બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Earthquake Hits Gujarats Kutch With 3.4 Magnitude
ADVERTISEMENT
મળતી જાણકારી પ્રમાણે, કચ્છમાં ફરીએકવાર ભૂકંપના આંચકો અનુભવાતા સ્થાનિકોમાં ફફડાટ વ્યાપ્યો છે, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તિવ્રતા 3.4 માપવામાં આવી હતી.
ભચાઉથી 7 કિલોમીટર દૂર કેન્દ્રબિંદુ
ADVERTISEMENT
જો કે, ભૂકંપને પગલે કોઈ નુકસાની થઈ હોવાના અહેવાલો પ્રાપ્ત થયાં નથી. ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી 07 કિલોમીટર દૂર નોંધાયું હતું.
કચ્છમાં વારંવાર ધરતીકંપ કેમ આવે છે?
ADVERTISEMENT
ADVERTISEMENT
ભૂકંપની તીવ્રતા કેવી રીતે મપાય છે?
- 0થી 2 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ આવતા તેની અસર ઓછી થાય છે. આંચકાનો અનુભવ થતો નથી. માત્ર સીઝ્મોગ્રાફથી જ જાણી શકાય છે.
- 2થી 2.9 રિક્ટર સ્કેલઃ આ ભૂંકપ આવવાથી સામાન્ય આંચકો અનુભવાય છે. થોડી અસર થાય છે.
- 3થી 3.9 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ આવતાં પંખા અને ઝુમર હલવા માંડે છે. આવા આંચકાથી વસ્તુઓ વેર વિખેર થઇ જાય છે. તમારી બાજુમાંથી કોઇ ટ્રક પસાર થયો હોય તેવી અસર થાય છે.
- 4થી 4.9 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ એ સાવધાનનો ઇશારો આપે છે. દિવાલોમાં તિરાડો પડી શકે છે. કાચા મકાનો નીચે પડે છે. બારીઓ તૂટી શકે છે. દીવાલો પર લટકાવેલી વસ્તુઓ નીચે પડી શકે છે.
- 5થી 5.9 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ ખતરનાક સાબિત થાય છે. ફર્નિચર તેની જગ્યા પરથી હલવા માંડે છે. વધુ નુકશાન થાય છે. ફર્નિચર હલવાથી નાની મોટી ઇજાઓ પણ પહોંચે છે.
- 6થી 6.9 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ બહુજ ખતરનાક માનવામાં આવે છે. આ આંચકો આવાથી કાચી ઇમારતો વધુ પડે છે. જેથી જાનમાલને વધુ નુકશાન થાય છે. ઇમારતોના ઉપરના માળને નુકસાન થઇ શકે છે. ઇમારતોમાં તિરાડો પડી શકે છે.
-7થી 7.9 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ આવવા પર બિલ્ડીંગો ધરાશાયી થઇ શકે છે. જમીનની અંદરના પાઇપ ફાટી જાય છે. આ ભૂકંપ આવાથી વધુ તબાહી મચાવી છે. આવો ભૂકંપ ગુજરાતમાં વર્ષ 2001માં ભૂજમાં આવ્યો હતો. અને વર્ષ 2015માં નેપાળમાં આવ્યો હતો. આ ભૂકંપે તબાહી મચાવી દીધી હતી.
- 8થી 8.9 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ આવાથી સંપૂર્ણ વિનાશ કરી દે છે. ઇમારતો સહિત પુલ પડી જાય છે.
- 9 અને તેનાથી વધુ રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ આવવા પર સંપૂર્ણ તબાહી સર્જાઇ શકે છે. કોઇ મેદાનમાં ઉભા હોઇએ તો તેને ધરતી લહેરાતી જોવા મળે. સમુદ્ર નજીક હો તો સુનામી આવે. ભૂકંપમાં રિક્ટર દરેક સ્કેલના મુકાબલે 10 ગણો વધુ ખતરનાક હોય છે.
ADVERTISEMENT
કચ્છમાં વારંવાર ધરતીકંપ કેમ આવે છે?
કરોડો વર્ષ પહેલા ભારતીય ઉપખંડ પૃથ્વીના દક્ષિણ તરફના હિસ્સા ગોંડવાનાલેન્ડનો ભાગ હતો. આશરે 44 કરોડ વર્ષ પહેલા ગોંડવાનાલેન્ડમાં ભંગાણ પડ્યું હતું. આ ભંગાણને કારણે ભારતીય ઉપખંડ ધીમે-ધીમે ઉત્તર તરફ ખસ્યો દરમિયાન ઉપખંડના ઉત્તર તરફ પોતાનાથી અનેકગણી મોટી યુરેશિયન પ્લેટ સાથે ટકરાયો હતો. અને આ ઘટના દરમિયાન હિમાલય પર્વતની રચના થઈ. ભારતીય પ્લેટનો હિમાલયન કોલાઈઝનનો ઘણોખરો ભાગ કચ્છમાં છે. ભૌગોલિક દ્રષ્ટિએ ગુજરાત હિમાલયન કોલાઈઝન ઝોનમાં આવેલુ છે. ઈન્ડિયન પ્લેટની બાઉન્ડ્રી કચ્છમાં હોવાને કારણે પ્લેટ સતત અથડામણ અનુભવે છે
ADVERTISEMENT
જાણો ભૂકંપ કેમ આવે છે ?
આપણે એકદમ સ્થિર ધરતી પર રહેવા ટેવાયેલા હોવાથી, ધરતી ધ્રૂજવા લાગે ત્યારે, મન ગભરાયેલા કબૂતરની જેમ ફફડી ઊઠે છે. ત્યારે ઘણી વખત સવાલ થાય છે આખરે ભૂકંપ કેમ આવે છે? કેટલાંક જાણે છે તો કેટલાંક પાસે અધૂરી માહિતી હોય છે. આવામાં આજના EK Vaat Kau વીડિયોમાં સરળ ભાષામાં સમજો કે આખરે ભૂકંપ કેવી રીતે આવે છે અને તેનું માપન કેવી રીતે થાય છે?
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.