બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં વરસાદ અને ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી, રાજ્યમાં વરસાદ સાથે આગામી 5 દિવસ રાજ્યમાં હીટવેવની આગાહી

logo

સાબરકાંઠા જિલ્લામાં સતત બીજા દિવસે વાતાવરણમાં પલટો, ખેડબ્રહ્મા, ઈડરના ગ્રામ્ય વિસ્તારમાં પડ્યો વરસાદ

logo

મહેસાણામાં 2.6ની તીવ્રતાનો ભૂકંપ

logo

રાજકોટમાં સતત બીજા દિવસે ગરમીનો પારો 41 ડિગ્રીને પાર

logo

વડોદરામાં MGVCLના સ્માર્ટ મીટરનો હજુય વિરોધ યથાવત

logo

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 10 તાલુકામાં વરસાદ

logo

દિલ્હી: કેજરીવાલના ઘર બહાર વિરોધ પ્રદર્શન

logo

રાજકોટમાં હિટ એન્ડ રન: વાહનની ટક્કરે 3 લોકોને હડફેટે લીધા, માતા અને બાળકનું મોત

logo

સુરતની સુમુલ ડેરીના પશુપાલકો માટે આનંદના સમાચાર, બોનસની જાહેરાત

logo

ગીર પંથકમાં ફરી ભુકંપનો આંચકો, સાસણ તથા આસપાસના વિસ્તારોમાં ધરાધ્રુજી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / '2 વર્ષથી ધક્કા ખવડાવો છો', નેતાજીને જોઈ આગેવાનોએ પ્રશ્નોનું પોટલું ખોલ્યું, અમૃતિયાએ ચાલતી પકડી

મોરબી / '2 વર્ષથી ધક્કા ખવડાવો છો', નેતાજીને જોઈ આગેવાનોએ પ્રશ્નોનું પોટલું ખોલ્યું, અમૃતિયાએ ચાલતી પકડી

Last Updated: 10:25 PM, 2 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Morbi News: ધારાસભ્ય એક સામાજિક કાર્યક્રમમાં વોટ માગવા પહોંચ્યા હતા પરંતુ એક આગેવાને સ્ટેજ પરથી એવી પોલ ખોલી કે, ધારાસભ્યને ઉભા થઈને માઈક છીનવવા દોડવું પડ્યું.

નેતાઓ કેટલું કામ કરે છે તે જનતા બરોબર જાણે છે. અને મોકો આવ્યો નેતાને બતાવી પણ દે છે. આવું જ કાંઈક મોરબીમાં થયું. જ્યાં ધારાસભ્ય એક સામાજિક કાર્યક્રમમાં વોટ માગવા પહોંચ્યા. પરંતુ એક આગેવાને સ્ટેજ પરથી એવી પોલ ખોલી કે, ધારાસભ્યને ઉભા થઈને માઈક છીનવવા દોડવું પડ્યું.

મોરબીમાં ધારાસભ્યને આગેવાનોના સીધા સવાલ

ભાઈ નેતાજી પર વસંત ભારે પડ્યો એટલે પટાવવા લાગી ગયા. ઘટના મોરબીમાં બની હતી. જ્યાં સતવારા સમાજ દ્વારા શક્તિધામ ખાતે ત્રિદિવસીય ધાર્મિક મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. અહીં ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને કચ્છ-મોરબી લોકસભા બેઠકના ઉમેદવાર વિનોદ ચાવડાએ હાજરી આપી હતી. આ કાર્યક્રમ દરમિયાન સતવારા સમાજના આગેવાનોએ વાળી વિસ્તારના વિવિધ પ્રશ્નો નેતાઓની સામે જ ઉઠાવ્યા અને પછી તો ભાઈ સ્ટેજ પર જ જોવા જેવી થઈ ગઈ.

વધુ જવાબ ન આપી શકતા નેતાજીએ ચાલતી પકડી

જોકે આટલી વાત સમાજના આગેવાને કરી ત્યાંતો ખુરશી પરથી ઉભા થઈને કાંતિ અમૃતિયા આગેવાન પાસે પહોંચી ગયા અને માઈક છીનવી ચૂંટણીના નામે કામના ગુણગાન ગાવા માંડ્યા. આટલું ઓછું હોય તેમ અન્ય એક આગેવાન સ્ટેજ પર ચડી આવ્યા અને તેમણે તો ધારાસભ્યનો ચોખ્ખું મોઢા પર તમે છેલ્લા 30 વર્ષથી ધક્કા ખવડાવો છો.

વાંચવા જેવું: 'નારાજગી હોય તો કોંગ્રેસને મત કેમ?' જામનગરમાં ક્ષત્રિયોની નારાજગી પર PM મોદીનું આડકતરું સૂચન

અહીં એકવાત સાબીત થઈ ગઈ કે, નેતાજી ભાષણો કરે છે. કામ નહીં ત્યારે જ તો જનતાને ખુલ્લા મંચ પરથી બોલવું પડે છે. મહત્વનું છે કે, મોરબીમાં વર્ષોથી ભાજપનું એકહથ્થું સાશન છે. કાંતિલાલ અમૃતિયા 2017ની વિધાનસભા ચૂંટણી હારી ગયા હતા. જોકે 2022માં ભાજપે ફરી ટિકિટ આપી અને ધારાસભ્ય બન્યા છે. પરંતુ જનતાએ જ્યારે કામને લઈને સવાલો કર્યા તો વધુ કાંઈ ન હોલતા સ્ટેજ પરથી ચાલતી પકડી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ