બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / droupadi murmu oath taking ceremony live updates

શપથગ્રહણ / દેશના પ્રથમ નાગરિક બન્યા દ્રૌપદી મુર્મૂ, ભારતના 15માં રાષ્ટ્રપતિ તરીકે લીધા શપથ

Published By: Pravin

Last Updated: 10:39 AM, 25 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવનિર્વાચિત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજે 15માં રાષ્ટ્રપતિ તરીકે શપથગ્રહણ કર્યા છે. તેઓ દેશના પ્રથમ મહિલા આદિવાસી રાષ્ટ્રપતિ બન્યા છે. ચીફ જસ્ટિસ ઓફ ઈંડિયાએ તેમને રાષ્ટ્રપતિ પદના શપથ લેવડાવ્યા હતા.

  • દેશના પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ બન્યા દ્રૌપદી મુર્મૂ
  • દ્રૌપદી મુર્મૂએ 15માં રાષ્ટ્રપતિ તરીકે લીધા શપથ
  • સીજેઆઈ રમણાએ દ્રૌપદી મુર્મૂને લેવડાવ્યા શપથ

 

દેશના નવનિર્વાચિત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજે રાષ્ટ્રપતિ પદના શપથગ્રહણ કર્યા છે. શપથગ્રહણ કર્યા બાદ તેમણે સંબોધન કર્યું હતું.

(10.30 AM)

આ એક સંયોગ છે

દ્રૌપદી મુર્મૂએ કહ્યું કે, મને રાષ્ટ્રપતિ તરીકે દેશે એક એવા મહત્વપૂર્ણ કાળખંડમાં ચૂંટ્યા છે, જ્યારે આપણે આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યા છીએ, આજથી થોડા દિવસ બાદ દેશ સ્વાધીનતાના 75 વર્ષ પુરા કરશે. એ પણ એક સંયોગ છે, જ્યારે દેશ પોતાના આઝાદીના 50માં વર્ષનું પર્વ મનાવી રહ્યું હતું ત્યારે મારા રાજકીય જીવનની શરૂઆત થઈ હતી અને આજે આઝાદીના 75માં વર્ષે મને નવું દાયિત્વ મળ્યું છે. 

(10.31 AM)

લોકતંત્રની આ શક્તિ છે કે, મને અહીં સુધી પહોંચાડી

દ્રૌપદી મુર્મૂએ સંસદ ભવનના સેન્ટ્રલ હોલમાં રાષ્ટ્રપતિ પદના શપથ લીધા બાદ કહ્યું કે, હું દેશની પ્રથમ એવી રાષ્ટ્રપતિ છું, જેનો જન્મ સ્વતંત્ર ભારતમાં થયો હતો. સ્વતંત્ર ભારતના પોતાના નાગરિકોની સાથે આપણા સ્વતંત્ર સેનાનીઓની અપેક્ષાઓને પુરા કરવા માટે આપણા પ્રયત્નોમાં ગતિ લાવવી પડશે. દ્રૌપદી મુર્મૂએ કહ્યું કે, મારો જન્મ ઓડિશાના એક આદિવાસી ગામમાં થયો. પણ દેશના લોકતંત્રની આ શક્તિ છે કે મને અહીં સુધી પહોંચાડી. 

(10.27 AM)

રાષ્ટ્રપતિ બનવા પર બોલ્યા દ્રૌપદી મુર્મૂ- જનતાને અભિનંદન

દ્રૌપદી મુર્મૂ દેશના નવા રાષ્ટ્રપતિ બની ગયા છે. સંસજમાં તેમનો શપથગ્રહણ સમારંભ થયો છે. તેમણે ત્યાર બાદ સંસદને સંબોધન કરતા કહ્યું કે, દેશની જનતાને અભિનંદન. આ જવાબદારી માટે બહું મોટુ સૌભાગ્ય. મારુ રાષ્ટ્રપતિ પદ સુધી પહોંચવાનું દરેક ગરીબની ઉપલબ્ધિ છે. રાષ્ટ્રપતિ બનવું મારી વ્યક્તિગત ઉપલબ્ધિ નથી.

(10.15 AM)

દેશના પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ બન્યા મુર્મૂ

દ્રૌપદી મુર્મૂએ 25 જૂલાઈ એટલે કે, સોમવારના રોજ દેશના 15માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા છે. તેઓ દેશના પ્રથમ આદિવાસી રાષ્ટ્રપતિ છે. ચીફ જસ્ટિસ ઓફ ઈંડિયા એનવી રમણાએ દ્રૌપદી મુર્મૂને રાષ્ટ્રપતિ પદના શપથ લેવડાવ્યા હતા. 

વિદાયમાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને તેમના પત્ની સવિતા કોવિંદે નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને રાષ્ટ્રપતિ ભવનમાં પાઠવી શુભકામનાઓ

સંસદ જવા રવાના થયા નવનિર્વાચિત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ

નવનિર્વાચિત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને રાષ્ટ્રપતિ ભવનમાં ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું છે. ત્યાર બાદ સંસદ ભવન માટે રવાના થઈ ગયા છે. તેઓ રાષ્ટ્રપતિના કાફલા  સાથે સંસદ જઈ રહ્યા છે. થોડી વારમાં તેમનો શપથગ્રહણ સમારંભ શરૂ થશે.

 

સંકળાયેલા મુદ્દાઓ

Droupadi Murmu Droupadi Murmu Oath ceremony President of India Draupadi Murmu

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ