બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / During Dhoni's time, India sidelined Pakistan, but now... the former star player's statement has become a topic of discussion.

આ નિવેદનનો અર્થ શું? / ધોનીના ટાઈમમાં ભારતે પાકિસ્તાનને સાઈડમાં મૂકી દીધું હતું પણ હવે... પૂર્વ સ્ટાર ખેલાડીનું નિવેદન બન્યું ચર્ચાનો વિષય

Published By: Vaidehi

Last Updated: 01:30 PM, 9 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત પાકિસ્તાનની મેચ હંમેશા ચર્ચાનો વિષય રહે છે, ધોનીના સમયમાં ભારતીય ટીમ મજબૂત હતી અને પાકિસ્તાનને સાઈડમાં મૂકી દીધું હતું પણ હવે એવું નથી. જાણો શું કહ્યું પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ.

  • ધોનીના સમયમાં ભારતે પાકિસ્તાનને કર્યુ દરકિનાર
  • પાકિસ્તાનના પૂર્વ કેપ્ટને આપ્યુ નિવેદન 

પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ કહ્યું કે, હેડ ટુ હેડની મેચોમાં તેમના વર્ચસ્વને જોતા, ભારતે પાકિસ્તાનને સાઇડલાઇન કરવાનું શરૂ કર્યું અને માત્ર ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા સામે જ હરીફાઈ કરી હતી.

ઈન્ડિયા સામે પાકિસ્તાને હંમેશા મેળવ્યો પરાજય

ભારત વિરુદ્ધ પાકિસ્તાનમાં એક સમય એવો હતો જ્યારે ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન સામે જીતવાનું ઘણું સહેલુ લાગતુ હતું. તેમના મુકાબલાને "મહામુકાબાલા" અને "બ્લોકબસ્ટર" જેવા નામોથી બોલાવવામાં આવતા હોવા છતાં, ભારતે એક તરફ પાકિસ્તાન (IND vs PAK) પર પ્રભુત્વ જમાવ્યું હતું ખાસ કરીને વર્લ્ડની મેચોમાં પણ. જો કે, છેલ્લા 12 મહિનામાં પરિસ્થિતિ બદલાઈ ગઈ છે અને પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીનું માનવું છે કે બાબર આઝમની આગેવાની હેઠળની વર્તમાન પાકિસ્તાની ટીમના વલણને કારણે આ બધું થયું છે. 

છેલ્લાં 1 વર્ષમાં પાકિસ્તાને ભારતને હરાવ્યું

ગયા વર્ષે ઑક્ટોબર સુધી, પાકિસ્તાને ભારતને વર્લ્ડ કપની એક પણ મેચમાં હરાવ્યું ન હતું - 7 વનડે અને 5 ટી-20 મેચમાં. એશિયા કપની મેચોમાં પણ રેકોર્ડ ભારતની તરફેણમાં નમ્યો હતો. પરંતુ T20 વર્લ્ડ કપ 2021માં પાકિસ્તાને પ્રથમ વખત વર્લ્ડ કપ મેચમાં ભારતને હરાવ્યું હતું. અને છેલ્લાં 12 મહિનામાં ફરી એકવાર પાકિસ્તાન એશિયા કપ 2022ના તેમના બે મુકાબલામાં ભારતને હરાવવામાં સફળ રહ્યું છે.


પાકિસ્તાનના પૂર્વ કેપ્ટને કહી આ વાત

એક ઈન્ટરવ્યૂમાં આફ્રિદીએ કહ્યું કે એમએસ ધોનીની કેપ્ટનશીપ દરમિયાન ભારતે પાકિસ્તાન પ્રત્યે પોતાનું વલણ અને નજરીયો બદલ્યો હતો. આફ્રિદીએ કહ્યું કે, ખરાખરીની મેચોમાં તેમના વર્ચસ્વને જોતાં, ભારતે પાકિસ્તાનને સાઇડલાઇન કરવાનું શરૂ કર્યું અને માત્ર ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા સામે જ સ્પર્ધા કરવાનું શરૂ કર્યું. જો કે, તેને લાગે છે કે પાકિસ્તાન રમત પ્રત્યેના તેના અભિગમમાં ફેરફાર સાથે વસ્તુઓ બદલાઈ રહી છે.

ધોનીના નામથી પાકિસ્તાન ગભરાતુ હતુ

તેણે કહ્યું, જો તમે ભારતીય ટીમ પર નજર નાખો તો છેલ્લા કેટલાક વર્ષોમાં જો તમે ધોનીના યુગને જુઓ તો તેણે પોતાનો અભિગમ બદલ્યો હતો. તેઓએ પાકિસ્તાનની ટીમનો નાશ કર્યો.. કારણ કે તેઓ સતત જીતી રહ્યા હતા. ધોનીએ પાકિસ્તાનને બાજુ પર મૂકી દીધું હતું, પરંતુ હવે તે વસ્તુ પાછી આવી રહી છે અને ચોક્કસ પાછી આવશે. તમે તમારી જાતને કયા સ્તર પર મૂકવા માંગો છો તે નક્કી કરવા માટે વલણ ખૂબ જ મહત્વપૂર્ણ છે."


 

સંકળાયેલા મુદ્દાઓ

Gujarati News MsDhoni Shahid Afridi sports statement એમ એસ ધોની ક્રિકેટ ગુજરાતી ન્યૂઝ sports

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ