બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / E20 પેટ્રોલથી માઈલેજ ઘટવાનું કારણ શું? સરકારે કહ્યું- માત્ર પેટ્રોલ નહીં, આ કારણો પણ જવાબદાર
6 ફોટો ગેલેરી
Last Updated: 09:57 AM, 16 August 2026
1/6
પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે જણાવ્યું છે કે E20 પેટ્રોલના કારણે કેટલાક વાહનોમાં માઈલેજમાં 3થી 5 ટકા સુધીનો ઘટાડો થઈ શકે છે. જોકે રસ્તા પર મળતા વાસ્તવિક માઈલેજ માટે માત્ર E20 પેટ્રોલને જવાબદાર ગણી શકાય નહીં. સાથે જ પેટ્રોલમાં પાણીની ભેળસેળના દાવા અંગે પણ સરકારી તેલ કંપનીઓએ ટેસ્ટિંગના આંકડા જાહેર કર્યા છે.
2/6
પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે વાસ્તવિક માઈલેજ અનેક બાબતો પર નિર્ભર કરે છે. વાહન કેવી રીતે ચલાવવામાં આવે છે અને રસ્તા પર કેટલો ટ્રાફિક છે તેની પણ માઈલેજ પર સીધી અસર પડે છે. ટાયરમાં હવાનું યોગ્ય પ્રેશર ન હોવું અને વાહનની યોગ્ય રીતે જાળવણી ન થવી પણ માઈલેજ ઘટાડે છે. આ ઉપરાંત ઉનાળામાં ACનો વધુ ઉપયોગ થવાથી પણ ઈંધણનો વપરાશ વધી શકે છે.
3/6
સરકારે સ્વીકાર્યું છે કે કેટલાક વાહનોમાં E20 પેટ્રોલના ઉપયોગથી માઈલેજમાં 3થી 5 ટકા સુધીનો ઘટાડો જોવા મળી શકે છે. જોકે તેનો અર્થ એ નથી કે દરેક વાહનમાં આટલો જ ઘટાડો થશે. વાહનની ઉંમર, એન્જિનની સ્થિતિ, વાહનની જાળવણી અને તેને કયા પ્રકારના રસ્તા પર ચલાવવામાં આવે છે તે બાબતો પણ મહત્વની છે. E20 પેટ્રોલને બજારમાં લાવતા પહેલાં તેની ટેસ્ટિંગ કરવામાં આવી હોવાનો પણ સરકારનો દાવો છે.
4/6
ભારત પોતાની ક્રૂડ ઓઇલની જરૂરિયાતનો મોટો હિસ્સો વિદેશમાંથી આયાત કરે છે. ક્રૂડ ઓઇલની આયાત પરની નિર્ભરતા ઘટાડવા માટે દેશમાં ઉપલબ્ધ વિકલ્પોનો ઉપયોગ વધારવામાં આવી રહ્યો છે. આ માટે પેટ્રોલમાં ઇથેનોલ ભેળવવાનું પ્રમાણ વધારવામાં આવ્યું છે. E20 પેટ્રોલમાં 20 ટકા ઇથેનોલનું મિશ્રણ હોય છે. દેશમાં બનતા ઇથેનોલનો ઉપયોગ વધારવો પણ આ નીતિનો એક મહત્વનો હેતુ છે.
5/6
E20 પેટ્રોલમાં પાણી અથવા અન્ય પદાર્થોની ભેળસેળ થતી હોવાના દાવા પણ સામે આવ્યા હતા. જોકે ઇન્ડિયન ઓઇલ, ભારત પેટ્રોલિયમ અને હિંદુસ્તાન પેટ્રોલિયમ જેવી સરકારી તેલ કંપનીઓએ આ દાવાઓને ખોટા ગણાવ્યા છે. રિફાઇનરીમાંથી લેવામાં આવેલા 100થી વધુ પેટ્રોલના સેમ્પલમાં ક્લોરાઇડનું પ્રમાણ 1 પીપીએમ અથવા તેનાથી ઓછું મળ્યું હતું. ડિસ્ટિલરી અને ડેપોમાંથી લેવામાં આવેલા 80થી વધુ E20 સેમ્પલમાં પણ ક્લોરાઇડનું પ્રમાણ નક્કી કરાયેલી 3 પીપીએમની મર્યાદાથી ઓછું મળ્યું હતું.
6/6
પેટ્રોલમાં પાણીની ભેળસેળના દાવા બાદ તેલ કંપનીઓ દ્વારા દેશભરમાં મોટા પાયે તપાસ કરવામાં આવી હતી. કંપનીઓના જણાવ્યા પ્રમાણે લગભગ 90 હજાર પેટ્રોલ પંપના જમીનની અંદર આવેલા અંડરગ્રાઉન્ડ ટાંકીની તપાસ કરવામાં આવી. તપાસ દરમિયાન કોઈ પણ ટાંકીમાં પાણી જવાના પુરાવા મળ્યા નથી. પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ પણ જણાવ્યું હતું કે પેટ્રોલ પંપ પર મોટા પાયે ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે અને ભેળસેળના કેસ ખૂબ જ ઓછા મળ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ