બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / બિઝનેસ / Employed class can get relief of lakhs in income tax by adopting this method

જાણી લો / નોકરીયાત વર્ગ આ રીત અપનાવી ઈન્કમ ટેક્સમાં મેળવી શકે છે વર્ષે લાખોની રાહત

Dinesh

Last Updated: 10:59 PM, 2 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે નોકરીયાત વર્ગથી બિલોંગ કરો છો અને તમારે ઈન્કમ ટેક્સમાં રાહત મેળવવી હોય તો અમે તમે અહીંયા જણાવેલા ઉપાયો અપનાવી લાખો રૂપિયાની બચત કરી શકો છો.

તમે ઈન્કમ ટેક્સ પેયર્સ છો તો આ આર્ટિકલ તમારા કામનો છે. ન્યૂ ટેક્સ રિજીમ લાગુ થયુ છે પરંતુ જો તમે નોકરીયાત વર્ગમાં આવો છો તો તમને ટેક્સમાં રાહત મળી શકે છે. આ રાહત ઈન્કમ ટેક્સની કલમ 80C હેઠળ આપવામાં આવે છે. જેમાં તમે 1.5 લાખ રૂપિયા સુધી બચાવી શકો છો. તમે નીચે જણાવેલ ઉપાયો અપનાવી ટેક્સ બચાવી શકો છો.

ન્યૂ ટેક્સ રિજીમમાં પણ મળશે 8 પ્રકારની રાહત, વિગતો જાણી તમે પણ બચાવી શકશો  લાખો રૂપિયા / 8 types of relief will also be available in the new tax  regime, knowing the

FD
તમે 5 વર્ષવાળી FDમાં રોકાણ કરો તો તમે 1.5 લાખ રૂપિયા સુધી ટેક્સમાં રાહત મેળવી શકો છો.     FD પર 7 થી 8% વ્યાજ મળે છે.FD પર મળતું વ્યાજ કરપાત્ર છે. પરંતુ ઈન્કમ ટેક્સની કલમ 80C હેઠળ FD પર રાહત મળી શકે છે.

ઇક્વિટી લિંક્ડ સેવિંગ્સ સ્કીમ
ઇક્વિટી લિંક્ડ સેવિંગ્સ સ્કીમમાં પણ પૈસા રોકી ટેક્સમાં રાહત મેળવી શકો છો. આનો લોક ઇન પિરિયડ 3 વર્ષનો હોય છે. એક નાણાકીય વર્ષમાં 1 લાખનું રિડેમ્પશન ટેક્સ ફ્રી છે. 1 લાખથી વધી જતા તેની પર 10%ના દરે ટેક્સ લાગે છે.

ન્યૂ ટેક્સ રિજીમમાં પણ મળશે 8 પ્રકારની રાહત, વિગતો જાણી તમે પણ બચાવી શકશો  લાખો રૂપિયા / 8 types of relief will also be available in the new tax  regime, knowing the

લાઈફ ઈન્સ્યોરન્સ
જીવન વીમા પોલિસી મોટા ભાગના લોકોએ લેવાનું શરૂ કર્યુ છે. જીવન વીમા પૉલિસી મારફતે તમે વાર્ષના 1.5 લાખ રૂપિયા સુધી ટેક્સ બચાવી શકો છો.

ટ્યૂશન ફી
ઈન્કમ ટેક્સની કલમ 80C હેઠળ જો તમે તમારા બાળકોના શિક્ષણ માટે ટ્યુશન ફી ચૂકવો છો તો તેના પર ટેક્સ સેવિંગનો લાભ ઉઠાવી શકો છો.

સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ 
આ સ્કિમ હેઠળ પણ તમે ટેક્સ બચાવી શકો છો. આ સ્કીમ 5 વર્ષ માટે હોય છે. જેમની ઉંમર 60 વર્ષથી વધુ છે તેઓ આ સ્કિમનો લાભ મેળવી શકે છે.

ઈન્કમ ટેક્સ કેવી રીતે બચાવવો? 3 ટ્રિક તમને કરાવશે ચોક્કસ મોટો ફાયદો, છૂટ  એવી કે કોઈ ઝંઝટ જ નહીં | save income tax by house rent or home loan hra tax  exemption

સુકન્યા સમૃદ્ધિ યોજના
આ યોજનામાં રિટર્નની સાથે ટેક્સ બેનિફિટનો પણ લાભ મળે છે. દીકરીઓના શિક્ષણ માટે સરકાર દ્વારા આ યોજના શરૂ કરાઈ છે. આ યોજના કરમુક્ત છે.

PPF
પબ્લિક પ્રોવિડન્ટ ફંડમાં રોકાણ કરવાથી ટેક્સમાં રાહત મળે છે. તેનો લોક-ઇનનો સમયગાળો 15 વર્ષનો હોય છે. PPFના વ્યાજ દરો દર ક્વાર્ટરમાં બદલાય જાય છે. પીપીએફમાં જે વ્યાજ મળે છે તે વ્યાજ ટેક્સ ફ્રી હોય છે.

NSC
નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ સ્કીમમાં 5 વર્ષ સુધી 6.8 ટકા વ્યાજ મળે છે. આ સ્કીમમાં તમે 1 વર્ષમાં રૂપિયા 1.5 લાખ સુધીની ટેક્સ રાહત મેળવી શકો છો.

NPS
નેશનલ પેન્શન સિસ્ટમ હેઠળ તમે રિટાયરમેન્ટ માટે પૈસા ઈન્વેસ્ટ કરી શકો છો. આમાં તમે વાર્ષિક 2 લાખ રૂપિયા સુધીનો ટેક્સ બચાવી શકો છો. આ સાથે તમે વધારાના 80CCD (1B) હેઠળ 50,000 રૂપિયા ટેક્સ પેટે બચાવી શકો છો.

EPF
તમે એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ સ્કીમ હેઠળ પણ ટેક્સ બચાવી શકો છો. જેમાં     તમે 80C હેઠળ એક વર્ષમા 1.5 લાખ રૂપિયા સુધીની રાહત મેળવી શકો છો.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ