બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Health / Easy Ways to Boost Your Metabolism

સ્વાસ્થ્ય / વજન ઘટાડવું છે? તો મેટાબોલિઝમને ફાસ્ટ કરો

vtvAdmin

Last Updated: 10:38 AM, 29 June 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આપણી આસપાસમાં ઘણા એવા લોકો હશે જે ઘણુ વધારે જમતા હોય છતાં સ્લીમ એન્ડ ટ્રીમ હોય. તો કેટલાક લોકો બહુ ઓછુ જમે છતાં વજન ઉતરે જ નહીં. આની પાછળનું મેઇન રિઝન છે મેટાબોલિઝમ. મેટાબોલિઝમ એટલે કે ચયાપચયની ક્રિયા. જો મેટાબોલિઝમની ક્રિયા સતેજ હોય તો વજન ઉતારવું સરળ થઇ જાય છે.

શું છે આ મેટાબોલિઝમ:
વ્યક્તિ જે ખાય છે તેમાથી એનર્જી ઉત્પન્ન થાય છે તેને યોગ્ય જગ્યાએ વાપરવાનું કામ મેટાબોલિઝમ કરે છે. જ્યારે આ ક્રિયા ધીમી હોય ત્યારે તમે લીધેલી કેલરીનો યોગ્ય ઉપયોગ થઇ શકતો નથી. વેઇટલોસ કરવા એ જરુરી છે કે તમે જેટલી કેલરી લો છો તેટલી ખર્ચો છો કે નહીં. જો લીધેલી કેલરી ખર્ચાશે નહીં તો વજન ઘટશે જ નહીં. જો તમારું મેટાબોલિઝમ સ્ટ્રોંગ હશે તો તમારું શરીર ઉંઘમા પણ સારી એવી કેલરી વાપરશે. જેનું મેટાબોલિઝમ સ્ટ્રોંગ હોય તેના માટે વજન ઉતારવું સરળ બની જાય છે.

 

આ ફાયદા પણ થઇ શકે:
મેટાબોલિઝમનો ફાયદો માત્ર વેઇટલોસ પુરતો જ નથી. તે શરીરને અંદરથી પણ સાફ કરે છે. શરીરના ટોક્સિન્સ એનાથી પણ દુર થાય છે. આ ઉપરાંત લોહીનું પરિભ્રમણ પણ વધે છે અને આવા લોકોની નર્વસ સિસ્ટમ પણ સારી રીતે કામ કરે છે. આવી વ્યક્તિનો મુડ પણ સારો રહે છે. આવી વ્યક્તિ સ્ટ્રેસ ફ્રી રહી શકે છે. જેનું મેટાબોલિઝમ ફાસ્ટ હોય તેની સ્કીન પણ સારી રહે છે અને એજિંગના ચિહ્નો પણ દેખાતા નથી. શરીરને પુરતુ પોષણ પણ મળે છે.

કેવી રીતે વધારશો મેટાબોલિઝમ:
આ માટે એક્સર્સાઇઝ ખુબ જરુરી છે. સ્નાયુઓને મજબુત બનાવવા પડે છે. એક્સર્સાઇઝ લાંબા ગાળાનો અક્સીર ઉપાય છે. આ ઉપરાંત તમારા ડાયેટમાં ઓમેગા-3 ફેટી એસિડનો સમાવેશ કરો કેમકે તે બ્લડ શુગરને નિયંત્રિત રાખે છે. ઓમેગા- 3 અળસીના બી, અખરોટ, ઇંડા અને માછલીમાંથી મળે છે. મેટાબોલિઝમને સારુ રાખવા પુરતી અને રાતની એકધારી ઉંઘ જરુરી છે.ગ્રીન ટી પણ તમારું મેટાબોલિઝમ સુધારે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Health Weight Loss Tips lifestyle weight loss Health
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ