બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અમદાવાદ / Dummy candidate scam: Yuvraj Singh accuser Bipin may be detained

ખુલાસા / ડમી ઉમેદવાર કૌભાંડ: યુવરાજ સિંહ પર આરોપ લગાવનાર બિપિનની થઈ શકે છે અટકાયત, ખાનગી ક્લાસીસમાં કરતો હતો નોકરી

Vishal Khamar

Last Updated: 04:07 PM, 15 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુવરાજસિંહનાં ખાસ મનાતા બિપીન ત્રિવેદીએ યુવરાજસિંહે પૈસા લીધા હોવાનો વીડિયો વાયરલ કર્યો છે. ત્યારે બિપીન ત્રિવેદી યુવરાજસિંહનાં નજીકનાં માનવામાં આવે છે. ત્યારે આ મામલે બિપીન ત્રિવેદી વધુ ખુલાસા કરી શકે છે.

  • ભાવનગર બિપીન ત્રિવેદીના વીડિયો વાયરલનો મામલ
  • પોલીસ બિપીન ત્રિવેદીની કરી શકે છે અટકાયત 
  • બીપીન ત્રિવેદીએ યુવરાજ સિંહે પૈસા લિધા હોવાનો કર્યો હતો વીડિયો વાયરલ 

ભાવનગર બિપીન ત્રિવેદીનાં વીડિયો વાયરલ થવા મામલે પોલીસે તેમની અટકાયત કરી શકે છે. ત્યારે બિપીન ત્રિવેદીએ યુવરાજસિંહનો પૈસા લીધા હોવાનો વીડિયો વારયલ કર્યો હતો. ટૂંક સમયમાં પોલીસ દ્વારા બીપીન ત્રિવેદીની અટકાયત કરવામાં આવશે. સમગ્ર ડમી કાંડ મામલે બિપીન ત્રિવેદીની પૂછપરછ થશે. બીપીન ત્રિવેદીની પૂછપરછમાં વધુ મોટા ખુલાસા થઈ શકે છે. બિપીન ત્રિવેદીએ યુવરાજસિંહનો ખાસ નજીકનો માણસ છે. બિપીન ત્રિવેદી યુવરાજસિંહ અંગે અન્ય ખુલાસાઓ પણ કરી શકે છે. તેમજ બિપીન ત્રિવેદી ભાવનગરમાં શિક્ષક હતો. અને હાલ બિપીન પટેલ ટોપ થ્રી સર્કલ નજીક એક એકેડમી સાથે સંકળાયેલો છે. 

બિપિન ત્રિવેદીએ યુવરાજસિંહ પર કરોડોની લેતીદેતીનો કર્યો છે આક્ષેપ
યુવરાજસિંહ પર આરોપ લગાવનારા બિપિન ત્રિવેદીને લઈ મોટા સમાચાર મળી રહ્યા છે. બિપિન ત્રિવેદી અગાઉ ખાનગી શાળા સાથે સંકળાયેલા હતા. તેમજ ખાનગી ક્લાસિસમાં પણ બિપિન ત્રિવેદી નોકરી કરતા હતા. પંકજ જોશી કેરિયર ઈન્સ્ટિટ્યુટમાં બિપીન ત્રિવેદી ભણાવતા હતા. કોંગ્રેસનાં પૂર્વ ધારાસભ્ય કનુ બારૈયાના જમાઈ છે.  બિપિન ત્રિવેદીએ યુવરાજસિંહ પર કરોડોની લેતીદેતીનો આક્ષેપ કર્યો છે. બિપીન ત્રિવેદી ભાવનગરનાં ટોપ થ્રી સર્કલ નજીક ઈન્સ્ટિટ્યુટમાં લેક્ચરર હતા. બિપીન ત્રિવેદીનાં પ્રકરણની જાણ થતા 8 દિવસ અગાઉ છુટા કરાયા હતા.  

55 લાખમાં થઈ હતી ડીલઃ બિપિન ત્રિવેદી
યુવરાજસિંહના નજીકના વ્યક્તિ બિપિન ત્રિવેદીએ ગંભીર ઓરોપો લગાવ્યા છે. બિપિન ત્રિવેદીએ જણાવ્યું કે, નામ ન લેવા માટે યુવરાજસિંહે કરોડો રૂપિયા લીધા છે. એક ડીલ અંગે બિપિન ત્રિવેદીએ જણાવ્યું કે, 'પ્રદીપ નામના વ્યક્તિએ મને જણાવ્યું હતું કે યુવરાજસિંહ વારંવાર મારું નામ લે છે, જેના કારણે પોલીસ મારા ઘરે આવે છે. જેથી તમે વાત કરો. આ અંગે મેં યુવરાજસિંહને વાત કરી હતી. જે બાદ મેં પ્રદીપ અને ઘનશ્યામ ભાઈ, શિવુભા અને યુવરાજ સિંહે એક મીટિગ કરી હતી. જે બાદ મારે 2 વાગ્યે લેક્ચર હોવાથી હું ત્યાંથી નીકળી ગયો હતો. લેક્ચર પૂરો થયા પછી મને જાણવા મળ્યું કે આ ડીલ 55 લાખમાં થઈ હતી. આ પેમેન્ટ આપવા માટે ઘનશ્યામભાઈ જુદા-જુદા ત્રણ તબક્કામાં ગયા. આ વખતે હું સાથે નહોતો. આમાં હું ક્યાંય સામેલ નહોતો. મેં ઘનશ્યામ ભાઈને કીધું કે આમાં મને ક્યાંય સામેલ કરતા નહીં, આ બધું લાંબુ ચાલે. યુવરાજસિંહના બે સાળા પણ આ ડીલમાં સામેલ હતા. શિવુભા, કાનભા નામના યુવરાજસિંહના 2 સાળા આ ડીલમાં સામેલ હતા.'

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ