બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / સવારે બ્રશ કર્યા બાદ આ કામ ભૂલી ન જતા, નહીંતર થઈ શકે મોટું નુકસાન

લાઈફસ્ટાઈલ / સવારે બ્રશ કર્યા બાદ આ કામ ભૂલી ન જતા, નહીંતર થઈ શકે મોટું નુકસાન

Nirav Kumar

Last Updated: 10:13 AM, 5 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દરરોજ દાંતની માફક જીભની સફાઈ પણ જરૂરી છે. જો તેની નિયમિત સફાઈ કરવામાં ન આવે તો તે અનેક બીમારીનું કારણ પણ બની શકે છે.

સ્વસ્થ્ય લાઇફ માટે ઓરલ હાઈઝીનનું ધ્યાન રાખવું પણ જરૂરી છે. ઓરલ હેલ્થ સારું હોય તો તે આપણા શરીરમાં અનેક ખતરનાક બેક્ટેરિયાને પ્રવેશતા અટકાવે છે. મોટાભાગના બેક્ટેરિયા મોઢા દ્વારા ફેફસાં અને પાચનતંત્રમાં પ્રવેશ કરે છે જેના કારણે અનેક બીમારીઓ થાય છે. આથી દિવસમાં બે વાર બ્રશ કરવાની અને સવારે જીભ સાફ કરવાની ભલામણ કરાય છે. જો તમે બ્રશ કર્યા બાદ જીભ સાફ નથી કરતા તો મોઢામાં બેક્ટેરિયા વધવાનું જોખમ પણ વધે છે. તો ચાલો દરરોજ જીભ સાફ ન કરવાના સંભવિત નુકસાન વિશે જાણીએ.

  • જીભની સફાઈ કેમ જરૂરી?

જે રીતે આપણે દાંત સાફ કરીએ છીએ તેમ જીભની સફાઈ પણ જરૂરી છે. જીભ પર અનેક ખતરનાક બેક્ટેરિયા હોય છે જે ગંભીર ઇન્ફ્કેશનનું કારણ બની શકે છે. આથી બ્રશ કર્યા બાદ તરત જ જીભ સાફ કરવી પણ જરૂરી છે. આ સિવાય તમારે ચોકલેટ કે કેક જેવા ચીકણા ફૂડ ખાધા બાદ પણ જીભ સાફ કરવી જોઈએ.

જીભ સાફ ન કરવાના નુકશાન

  • બેક્ટેરિયા જમા થવા

નિયમિત રીતે જીભ સાફ ન કરવાના કારણે તેના પરની ગંદકી અને બેક્ટેરિયા ધીરે ધીરે તમારા મોંમાં ફેલાઈ શકે છે જેના કારણે અનેક બીમારીઓ થઈ શકે છે.

  • શ્વાસમાં દુર્ગંધ

જો જીભની સફાઈ કરવામાં ન આવે તો બેક્ટેરિયા મોઢામાં વધવા લાગે છે જેનાથી ખરાબ શ્વાસમાં દુર્ગંધ આવે છે જે ક્યારેક આપણા માટે શરમનુ કારણ પણ બની શકે છે.

  • પાચનની સમસ્યાઓ

જીભ પર ભેગી થયેલ ગંદકી અને ટોક્સિન્સ પેટમાં જઈને પહોંચીને પાચનતંત્રને નબળું પાડી શકે છે. જેના કારણે ગેસ, એસિડિટી અને કબજિયાત જેવી સમસ્યાઓ થઈ શકે છે.

  • ઈમ્યૂનિટી કમજોર પડવી

જીભ સાફ કરવામાં ન આવે તો શરીરમાં ટોક્સિન્સનું લેવલ વધી શકે છે જે ઈમ્યૂનિટી પર નકારાત્મક અસર કરી શકે છે. જેનાથી શરીરની ઈમ્યૂનિટી નબળી પડી શકે છે અને બીમાર પડવાની શક્યતા વધી જાય છે.

  • દાંત અને પેઢાની સમસ્યાઓ

મોઢામાં વધુ પડતા બેક્ટેરિયાના કારણે ગમ ડિઝીઝ, કેવિટી અને દાંતમાં સડો જેવી સમસ્યાઓ થઈ શકે છે. આથી દાંત સાફ કર્યા બાદ દરરોજ જીભ સાફ કરવી જરૂરી છે.

વધુ વાંચો : હાર્ટની આ 5 બીમારીઓથી રહેજો સાવધાન! જાણો લક્ષણ સહિત ઉપાય

  • જીભની સફાઈની યોગ્ય રીત

દરરોજ સવારે દાંત સાફ કર્યા બાદ જીભને ટંગ ક્લીનર કે સ્ક્રેપરથી હળવા હાથે સાફ કરો. પ્લાસ્ટિકના બદલે મેટલ ટંગ ક્લીનરનો ઉપયોગ કરો. જો તમારી પાસે ટંગ ક્લીનર ન હોય તો તમે સોફ્ટ બ્રશથી જીભને ધીરે ધીરે સાફ કરી શકો છો. માઉથવોશનો ઉપયોગ કરો જેથી બેક્ટેરિયા સંપૂર્ણ રીતે દૂર થઈ શકે. ગળી કે ચીકણી વસ્તુઓ ખાધા બાદ પણ સફાઈ જરૂરી છે.

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Tongue Cleaning Mouthwash Oral Health
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ