બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Drink coconut water to keep skin, stomach, digestion and heart healthy

આરોગ્ય ટિપ્સ / "ચામડી, પેટ, પાચન અને હાર્ટને હેલ્ધી રાખવા રોજ પીવો પોષકતત્વોથી ભરપૂર આ ડ્રિંક, 5 રોગોનું નામો નિશાન પણ નહીં રહે

Pooja Khunti

Last Updated: 10:09 AM, 14 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Coconut water health benefits: નારિયળ પાણી એક હાઇડ્રેટિંગ ડ્રિંક છે. જે શરીરમાં પાણીની ઉનપને પૂર્ણ કરે છે. તેની અંદર કેટલાંક પોષક તત્વ પણ હોય છે. નારિયળ પાણી તમારી ત્વચા, પાચન અને હ્રદય માટે ઘણું જ ફાયદાકારક છે.

  • ત્વચાનાં સ્વાસ્થ્ય માટે ગુણકારી 
  • કિડની સ્ટોનનું નિવારણ કરે 
  • પાચન કરે મજબૂત 

નારિયળ પાણી પોષક તત્વોથી ભરપૂર હોય છે. જેથી તેનાં સેવનને સ્વાસ્થ્ય માટે સારું ગણવામાં આવે છે.  આ ડ્રિંકને લોકો ઉનાળામાં પીવું પસંદ કરે છે પણ તેને માત્ર ગરમીઓમાં જ નહીં પણ દરેક મોસમમાં પીવું જોઈએ. નારિયળ પાણી માત્ર હાઇડ્રેશન માટે જ નહીં પણ શરીરને પોષણ આપવા માટે પણ ઉત્તમ છે. 

ત્વચાનાં સ્વાસ્થ્ય માટે ગુણકારી 
નારિયળ પાણી એક તરલ પદાર્થનો સારો સ્ત્રોત છે.  જે તમને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે.  તેમાં એન્ટિઓક્સિડેન્ટનાં ગુણ હોય છે. જેથી તે ફાઇન લાઇન્સ અને કરચલીઓ સામે આપણું રક્ષણ કરે છે. એન્ટિઓક્સિડેન્ટ તમારી ત્વચાને થતાં નુકશાનથી બચાવવા માટે પણ ઉપયોગી છે. તેની અંદર વિટામિન C  અને વિટામિન E પણ હોય છે જે ત્વચાનાં સ્વાસ્થ્ય માટે ગુણકારી છે. 

કિડની સ્ટોન નિવારણ 
કિડનીની અંદર પથરી ના થાય, તે માટે ડોક્ટર તમને વધુ માત્રામાં પાણીનું સેવન કરવાનું કહે છે.  એવાં માટે તમારે નારિયળ પાણી પીવું જોઈએ. કારણકે તેનાથી પેશાબની માત્રા વધી જાય છે.  જેના કારણે પથ્થર બનાવતા ખનિજોની સાંદ્રતા ઘટે છે.  આવી સ્થિતિમાં પથરી થતાં અટકાવશે અને તેને દૂર કરવામાં પણ મદદરૂપ થશે. 

પાચન કરે મજબૂત 
નારિયળ પાણીમાં ફાયબરનું પ્રમાણ હોય છે. જે પાચનને મજબૂત બનાવવામાં મદદરૂપ થાય છે.  તેની અંદર અમુક એવાં એન્ઝાઇમ હોય છે જે જમવાને તોડવામાં મદદ કરે છે. તેનાં લીધે પેટની સમસ્યાઓ દૂર થાય છે. 

ઇલેક્ટ્રોલાઇટ સંતુલન
નારિયળ પાણીમાં પોટેશિયમ, સોડિયમ અને મેગ્નેશિયમ જેવાં મહત્વપૂર્ણ ઇલેક્ટ્રોલાઇટ હોય છે જે શરીરમાં પ્રવાહી સંતુલનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. આ એવા લોકો માટે મદદરૂપ થઈ શકે, જેમને ખૂબજ પરસેવો આવતો હોય. 

બ્લડ પ્રેશર નિયંત્રણ 
નારિયળ પાણી બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવાનું કામ કરે છે.  તેમાં પણ ખાસ હાઇ બ્લડ પ્રેશરવાળા લોકો માટે આ ખૂબજ ગુણકારી છે. નારિયળ પાણીમાં હાઇ પોટેશિયમ હોવાનાં કારણે તે સોડિયમનાં પ્રભાવને નિયંત્રિય કરવામાં મદદ કરે છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ