બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / વિશ્વ / Earthquake News Strong tremors of earthquake in Indonesia, intensity was 5.5 on Richter scale

BIG BREAKING / 5.5ની તીવ્રતાના આંચકાથી ધ્રુજી વધુ એક દેશની ધરા, લોકો ઘરની બહાર દોડી આવ્યાં

Megha

Last Updated: 09:03 AM, 27 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈન્ડોનેશિયામાં સોમવારે 5 વખત ધરા ધ્રુજી હતી જેમાંથી એક ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.5 હતી અને તેનું કેન્દ્ર જમીનની 12 કિલોમીટર અંદર હતું.

  • ઈન્ડોનેશિયામાં સોમવારે 5 વખત ધરા ધ્રુજી 
  • સોમવારે આવેલ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.5 હતી
  • તુર્કી-સીરિયામાં ભૂકંપના કારણે તબાહી મચી હતી 

ઈન્ડોનેશિયામાં સોમવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જણાવી દઈએ કે યુરોપિયન મેડિટેરેનિયન સિસ્મોલોજીકલ સેન્ટરના જણાવ્યા અનુસાર ઈન્ડોનેશિયામાં સોમવારે આવેલ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.5 હતી અને તેનું કેન્દ્ર જમીનની 12 કિલોમીટર અંદર હતું. 

આ મહિનાની શરૂઆતમાં પણ આવ્યો હતો ભૂકંપ 
મળતી જાણકારી અનુસાર આ ભૂકંપ ઇન્ડોનેશિયાના સુલાવેસીમાં ત્યાંના સ્થાનિક સમય અનુસાર સવારે 1.26 વાગ્યે આવ્યો હતો. નોંધનીય છે કે આ મહિનાની શરૂઆતમાં પણ ઇન્ડોનેશિયાના પાપુઆમાં ભૂકંપ આવ્યો હતો, જેમાં ચાર લોકોના મોત થયા હતા. જણાવી દઈએ કે એ ચાર લોકો દરિયામાં બોટ પર બનેલી રેસ્ટોરન્ટમાં હતા અને એ જ સમયે ભૂકંપનો આંચકો આવ્યો હતો અને એ બોટ પર બેનલ રેસ્ટોરન્ટ દરિયામાં ડૂબી જવાને કારણે ચાર લોકોના મોત થયા હતા. 

ઈન્ડોનેશિયામાં સોમવારે 5 વખત ધરા ધ્રુજી 
ઈન્ડોનેશિયાના સુલાવેસીમાં સોમવારે ભૂકંપના 1 કલાકની અંદર 5 ધરા ધ્રુજી હતી. જો કે એ ભૂકંપના ઝાટકાની તીવ્રતા 3.1 થી 4.5 સુધીની હતી અને આ આંચકાનું કેન્દ્ર જમીનની અંદર 10 કિલોમીટર અંદર હતું. અચાનક ભૂંકપ આવતાની સાથે જ લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. સાથે જ લોકોમાં ડરનો માહોલ પણ જોવા મળ્યો હતો. જણાવી દઈએ કે ભૂકંપના કારણે હજુ સુધી કોઈ નુકસાનના સમાચાર સામે આવ્યા નથી. 

તુર્કી-સીરિયામાં ભૂકંપના કારણે તબાહી મચી હતી 
આપણએ બધા જાણીએ છીએ કે 6 ફેબ્રુઆરીએ તુર્કી અને સીરિયામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ત્યાં આવેલ એ ભૂકંપ ખૂબ જ જોરદાર હતો અને રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.8 હતી. સાથે જ ભૂકંપનું કેન્દ્ર દક્ષિણ તુર્કીમાં ગાઝિયાંટેપ હતું જે સીરિયા અને તુર્કીની સરહદ પર આવેલ છે. આવી સ્થિતિમાં ભૂકંપના કારણે બંને દેશોમાં ભારે તબાહી સર્જાઈ હતી. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ