બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / વડોદરા / Drunk driver hits 5 vehicles in Vadodara, BJP leader steps in to save drunkard

ઘટના / વડોદરામાં નબીરાને બચાવવા ભાજપ કોર્પોરેટરે પોલીસસ્ટેશને જઈ વગનો કર્યો દુરુપયોગ, નશામાં ધૂત યુવકે કારથી પાંચ લોકોને લીધા હતા અડફેટે

Priyakant

Last Updated: 03:03 PM, 2 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vadodara Accident Latest News: આરોપી કારચાલકને છોડાવવા ભાજપ કોર્પોરેટર બંદિશ શાહ પહોંચ્યા પોલીસ સ્ટેશન, રાજકીય દબાણવશ મૌલિક પ્રજાપતિ સામે પોલીસ કાર્યવાહીમાં વિલંબના આક્ષેપ

  • વડોદરામાં નશામાં ધૂત કારચાલકે 5 વાહનને લીધા અડફેટે 
  • મૌલિક પ્રજાપતિ નામના શખ્સે નશો કરી કર્યો અકસ્માત 
  • મૌલિક પ્રજાપતિને છોડાવવા ભાજપ કોર્પોરેટર બંદિશ શાહ પહોંચ્યા હતા પોલીસ સ્ટેશન 
  • રાજકીય દબાણવશ મૌલિક પ્રજાપતિ સામે પોલીસ કાર્યવાહીમાં વિલંબના આક્ષેપ
  • જે.પી.રોડ પોલીસે મૌલિક પ્રજાપતિને પકડી કાર જપ્ત કરી

Vadodara Accident News : વડોદરામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. વિગતો મુજબ અહીં નશામાં ધૂત એક યુવકે પોતાની કાર બેફામ હંકારી 5 લોકોને અડફેટે લીધા હતા. જે બાદમાં લોકોએ આ યુવકને ઝડપી પોલીસને સોંપ્યો હતો. જોકે આ નબીરાને બચાવવા ભાજપના કોર્પોરેટરે પોલીસ સ્ટેશન પહોંચી વગનો દુરુપયોગ કર્યો હોવાનું ચર્ચાઇ રહ્યું છે. જોકે પોલીસે આરોપીને પકડી કાર જમા લીધી હોવાનું સામે આવ્યું છે. 

વડોદરામાં નશામાં ધૂત કારચાલકે બેફામ કાર હંકારી અકસ્માત કર્યો હોવાનું સામે આવ્યું છે. વિગતો મુજબ વડોદરાના વાસણા રોડ પર મૌલિક પ્રજાપતિ નામના યુવકે નશાની હાલતમાં બેફામ ડ્રાઇવિંગ કરી પોતાની કારથી 4 જેટલા વાહનોને અડફેટે લેતા 5 લોકો ઇજાગ્રસ્ત બન્યા હતા. જે બાદમાં સ્થાનિકોએ મૌલિકને ઝડપી પાડી પોલીસને સોંપ્યો હતો. આ તરફ આરોપી મૌલિક પ્રજાપતિને છોડાવવા રાજકીય નેતાઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. 

વાસણા રોડ પર અકસ્માતની ઘટના બાદ ભાજપ કોર્પોરેટર બંદીશ શાહ સહિતના ભાજપ આગેવાનો પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જે બાદમાં નશામાં ધૂત કારચાલક સામે રાજકીય દબાણવશ પોલીસે કાર્યવાહી ન કર્યાની ચર્ચા થઈ રહી છે. જોકે જે પી રોડ પોલીસે આરોપી મૌલિક પ્રજાપતિને પકડી કાર જમા લીધી અને આગળની કાર્યવાહી કરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ