બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / બિઝનેસ / E-commerce websites can no longer sell anything in the name of health or energy, FSSAI gives strict directive

બિઝનેસ / હવેથી હેલ્થ કે એનર્જીના નામે કંઇ પણ નહીં વેચી શકે ઇ-કોમર્સ વેબસાઇટ્સ, FSSAIએ આપ્યો સખ્ત નિર્દેશ

Megha

Last Updated: 10:02 AM, 3 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

FSSAI એ ઈ-કોમર્સ પ્લેટફોર્મને તેમની વેબસાઈટ પર વેચાતા પીણાંને યોગ્ય કેટેગરીમાં વર્ગીકૃત કરવા જણાવ્યું છે, જેથી યોગ્ય માહિતી લોકો સુધી પહોંચે અને ગ્રાહકો યોગ્ય ઉત્પાદનો ખરીદી શકે.

ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા એટલે કે FSSAI એ તમામ ઈ-કોમર્સ ફૂડ બિઝનેસ ઓપરેટરોને ચેતવણી આપી છે કે તેઓ તેમની વેબસાઈટ દ્વારા હેલ્થ ડ્રિંક અને એનર્જી ડ્રિંક જેવા શબ્દોનો દુરુપયોગ ન કરે. 

તમે પણ કરો છો એનર્જી ડ્રિંકનું સેવન? તો થઈ જજો સાવધાન, જાણો સ્વાસ્થ્ય માટે  કઈ રીતે છે ખતરનાક | Energy drinks can prove dangerous for health

FSSAI એ ઈ-કોમર્સ પ્લેટફોર્મને તેમની વેબસાઈટ પર વેચાતા ખાદ્યપદાર્થો અને પીણાંને યોગ્ય કેટેગરીમાં વર્ગીકૃત કરવા જણાવ્યું છે, જેથી યોગ્ય માહિતી લોકો સુધી પહોંચે અને ગ્રાહકો યોગ્ય ઉત્પાદનો ખરીદી શકે. હેલ્થ ડ્રિંક્સ અને એનર્જી ડ્રિંક્સના નામે ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર આવા ઘણા પીણાં વેચવામાં આવે છે, જે ધોરણોને પૂર્ણ કરતા નથી. FSSAI એ આવા પીણાંના વર્ગીકરણ અંગે ઈ-કોમર્સ કંપનીઓને કડક સૂચના આપી છે.

FSSAIએ કહ્યું છે કે વેબસાઇટ્સ દ્વારા વેચવામાં આવતા ખાદ્ય ઉત્પાદનોનું યોગ્ય વર્ગીકરણ નક્કી કરવું જોઈએ અને વેચાણ વધારવા માટે આવા શબ્દોનો ઉપયોગ ન કરવો જોઈએ, જે નિયમો હેઠળ માન્ય નથી.  FSSAI એ તમામ ઈ-કોમર્સ ઓપરેટરોને સલાહ આપી છે કે તેઓ તેમની વેબસાઈટ પર 'હેલ્થ ડ્રિંક' અથવા 'એનર્જી ડ્રિંક'ની કેટેગરીમાંથી આવા પીણાંને દૂર કરે કારણ કે આ રીતે યોગ્ય રીતે વિભાજન ન કરવું ગ્રાહકોમાં મૂંઝવણ પેદા કરે છે.

FSSAI એ સ્પષ્ટ કર્યું છે કે 'હેલ્થ ડ્રિંક' શબ્દ FSS એક્ટ 2006 અથવા તેના હેઠળ બનાવેલા નિયમો હેઠળ ક્યાંય વ્યાખ્યાયિત નથી. હકીકતમાં, ફૂડ કેટેગરી સિસ્ટમ (FCS) 14.1.4.1 અને 14.1.4.2 (કાર્બોનેટેડ અને નોન-કાર્બોરેટેડ વોટર બેઝ્ડ ફ્લેવર્ડ ડ્રિંક્સ) હેઠળ લાઇસન્સ પ્રાપ્ત ઉત્પાદનો પર જ એનર્જી ડ્રિંકનો ઉપયોગ કરવાની મંજૂરી છે. પરંતુ એનર્જી ડ્રિંક્સ કે હેલ્થ ડ્રિંકના નામે બજારમાં આવી અનેક પ્રોડક્ટ્સ આડેધડ વેચાઈ રહી છે.

વધુ વાંચો : નોકરીયાત વર્ગ આ રીત અપનાવી ઈન્કમ ટેક્સમાં મેળવી શકે છે વર્ષે લાખોની રાહત

સાથે જ એમ પણ કહ્યું છે કે તેનો ઉદ્દેશ્ય ઉત્પાદનોની ગુણવત્તા અંગે સ્પષ્ટતા અને પારદર્શિતા લાવવાનો છે, જેથી ગ્રાહક ખોટી માહિતીને કારણે એવી વસ્તુ ન ખરીદે જે તેના સ્વાસ્થ્ય માટે સારું ન હોય. FSSAIએ પ્રોપ્રાઈટરી ફૂડના નામે આવા ઉત્પાદનોનો પ્રચાર અને વેચાણ કરવાનો નિર્દેશ આપ્યો છે. Proprietary foodમાં એવા ખોરાકનો સમાવેશ થાય છે જે ખાદ્ય સુરક્ષા અને ધોરણોમાં પ્રમાણિત નથી.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ