બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / VTV વિશેષ / Shopping / E commerce retailers change list prices while offering discounts

VTV વિશેષ / ઑનલાઈન શૉપિંગ ફેસ્ટિવલ : તમને મળતું ડિસ્કાઉન્ટ ખરેખર ડિસ્કાઉન્ટ છે જ નહીં!

Published By: Shalin

Last Updated: 04:31 PM, 14 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીયોની શૉપિંગ હૅબિટને લઈને વાત થાય ત્યારે તેમાં બાર્ગેનિંગ અને ડિસ્કાઉન્ટની વાત ન થાય તો તે અધૂરી છે. એટલે જ નેશનલ હોય કે ઈન્ટરનેશનલ, ઈ-કોમર્સ કંપનીઓ પણ ભારતીયોની આ આદતનો લાભ ઉઠાવીને તેમને આકર્ષવા માટે મોટા ડિસ્કાઉન્ટ્સ ઑફરની સ્ટ્રેટજી બનાવતી હોય છે. થોડા સમયથી દેશમાં ઓનલાઈન ખરીદીનું ચલણ વધ્યું છે. આ ખરીદીમાં વાર તહેવારે સેલ અને ડિસ્કાઉન્ટ ઓફરો આવ્યા કરે છે. કમનસીબે આ ડિસ્કાઉન્ટ એ ગ્રાહકોને જાળમાં ફસાવવાનો માત્ર સાબિત થયો છે. તો જાણો કે કઈ રીતે ઓનલાઈન રીટેલર્સ ડિસ્કાઉન્ટના બહાને પ્રજાના પૈસા પડાવે છે.

ભારતના ઈ કોમર્સનો ફેસ્ટિવલ સેલ ગયા અઠવાડિયે જ પૂર્ણ થયો છે. કેટલાય લોકો એવી ભ્રમણામાં જીવે છે કે તેમણે આ સેલમાં ઘણા રૂપિયા બચાવીને ઘણું ડિસ્કાઉન્ટ અને કેશબેક મેળવી લીધા છે. કમનસીબે જયારે નિષ્ણાતોએ આ સંદર્ભે રિસર્ચ કર્યું ત્યારે જાણવા મળ્યું કે વાસ્તવિકતામાં આ ડિસ્કાઉન્ટ એક આભાસ માત્ર હતો. 

નોંધનીય છે કે ભારતના બે સૌથી મોટા ઓનલાઇન રીટેલર્સ એમેઝોન અને ફ્લિપકાર્ટે 4 ઓક્ટોબરે પૂર્ણ થયેલા વાર્ષિક ફેસ્ટિવ સેલમાં 20% થી 90% સુધીનું ડિસ્કાઉન્ટ ઓફર કર્યું હતું જેમાં ફ્લેશ સેલ, કેશબેક અને ફ્લેટ ડિસ્કાઉન્ટનો સમાવેશ થતો હતો. 

ઓનલાઇન ડિસ્કાઉન્ટનું કડવું સત્ય

વિશેષજ્ઞો પોતાના પરીક્ષણથી એ તારણ ઉપર આવ્યા છે કે "મોટાભાગના ડિસ્કાઉન્ટ્સ નામ માત્રના હોય છે, ઓનલાઇન વિક્રેતા ઉત્પાદનની મૂળ કિંમત વધારી દે છે અને ત્યાર પછી તેની ઉપર મોટા ડિસ્કાઉન્ટ આપીને ગ્રાહકને વધુ ડિસ્કાઉન્ટ આપીને તેના વધુ પૈસા બચાવ્યા છે તેઓ આભાસ કરાવે છે."

ઈ કોમર્સ ડેટા અને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ કંપની Semantics3એ આ ફેસ્ટીવ સીઝનમાં અલગ અલગ ડીલ્સનું ધ્યાનથી નિરીક્ષણ કર્યું જે આ પ્રમાણે હતું. 

મોબાઈલ બ્રાન્ડ્સમાં વધુ ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવે છે

આલેખમાં જોઈ શકાય છે કે LG, નોકિયા, સેમસંગ વગેરેએ મોટું ડિસ્કાઉન્ટ ઓફર કર્યું હતું (Source : Semantics3)

મોટી અને પ્રખ્યાત કંપનીઓ જેમ કે એપ્પલ, ગૂગલ વગેરેએ આ સેલમાં વધારે ડિસ્કાઉન્ટ મૂક્યું ન હતું. જો કે નોકિયા, સેમસંગ, LG અને મોટોરોલાએ હેવી ડિસ્કાઉન્ટ ઓફર કર્યું હતું. નોકિયાએ તો તેના સરેરાશ 18% ડિસ્કાઉન્ટ કરતા 3 ગણું એટલે કે 54% ડિસ્કાઉન્ટ ઓફર કર્યું હતું.

શું આ ખરેખર ફાયદાકારક ડીલ હતી?

દરેક પ્રોડક્ટની એક બેઝ પ્રાઇઝ એટલે કે મૂળ કિંમત હોય છે. આ મૂળ કિંમત ઉપર ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. કોઈ પણ સામાન્ય માણસ એમ જ સમજે કે મૂળ કિંમત અચળ હોય છે. અર્થાત તે બદલાતી નથી અને તેની ઉપર 10% 20% એમ ડિસ્કાઉન્ટ મળે છે. જો કે વાસ્તવિકતા કાંઈક જુદી જ છે. 
પરીક્ષણમાં જાણવા મળ્યું કે વિક્રેતાઓ ઉત્પાદનની સેલ સીઝન પહેલાની બેઝ પ્રાઈઝને અને સેલ સીઝન દરમિયાન બદલીને વધારી દે છે. આમ કરવાથી વધુ ડિસ્કાઉન્ટ આપવા છતાં ગ્રાહકોને ફાયદો થતો નથી. 

(Source : Semantics3)

ઉપરના આલેખમાં દેખાય છે કે એપ્પલ, મોટોરોલા અને સેમસંગે તેમની પ્રોડક્ટ્સની બેઝ પ્રાઈઝને મોટા પ્રમાણમાં વધારી દીધી હતી.

(Source : Semantics3)

 

ઉપરના આલેખમાં કેવી રીતે એપ્પલે આઈફોન 7 અને આઈફોન Xની બેઝ પ્રાઈઝ સેલ દરમિયાન વધારી દીધી તે સ્પષ્ટ દેખાય છે. 

કલાકે કલાકે બેઝ પ્રાઈઝ બદલાય છે!

પરીક્ષણમાં ચોંકાવનારો ખુલાસો થતા જાણવા મળ્યું  હતું કે બેઝ પ્રાઈઝ કલાકે કલાકે બદલાય છે અને તેના પીક અવર્સમાં તેમાં 15000 રૂપિયા સુધીનો તફાવત મળી શકે છે. 

ભૂરી રેખા સમય સાથે બદલાતી બેઝ પ્રાઈઝ બતાવે છે (Source : Semantics3)

ગ્રાહકે શું શીખવાની જરૂર છે?

ગ્રાહકે 40% 50% 60% જેવા ડિસ્કાઉન્ટની ઓફર જોઈને હરખાઈ જવાની જરૂર નથી. તેણે પ્રોડક્ટની બેઝપ્રાઈઝ ચકાસવી ખુબ જરૂરી છે. આ વિક્રેતાઓનો મૂળ આશય જ ગ્રાહકોને જલ્દી થી જલ્દી ઓર્ડર પ્લેસ કરાવી દેવાનો હોય છે. આ માટે તેઓ આવી લોભામણી જાહેરાતો આપતા હોય છે પરંતુ ગ્રાહકે પોતાની વિવેક બુદ્ધિ વાપરવી જરૂરી છે.   

સંકળાયેલા મુદ્દાઓ

Discount Flash Sale Flipkart Online Shopping amazon fraud online festive sale VTV Special

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ