બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / doordarshan breaks self record continues to be most viewed channel for two consecutive weeks ramayan lockdown

ગજબ / દૂરદર્શને પોતાનો જ રેકોર્ડ તોડીને બીજી વખત મેળવી આટલી વ્યૂઅરશિપ

Published By: Krupa

Last Updated: 09:10 PM, 16 April 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના વાયરસના કારણે લાગેલા લૉકડાઉનમાં લોકોની ડિમાન્ડ પર દૂરદર્શનમાં રામાયણનું ફરીથી પ્રસારણ શરૂ કરવામાં આવ્યું છે. રામાયણના પ્રસારણ બાદથી ચેનલના રેટિંગમાં ખૂબ જ વધારો થયો છે.

લૉકડાઉનમાં ટીવીની ઘણી ચેનલ્સે ભારે નુકસાન ઊઠાવવું પડી રહ્યું છે. તો બીજી બાજુ હાલના દિવસોમાં દૂરદર્શનનો નફો ખૂબ જ વધી ગયો છે. જી હાં દૂરદર્શને એક વખત ફરીથી અન્ય ચેનલ્સની સરખામણીએ ખૂબ આગળ છે. પ્રસાર ભારતીએ ચેનલના 14માં સપ્તાહે વ્યૂઅરશિપ શેર કરી છે. 

પ્રસાર ભારતીએ ટ્વિટ કરીને દૂરદર્શનના 14માં સપ્તાહે પોતાનો જ રેકોર્ડ તોડી નાંખ્યો છે. 13માં સપ્તાહમાં દૂરદર્શનને 1.5 બિલિયન વ્યૂઅરશિપ મળી હતી. તો 14માં સપ્તાહે ચેનલને 1.9 બિલિયન એટલે કે લગભગ 150 કરોડ વ્યૂઅરશિપ મળી છે. આ ચેનલ માટે ખૂબ મોટી ઉપબલ્ધિ છે. હાલના સમયે દૂરદર્શનમાં જૂની સીરિયલ્સના રી-ટેલીકાસ્ટના કારણે ચેનલે ફરીથી પોતાની લોકપ્રિયતા પ્રાપ્ત કરી લીધી છે. 

યૂઝર્સે દૂરદર્શનની આ ઉપલબ્ધિ પર ખુશી વ્યક્ત કરી છે, સાથે જ કેટલીક અન્ય સીરિયલ્સને ફરીથી પ્રસારણની માંગણી કરી છે. એક યૂઝરે લખ્યું- પ્લીસ રામાનંદ સાગરની શ્રીકૃષ્ણા બ્રૉડકાસ્ટ કરો. 

ચેનલની ટીઆરપી રેટિંગ વધવામાં છે આ સીરિયલ્સનો હાથ
જાણવા મળ્યું છે કે દેશમાં કોરોના વાયરસના કારણે લાગેલા લૉકડાઉનમાં લોકોની ડિમાન્ડ પર દૂરદર્શનમાં રામાયણનું ફરીથી પ્રસારણ શરૂ કરવામાં આવ્યું છે. રામાયણના પ્રસારણ બાદથી ચેનલના રેટિંગમાં ખૂબ વધારો થયો છે. રામાયણ ઉપરાંત હવે દૂરદર્શનમાં બ્યોમકેશ બખ્શી, શક્તિમાન, ધ જંગલ બુક જેવા ઘણા અન્ય શો પ્રસારિત કરવામાં આવ્યા છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Entertainment Ramayan doordarshan lockdown દૂરદર્શન રામાયણ લૉકડાઉન entertainment

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ