બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / durga maha ashtami 2023 date ram navami 2023

Maha Ashtami 2023 / ચૈત્ર નવરાત્રી: ક્યારે છે આઠમ અને નોમ? અને શું છે કન્યા પૂજન માટેનું શુભ મુહૂર્ત, જાણો વિગતવાર

Bijal Vyas

Last Updated: 02:39 PM, 24 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચૈત્ર મહિનાની નવરાત્રી હિન્દુ વર્ષની પહેલી નવરાત્રી છે, જેનુ વિશેષ મહત્વ માનવામાં આવે છે

  • નવરાત્રીના 9 દિવસો દરમિયાન મા દુર્ગાના 9 રુપોની પૂજા કરવામાં આવે છે
  • ચૈત્ર શુક્લની નોમના દિવસે ભગવાન રામનો જન્મ થયો હતો
  • દુર્ગા અષ્ટમીના દિવસે રવિ યોગ અને શોભન યોગ બને છે

ચૈત્ર નવરાત્રીના પહેલા દિવસથી હિન્દુ નવુ વર્ષ શરુઆત થઇ છે. આ રીતે ચૈત્ર મહિનાની નવરાત્રી હિન્દુ વર્ષની પહેલી નવરાત્રી હોય છે. આ નવરાત્રીના 9 દિવસો દરમિયાન મા દુર્ગાના 9 રુપોની પૂજા કરવામાં આવે છે. અષ્ટમી તિથિના દિવસે મહાઅષ્ટમી ઉજવવામાં આવે છે અને માં દુર્ગાની વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવે છે. તો નવરાત્રીના છેલ્લા દિવસે એટલે કે રામનવમી તરીકે ઉજવવામાં આવે છે. કારણ કે ચૈત્ર શુક્લની નોમના દિવસે ભગવાન રામનો જન્મ થયો હતો. આ વર્ષે નવરાત્રી સંપૂર્ણ 9 દિવસની છે, એટલે કે 9 દિવસોને ખૂબ જ શુભ અને પવિત્ર માનવામાં આવે છે.


ક્યારે છે મહાઅષ્ટમી 2023 
હિન્દુ પંચાગ અનુસાર, આ વર્ષે ચૈત્ર નવરાત્રીની દુર્ગા અષ્ટમી 29 માર્ચ, બુધવારના રોજ હશે. ચૈત્ર મહિનાની શુક્લ પક્ષની અષ્ટમી તિથિ 29 માર્ચની રાત્રે 09 વાગીને 07 મિનિટ સુધી રહેશે. આ દિવસે માં દુર્ગાના આઠમાં અવતાર માતા મહાગૌરીની પૂજા કરવામાં આવે છે. ઘણા લોકો આ દિવસે હવન-પૂજન અને કન્યા પૂજન કરે છે. આ વખતે દુર્ગા અષ્ટમીના દિવસે રવિ યોગ અને શોભન યોગ બને છે, આ સમયે કરવામાં આવેલ પૂજા-ઉપાય ખૂબ જ લાભ આપશે. 

ક્યારે છે રામનવમી 2023
હિન્દુ પંચાગ અનુસાર, આ વર્ષે રામ નવમી 30 માર્ચના રોજ ઉજવવામાં આવશે. 30 માર્ચની રાત્રે 11 વાગીને 30 મિનિટ સુધી ચૈત્ર શુક્લ નવમી તિથિ રહેશે. મહાનવમીના રોજ મા સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે, તે સાથે ભગવાન રામનો જન્મોત્સવ આખા દેશમાં ધામ-ધૂમથી ઉજવવામાં આવે છે. આ વખતે મહાનવમીના દિવસે શુભ યોગ- સર્વાર્થ સિદ્ધિ યોગ, રવિ યોગ, ગુરુ યોગ અને અમૃત સિદ્ધિ યોગ બને છે. આ શુભ યોગોનું જ્યોતિષમાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેમાં કરવામાં આવેલ પૂજા-પાઠ અથવા કામ ખૂબ જ શુભ ફળ આપે છે. તે સાથે જ આ દિવસે હવન અને કન્યા પૂજન કરવું શુભ છે. 

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી.
 

સંકળાયેલા મુદ્દાઓ

આષ્ટમી ચૈત્રનવરાત્રી નવરાત્રી રામનવમી હિન્દુ નવુ વર્ષ Chaitra Navratri 2023
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ