બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / Dogs created terror in Surat

કોણ જવાબદાર? / સુરતમાં શ્વાને આતંક મચાવ્યો, સામે આવ્યા 14 કેસ, આજે ફરી 4 વર્ષની બાળકીને બચકાં ભરી ઘાયલ કરી

Published By: Vishal Khamar

Last Updated: 11:58 AM, 6 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતમાં ફરી શ્વાનનો આતંક વધવા પામ્યો છે. ગત રોજ શ્વાનોએ ભેગા મળી ઘરની પાસે રમી રહેલ બાળકી પર અચાનક હુમલો કરી તેને બચકા ભર્યા હતા. જે બાદ બાળકીને ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જ્યાં ર્ડાક્ટરે બાળકીને મૃત જાહેર કરી હતી.

  • સુરતમાં 4 વર્ષની બાળકી પર શ્વાને કર્યો હુમલો
  • બાળકી બેભાન અવસ્થામાં મળી આવી
  • ફરજ પરના ર્ડાક્ટરે બાળકીને મૃત જાહેર કરી

 સુરતમાં 4 વર્ષની બાળકી નજીકની ઝાળીઓમાં ગાયોને નાંખેલી ચારમાં શેરડી લેવા ગઈ હતી. તે દરમ્યાન 8 થી 10 જેટલા શ્વાનોએ અચાનક બાળકી પર હુમલો કર્યો હતો. માતા-પિતા કામ પરથી પરત આવી રહ્યા હતા.  તે દરમ્યાન બાળકીની શોધખોળ કરતા બાળકી બેભાન હાલતમાં મળી આવી હતી. જે બાદ બાળકીને ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં હોસ્પિટલનાં તબીબો દ્વારા બાળકીને મૃત જાહેર કરી હતી. 

સુરતમાં શ્વાન કરડવાના રોજના નવા 13 કેસ
સુરત શહેરમાં દિન પ્રતિદિન કૂતરાનો આતંક વધી રહ્યો છે. સુરત સિવિલમાં  શ્વાન કરડવાના 13 નવા કેસ નોંધાવા પામ્યા હતા. જ્યારે એન્ટી રેબિસ વિભાગના જણાવ્યા અનુસાર રોજ કૂતરા કરડવાના 35 થી 40 નોંધાઈ રહ્યા છે. 

ડિંડોલીમાંથી 6 વર્ષીય બાળકને તાત્કાલી સારવાર અર્થે ખસેડાયો
ડિંડોલી  વિસ્તારમાં શ્રીનાથ નગરમાં 6 વર્ષીય પૃથ્વીરાજ અમરેશ ચૌહાણ ઘર પાસે રમી રહ્યો હતો. તે દરમ્યાન અચાનક બે શ્વાને બાળક પર હુમલો કર્યો હતો અને શરીરે બચકા ભર્યા હતા.  બાળક દ્વારા બુમાબુમ કરતા તેની માતા તેમજ પાડોશીઓએ દોડી આવી શ્વાનની ચૂંગાલમાંથી છોડાવી તાત્કાલીક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. 

વધુ વાંચોઃ હરણી લેક દુર્ઘટના: પૂછપરછમાં ભાગીદારોના નિવેદનથી વધુ એક ઘટસ્ફોટ, જુઓ પૈસા બચાવવા કેવું ષડયંત્ર રચ્યું?

જૂના ડોઝ લેવા માટે પણ રોજ લોકો આવે છે
આ બાબતે સિવિલ હોસ્પિટલનાં નર્સે જણાવ્યું હતું કે, હાલમાં રોજના 35 થી 40 નવા કેસ નોંધાઈ રહ્યા છે. તો બીજી તરફ જૂના ડોઝ લેવા માટે પણ રોજના 55 થી 60 લોકો આવી રહ્યા છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Death attack on girl surat terror of dogs બાળકી પર હુમલો મોત રખડતા શ્વાનનો આતંક સુરત surat

Published by

Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ