખાલી પેટે તેનો પ્રયોગ કરવાનો છે. તેના લાભ સાંભળીને તમે દંગ રહી જશો.

  • આ પાણી પીવાથી શરીરમાં લોહીની કમી પુરી થાય છે. જો કોઇ વ્યક્તિને એનિમિયા હોય તો તે આ પાણી જરુર પીવે.
  • પેટની સમસ્યાઓ જેમકે કફ, ગેસ, પેટ ફુલવુ અને પેટ દર્દ વગેરેમાં ગોળ અને જીરાનુ આ પાણી ફાયદાકારક છે. તેનાથી ધીમે ધીમે તમારી પેટને લગતી સમસ્યાઓ પુરી થઇ જશે.
  •  શરીરની અંદરની સફાઇ કરવાની સાથે સાથે તે રોગપ્રતિરોધક ક્ષમતા વધારે છે. તે શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢીને શરીરને ડિટોક્સ કરે છે અને આંતરિક અંગોની સફાઇ થાય છે.
  •  શરીરના વિવિધ અંગોમાં થતા દુખાવા માટે આ શ્રેષ્ઠ ઉપાય છે. તેનાથી શારીરિક દર્દમાં રાહત મળે છે અને મહિલાઓમાં પિરિયદ દરમિયાન થતા દુખાવામાં પણ રાહત મળે છે.
  •  તાવ, શરદી, માથાનો દુખાવો જેવી સ્થિતિમાં પણ આ પાણી ફાયદાકારક સાબિત થાય છે. તાવ આવ્યો હોય તો આના સેવનથી ઝડપથી રાહત મળે છે. ભારતીય પકવાનોમાં નંખાતો એક મહત્ત્વનો મસાલો છે ઇલાઇચી. જો તમે માનતા હો કે ઇલાઇચીનો ખાવામાં ઉપયોગ કરવાથી માત્ર ખોરાકની સુગંધ અને સ્વાદ વધે છે તો તમે ખોટુ વિચારી રહ્યા છો. ઇલાઇચીનો ઉપયોગ આરોગ્યની સાથે સાથે સુંદરતા વધારવા માટે પણ થાય છે.
  •  જો તમને ખીલ કે ફોડલીઓ થવાની સમસ્યા હોય તો તમે નિયમિત રાત્રે સુતા પહેલા ગરમ પાણી સાથે ઇલાઇચીનું સેવન કરો. તેનાથી ત્વચા સંબંધિત સમસ્યાઓ દુર થશે.
  •  જો તમને પેટની સમસ્યાઓ હોય, તમારુ પેટ ઠીક રહેતુ ન હોય અથવા તમારા વાળ વધુ પ્રમાણમાં ઉતરતા હોય તો સવારે ખાલી પેટે 1 ઇલાઇચી હુંફાળા પાણી સાથે ખાઇ જાવ
  •  દિવસભર ખુબ થાક્યા હો અને રાત્રે તમને ઉંઘ આવતી ન હોય તો તેનો ઉપાય પણ ઇલાઇચી છે. ઉંઘ ન આવવાની સમસ્યાથી દુર રહેવા તમે રોજ રાત્રે સુતા પહેલા ઇલાઇચી ગરમ પાણી સાથે ખાઇ શકો છો. આમ કરવાથી ઉંઘ પણ સારી આવશે અને નસકોરા પણ નહીં બોલે

સંકળાયેલા મુદ્દાઓ

Cardamom jeggary ગોળ જીરુ Health Tips

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ