બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / બિઝનેસ / Don't know where to invest your money then these 5 Mutual Funds have given huge returns you too can become rich.

ફાયદાની વાત / રૂપિયાનું ક્યાં રોકાણ કરવું, નથી idea, તો આ 5 Mutual Fundએ આપ્યું છે તગડું રિટર્ન, તમે પણ થઇ શકો છો માલામાલ

Vishal Khamar

Last Updated: 12:43 PM, 11 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમે માત્ર 500 રૂપિયાથી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણની શરૂઆત કરી શકો છો. નવા રોકાણકારો માટે મ્યુચ્યુઅલ ફંડમાં SIPમાં રોકાણ કરવું એ વધુ સારો વિકલ્પ છે.

દરેક વ્યક્તિ કહે છે કે આજના યુગમાં વ્યક્તિએ મ્યુચ્યુઅલ ફંડમાં પૈસાનું રોકાણ કરવું જોઈએ. કારણ કે બેંક એફડી સહિતના અન્ય વિકલ્પોની સરખામણીમાં મ્યુચ્યુઅલ ફંડમાં વધુ સારા વળતરની શક્યતા છે. છેલ્લા બે દાયકામાં, મ્યુચ્યુઅલ ફંડ્સે રોકાણકારોને ઉત્તમ વળતર આપ્યું છે.

વાસ્તવમાં, ઇક્વિટી માર્કેટમાં મ્યુચ્યુઅલ ફંડ કરતાં વધુ સારું વળતરની શક્યતા છે, પરંતુ ત્યાં વધુ જોખમ છે. વગર અનુભવે ઇક્વિટી માર્કેટમાં પગ રાખવો એ બહુ મોટું નુકશાન પણ કરાવી શકે છે. એટલે જ લોકો કહે છે કે શરૂઆતમાં મ્યુચ્યુઅલ ફંડના માધ્યમથી શેર માર્કેટમાં રોકાણ કરો કારણ કે મ્યુચ્યુઅલ ફંડ્સને અનુભવી લોકો ઓપરેટ કરે છે.

500 રૂપિયાથી રોકાણની શરૂઆત 

ખાસ વાત તો એ છે કે તમે મ્યુચ્યુઅલ ફંડમાં માત્ર 500 રૂપિયાથી રોકાણની શરૂઆત કરી શકો છો.  નવા રોકાણકારો માટે મ્યુચ્યુઅલ ફંડમાં SIPમાં રોકાણ કરવું એ વધુ સારો વિકલ્પ છે. જ્યાં તમે દર મહિને થોડું-થોડું રોકાણ કરી મોટું ફંડ એકત્રિત કરી શકો છો.

પરંતુ હવે સવાલ એ ઊભો થાય છે કે હજારો ફંડમાંથી કોની પસંદગી કરવી. કારણ કે દરેક રોકાણકારની અલગ અલગ જરૂરિયાતો હોય છે, અને જોખમ લેવાની ક્ષમતા પણ અલગ હોય છે. જ્યારે કેટલાક રોકાણકારો ટૂંકા ગાળા માટે મ્યુચ્યુઅલ ફંડમાં નાણાંનું રોકાણ કરે છે, જ્યારે કેટલાક લોકો લાંબા ગાળાનું રોકાણ ધરાવે છે. આવી સ્થિતિમાં, દરેક રોકાણકાર માટે અલગ-અલગ ફંડ હોય છે, જેમાં તે રોકાણ કરી શકે છે અને પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરી શકે છે.

આ 5 ફંડ્સમાંથી પસંદ કરો 

જો તમે પણ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો તમારા રિસ્ક અને ગોલ પ્રમાણે ફંડ પસંદ કરો. આજે અમે તમારા માટે 5 ફંડ્સ લઈને આવ્યા છીએ જેમાંથી તમે તમારા માટે ફંડ પસંદ કરી શકો છો. આ ફંડ્સએ અત્યાર સુધી વધારે વળતર આપ્યું છે. જો કે ક્યારેય પાછળના પર્ફોર્મન્સને જોઇને રોકાણ ન કરવું જોઈએ.

Nippon India Large Cap Fun: આ એક લાર્જકેપ ફંડ છે, તેણે એક વર્ષમાં 36.69% વળતર આપ્યું છે. જ્યારે ત્રણ વર્ષમાં સરેરાશ વળતર 17.27% રહ્યું છે, ત્યારે 5 વર્ષમાં રોકાણકારોને આ ફંડમાંથી 15.28% વાર્ષિક વળતર મળ્યું છે. જ્યારે લાંબા ગાળામાં એટલે કે 10 વર્ષમાં આ ફંડનું સરેરાશ વળતર 14.38% રહ્યું છે.

Parag Parikh Flexi Cap Direct Growth: આ ફ્લેક્સિકેપ ફંડે એક વર્ષમાં 43.40% નું મજબૂત વળતર આપ્યું છે. જ્યારે ત્રણ વર્ષમાં વળતર 20.81% રહ્યું છે, જ્યારે 5 વર્ષમાં વળતરનો ગુણોત્તર 18.31% રહ્યો છે. છેલ્લા 10 વર્ષોમાં, આ ફંડે 17.26% નું વાર્ષિક વળતર આપ્યું છે.

HDFC Mid-Cap Opportunities Fund: આ મિડકેપ ફંડે અત્યાર સુધી ઉત્તમ વળતર આપ્યું છે. એક વર્ષમાં વળતર લગભગ 54.59% રહ્યું છે, જ્યારે 3 વર્ષમાં વળતરનો ગુણોત્તર લગભગ 25% રહ્યો છે, જ્યારે 5 વર્ષમાં આ ફંડે વાર્ષિક 22% વળતર આપ્યું છે. જો આપણે 10% માં વળતર જોઈએ તો તે વાર્ષિક 20.17% છે.

ICICI Prudential Multicap Fund: આ ફંડે એક વર્ષમાં લગભગ 49.32% વળતર આપ્યું છે. તેણે 3 વર્ષમાં 23.66% નું ઉત્કૃષ્ટ વાર્ષિક વળતર આપ્યું છે, જ્યારે 5 વર્ષમાં વળતરનો ગુણોત્તર લગભગ 21% રહ્યો છે. લાંબા ગાળામાં એટલે કે 10 વર્ષમાં, આ ફંડે 18% થી વધુ વાર્ષિક વળતર આપ્યું છે.

વધુ વાંચો: બે દિવસ શેર માર્કેટ રહેશે બંધ, એક પણ શેર લે-વેચ નહીં કરાય, જાણો કારણ

Quant Small Cap Fund: જોખમ વધારે, વળતર વધારે.. આ ફંડ સાથે આ ફોર્મ્યુલા સંપૂર્ણપણે બંધ બેસે છે. આ ફંડે છેલ્લા એક વર્ષમાં લગભગ 55 ટકા વળતર આપ્યું છે. ત્રણ વર્ષમાં સરેરાશ વળતર 30.80% રહ્યું છે. છેલ્લા 5 વર્ષોમાં, આ ફંડે વાર્ષિક લગભગ 27% વળતર આપ્યું છે. જ્યારે 10 વર્ષમાં વાર્ષિક 23 ટકા વળતર મળ્યું છે.

(નોંધ: મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા, નાણાકીય સલાહકારની મદદ જરૂર લો)

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ