બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / Due to low pressure in Rajasthan, rain forecast in some parts of Gujarat today

હવામાન / રાજસ્થાનમાં લો-પ્રેશરના કારણે ગુજરાતમાં પડશે વરસાદ, 3 દિવસ બાદ તાપમાનમાં થશે ઘટાડો

Vishal Dave

Last Updated: 05:10 PM, 15 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં ગરમીના પ્રમાણ પર નજર કરીએ તો અમદાવાદમાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી નોંધાયું છે.. જ્યારે ગાંધીનગરમાં મહત્તમ 36 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

છેલ્લા કેટલાક દિવસથી રાજ્યના વાતાવરણમાં ભારે પલટો જોવા મળી રહ્યો છે. ગઇકાલે રાજ્યમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક તોફાની પવન સાથે વરસાદ નોંધાયો હતો. 

આ સ્થળોએ વરસાદની આગાહી 

રાજ્યના કેટલાક વિસ્તારમાં આજે હળવા વરસાદની આગાહી છે..   કચ્છ,બનાસકાંઠા,દ્વારકા અને જામનગરમાં વરસાદ  પડી શકે છે . રાજસ્થાનમાં લો-પ્રેશરના લીધે ગુજરાતમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 

છેલ્લા 24 કલાકનું તાપમાન 

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં ગરમીના પ્રમાણ પર નજર કરીએ તો અમદાવાદમાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી નોંધાયું છે.. જ્યારે ગાંધીનગરમાં મહત્તમ 36 ડિગ્રી તાપમાન નોંધાયું છે.. આગામી 3 દિવસ બાદ તાપમાનમાં ઘટાડો થશે તેવી સંભાવના વ્યક્ત કરાઇ છે.. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઇને તાપમાનમાં ઘટાડો થશે. 

રવિવારે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તેમજ રાજસ્થાનમાં સર્જાયેલ સાઈક્લોનિક સરક્યુલેશનની રવિવારે સાંજે શહેરનું વાતાવરણ એકદમ પલટાયું હતું. સાંજે 6 વાગ્યા પછી 20 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો. તેમ શહેરનાં અમુક વિસ્તારમાં વરસાદી ઝાપટું પણ પડ્યું હતું. ત્યારે રવિવારે મહત્તમ તાપમાન 39 ડિગ્રી નોંધાયું હતું. તેમજ દિવસભર વાદળિયા વાતાવરણ સાથે ભારે બફારો રહ્યો હતો.

આ પણ વાંચોઃ ગુજરાતમાં આજે ગાજવીજ સાથે વરસાદની આગાહી: જાણો કયા-કયા વિસ્તારના ખેડૂતો પર સંકટના વાદળ

થંડર સ્ટોર્મ એક્ટિવિટી સાથે વરસાદ પડશે

આજે પણ હવામાન વિભાગ દ્વારા વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આજે પણ કેટલાક વિસ્તારમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. થંડર સ્ટોર્મ એક્ટિવિટી સાથે વરસાદ પડશે. તેમજ ભારે પવન અને વીજળી સાથે વરસાદ પડવાની શક્યતાઓ છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ