બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / driving license no need of driving test to get driving license centre notifies new rules know
ADVERTISEMENT
ડ્રાઈવિંગ લાયસન્સ બનાવનારા માટે સારા સમાચાર આવ્યા છે. તેમને હવે અનેક ઝંઝટમાંથી મુક્તિ મળી શકે છે. ખાસ કરીને આરટીઓ ઓફિસ જઈને ટ્રાઈવિંગ ટેસ્ટમાંથી પણ. માર્ગ પરિવહન મંત્રાલય પાસેથી માન્યતા પ્રાપ્ત કરેલ ડ્રાઈવિંગ ટેસ્ટ સેન્ટરમાંથી ટ્રેનિંગ લેવી ફરજિયાત છે. ત્યાર બાદ તમને ત્યાંથી એક સર્ટિફિકેટ આપવામાં આવશે. જેથી તમારે ડ્રાઈવિંગ લાયસન્સ કઢાવતા સમયે ટેસ્ટ આપવાની જરૂર નહિ પડે. આ સુવિધા માન્યતા પ્રાપ્ત કરેલા ટેર્નિંગ સેન્ટર પર 1 જુલાઈ 2021થી શરૂ કરી દેવામાં આવી છે. જેની મદદ લઈને તમે તમારું ડ્રાઈવિંગ લાયસન્સ સરળતાથી બનાવડાવી શકો છો.
ADVERTISEMENT

દેશમાં થતા અકસ્માતોનું એક કારણ ટ્રેન થયેલા ડ્રાઇવરોનો અભાવ
રોડ મંત્રાલય દ્વારા આ અંગેના આદેશ જાહેર કરી દેવમાં આવ્યો છે. માર્ગ પરિવહન મંત્રાલયના જણાવ્યા અનુસાર, દર વર્ષે દેશમાં થતા અકસ્માતોનું એક કારણ ટ્રેન થયેલા ડ્રાઇવરોનો અભાવ છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર હાલમાં દેશમાં આશરે 22 લાખ ડ્રાઈવરોની અછત છે. મંત્રાલયે નક્કી ગાઈડ લાઈનના અનુસાર દેશમાં ટ્રેનિંગ સેન્ટર ખોલવાની પરમિશન આપી છે. ટ્રેનિંગ પૂરી થયા બાદ તેમનો ટેસ્ટ લેવાશે અને તેમાં પાસ થનારાને સેન્ટર તરફથી સર્ટિફિકેટ આપવામાં આવશે. તેના આધારે કોઈ ટેસ્ટ વિના ડ્રાઈવિંગ લાયસન્સ બની જશે.
ADVERTISEMENT

RTOની પરીક્ષા વગર લાયસન્સ મળશે!
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.