બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / બિઝનેસ / Earning Opportunity from Jhunjhunwala's Investment Company! IPO to open on August 4, know details

રોકાણની તક / ઝુનઝુનવાલાની ઇન્વેસ્ટમેન્ટ કંપનીમાંથી કમાણીની તક! 4 ઓગસ્ટે ખુલશે IPO, જાણો વિગતો

Megha

Last Updated: 04:03 PM, 1 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતના અમદાવાદમાં સ્થિત કોનકોર્ડ બાયોટેક તેના ઉત્પાદનો અમેરિકા (યુએસએ), યુરોપ અને જાપાન જેવા દેશો સહિત વિશ્વના 70 દેશોમાં સપ્લાય કરે છે. જેનો IPO આવવા જઈ રહ્યો છે.

  • IPO Market આ દિવસોમાં ઘણી હરિયાળી જોવા મળી
  • 4 ઓગસ્ટ, 2023ના રોજ કોનકોર્ડ બાયોટેક લિમિટેડનો IPO ખુલશે
  • 18 ઓગસ્ટે થઈ શકે છે લિસ્ટિંગ 

આઈપીઓ માર્કેટમાં  (IPO Market) આ દિવસોમાં ઘણી હરિયાળી જોવા મળી રહી છે. લગભગ દર અઠવાડિયે કોઈને કોઈ કંપનીના ઈશ્યુ ખુલી રહ્યા છે. જો તમે પણ રોકાણ કરવાનું વિચારી રહ્યા હોવ અને ભૂતકાળમાં લોન્ચ થયેલા IPOમાં દાવ લગાવી શક્યા ન હોવ, તો તમારા પૈસા તૈયાર રાખો, બે દિવસ પછી એટલે કે 4 ઓગસ્ટ, 2023ના રોજ એક ફાર્માસ્યુટિકલ કંપની કોનકોર્ડ બાયોટેક લિમિટેડનો IPO ખુલશે. જો કે આ સબ્સ્ક્રિપ્શન ખાસ વાત એ છે કે દિગ્ગજ રોકાણકાર સ્વર્ગસ્થ રાકેશ ઝુનઝુનવાલાએ પણ આ કંપનીમાં રોકાણ કર્યું છે, જેનો પોર્ટફોલિયો હવે તેમની પત્ની રેખા ઝુનઝુનવાલા સંભાળી રહી છે. 

રૂ.1551 કરોડ છે ઇશ્યુની સાઇઝ 
ગુજરાતના અમદાવાદમાં સ્થિત કોનકોર્ડ બાયોટેક તેના ઉત્પાદનો અમેરિકા (યુએસએ), યુરોપ અને જાપાન જેવા દેશો સહિત વિશ્વના 70 દેશોમાં સપ્લાય કરે છે. Concord Biotech IPO 4 ઓગસ્ટે સબસ્ક્રિપ્શન માટે ખુલશે અને રોકાણકારો 8 ઓગસ્ટ સુધી તેમાં રોકાણ કરી શકશે. આ ઈસ્યુ સંપૂર્ણપણે ઓફર ફોર સેલ (OFS) છે અને તેનું કદ રૂ. 1,551 કરોડ છે. નોંધપાત્ર રીતે OFS એ કોઈપણ લિસ્ટેડ કંપનીઓ માટે એક્સચેન્જ પ્લેટફોર્મ દ્વારા તેમના શેર વેચવાની એક સરળ રીત છે. 

પ્રાઇસ બેન્ડ રૂ.705-741 પર સેટ
કોનકોર્ડ બાયોટેક લિમિટેડના IPO માટે પ્રાઇસ બેન્ડ નક્કી કરવામાં આવી છે. તેની પ્રાઇસ બેન્ડ 705 થી 741 રૂપિયા પ્રતિ શેર રાખવામાં આવી છે. આ IPO દ્વારા કંપનીના હાલના શેરધારકો 20,925,652 શેર વેચશે. આ ફાર્માસ્યુટિકલ કંપનીના IPO માટે હજુ બે દિવસ બાકી છે, તે પહેલા તે ગ્રે માર્કેટમાં ધૂમ મચાવી રહી છે. 

કર્મચારીઓને રોકાણ પર આટલું ડિસ્કાઉન્ટ મળે
આ કંપનીને રેખા ઝુનઝુનવાલાનું સમર્થન છે અને આ હેઠળ, 50 ટકા ઇશ્યૂ સંસ્થાકીય રોકાણકારો (QIB) માટે અનામત રાખવામાં આવ્યો છે. આ સિવાય બિન-સંસ્થાકીય રોકાણકારો (NII) માટે 15 ટકા અને છૂટક રોકાણકારો માટે 35 ટકા હિસ્સો રાખવામાં આવ્યો છે. કંપનીએ તેના કર્મચારીઓ માટે વધારાના ડિસ્કાઉન્ટની જોગવાઈ કરી છે. આ અંતર્ગત કર્મચારીઓ માટે પ્રતિ શેર 70 રૂપિયાનું ડિસ્કાઉન્ટ નક્કી કરવામાં આવ્યું છે. 

18 ઓગસ્ટે થઈ શકે છે લિસ્ટિંગ 
કોનકોર્ડ બાયોટેકનો IPO 8 ઓગસ્ટે બંધ થયા બાદ તેના શેરનું લોટમેન્ટ 11 ઓગસ્ટે કરવામાં આવશે. આ પછી રોકાણકારોના ડીમેટ ખાતામાં શેર ક્રેડિટ કરાવવા માટે 17 ઓગસ્ટની તારીખ નક્કી કરવામાં આવી છે. શેરબજારમાં કોનકોર્ડ બાયોટેક IPOના લિસ્ટિંગ માટેની સંભવિત તારીખ 18 ઓગસ્ટ, 2023 નક્કી કરવામાં આવી છે. 

(નોંધ- શેરબજારમાં કોઈપણ રોકાણ કરતા પહેલા, તમારા બજાર નિષ્ણાતની સલાહ લો.)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ