બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / અજબ ગજબ / Drunk Women Create Ruckus At Saharanpur Market, Verbally Abuse Police Officer

ભડકાઉ છોકરીઓ / VIDEO : 'એય આવું કેમ કરે છે', રાતે દારુ પી ગઈ છોકરીઓ, પછી રોડ પર....પોલીસને ચોપડાવી ગંદી ગાળો

Hiralal

Last Updated: 08:34 PM, 18 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુપીના સહારનપુરમાં રાતે છોકરીઓએ માર્કેટમાં દારુ પીને મચાવી ધમાલ મચાવી અને શાંત પાડવા આવેલી પોલીસને પણ ગાળો ભાંડી હતી.

  • યુપીના સહારનપુરમાં રાતે છોકરીઓએ માર્કેટમાં દારુ પીને મચાવી ધમાલ
  • લોકોએ વીડિયો ઉતારવાનું શરુ કરતાં વિફરી
  • શાંત પાડવા આવેલી પોલીસને દીધી ગંદી-ગંદી ગાળો 

યુપીના સહારનપુરમાં માર્કેટમાં રાત છોકરીઓએ દારુ પીને ધમાલ મચાવી હતી. હકીકતમાં કેટલાક લોકો દારુ પીઈને જઈ રહેલી છોકરીઓનો વીડિયો બનાવવા લાગ્યાં હતા આથી છોકરીઓ વિફરી હતી અને લોકોને ગંદી ગંદી ગાળો બોલવા લાગી હતી. આ દરમિયાન તેમને શાંત પાડવા પોલીસ આવી તો તેમને પણ ગાળોથી ઝપટે ચઢાવી દીધા અને તેમને પણ મા-બેન સમાન ગાળો ભાંડી હતી. 

લોકોના વીડિયો બનાવવાનો વાંધો પડ્યો છોકરીઓને 
સહારનપુર માર્કેટનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સતત વાયરલ થઇ રહ્યો છે. વીડિયો જોઈને એવું લાગે છે કે રાતનો સમય. કેટલીક છોકરીઓ મધ્ય બજારમાં હંગામો મચાવતી જોવા મળે છે. જેમ જેમ વિડિયો આગળ વધતો જાય છે તેમ તેમ ટોળું વધતું જતું હોય એવું લાગે છે. થોડા જ સમયમાં ઘણા બધા લોકો ભેગા થઈ જાય છે. પોલીસકર્મીઓ સાથે ઝપાઝપીમાં યુવતીઓ વીડિયોમાં પણ જોવા મળી રહી છે. મુખ્ય વિવાદ વીડિયો બનાવવાનો હોય તેવું લાગી રહ્યું છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર અલગ અલગ એંગલથી વાયરલ થઇ રહ્યો છે. એટલે કે માત્ર પોલીસ જ નહીં, અનેક લોકો પોતાના મોબાઈલ ફોનથી આ યુવતીઓના વીડિયો બનાવી રહ્યા હતા. યુવતીઓ પૂરા હોબાળામાં વીડિયો બનાવવાનો વિરોધ કરતી જોવા મળે છે, પરંતુ કોઇ માનવા તૈયાર નથી અને દરેક લોકો વીડિયો બનાવતા રહે છે.

જે વિસ્તારમાં આ ઘટના બની તે કુખ્યાત 
છોકરીઓએ વીડિયો ઉતારી રહેલા એક પોલીસકર્મીનો ફોન પણ તોડી નાખ્યો હતો આ પછી આખી ભીડ પોલીસકર્મી તરફ જાય છે અને એટલામાં છોકરીઓ ફરી વિફરી બેસી છે આ દરમિયાન લોકો પણ ગાળાગાળો કરતા જોવા મળ્યાં હતા. આ વીડિયોનું બીજું પાસું એ છે કે જ્યારે તમે વીડિયોનો ઓડિયો સાંભળો છો, ત્યારે તમે સમજો છો કે છોકરીઓ કરતા વધુ, અહીં ઉભેલી સંસ્કારી ભીડ ગાળો આપી રહી છે અને અન્ય લોકો આપી રહ્યા છે. લાંબા સમય સુધી ચાલેલા હોબાળા બાદ પોલીસે આ યુવતીઓની મેડિકલ તપાસ કરાવી હતી. સોશિયલ મીડિયા પર જણાવવામાં આવી રહ્યું છે કે, જે બજારનો આ વીડિયો આવેલો છે, તે આખો વિસ્તાર બદનામ છે. સૌથી મહત્વની વાત એ છે કે જે વિસ્તારને કુખ્યાત ગણાવવામાં આવી રહ્યો છે તે સહારનપુરનું મુખ્ય બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશન છે. આ સ્ટેશનથી વંદે ભારત અને શતાબ્દી એક્સપ્રેસના પેસેન્જર પણ રવાના થાય છે. આવી સ્થિતિમાં આ વીડિયો દ્વારા અનેક સવાલો ઉઠી રહ્યા છે, પરંતુ લોકોને આ સવાલો સાથે કોઈ લેવા દેવા નથી, તેઓ સોશિયલ મીડિયા પર વીડિયો જોઈને ખુશ છે અને તેને વાયરલ કરી રહ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ