ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / શું કેન્સરના ખતરાને ઘટાડે છે એસ્પિરિન? જાણો સ્ટડીમાં શું જાણવા મળ્યું
Last Updated: 11:20 PM, 23 April 2026
ADVERTISEMENT
જો તમને એમ કહેવામાં આવે કે એક પેઇનકિલર કેન્સરનું જોખમ ઘટાડી શકે છે. તો તમે માનશો? આ બાબત થોડી ઓકવર્ડ છે, પરંતુ તાજેતરની સ્ટડી સૂચવે છે કે એસ્પિરિન માત્ર પીડામાં રાહત આપવા પુરતી નથી. અમુક કિસ્સાઓમાં તે કેન્સરના જોખમને ઘટાડવામાં પણ ભૂમિકા ભજવી શકે છે. ચાલો જોઈએ કે આ સ્ટડી શું કહે છે.
ADVERTISEMENT
આ સ્ટડી જોન બર્ન્સ દ્વારા કરાઈ છે, જેમણે લિંચ સિન્ડ્રોમ ધરાવતા દર્દીઓ પર એક મોટી ક્લિનિકલ ટ્રાયલ હાથ ધરવામાં આવી હતી, જે એક આનુવંશિક સ્થિતિ છે જે લોકોને કોલોરેક્ટલ કેન્સરનું જોખમ નોંધપાત્ર રીતે વધારે છે. આ સ્ટડીમાં જાણવા મળ્યું કે જે લોકો દરરોજ એસ્પિરિન લેતા હતા તેમનામાં કેન્સરનું જોખમ લગભગ અડધું થઈ ગયું હતું.
ADVERTISEMENT

લગભગ 10 વર્ષ સુધી ચાલેલા આ ટ્રાયલમાં 600 મિલિગ્રામ એસ્પિરિનનો ડોઝ ઉપયોગમાં લેવાયો હતો અને પરિણામો એવા હતા કે અનેક દેશોમાં મેડીકલ ગાઇડન્સ બદલાઈ ગઈ હતી. ત્યારબાદની સ્ટડીઓ 75 થી 100 મિલિગ્રામના ઓછા ડોઝનો ઉપયોગ કરીને કરાઈ હતી. જે પ્રારંભિક સંકેતો પૂરા પાડે છે કે ઓછી માત્રા એટલી જ અસરકારક સાબિત થાય છે.
ADVERTISEMENT
આ રીતે સ્વીડનમાં કેરોલિન્સ્કા ઇન્સ્ટિટ્યૂટમાં એના માર્ટલિંગના નેતૃત્વમાં 2980 દર્દીઓને સામેલ કરીને બીજી એક મોટી રેન્ડમાઇઝ્ડ કંટ્રોલ્ડ ટ્રાયલ કરાયું હતું. તેમાં જાણવા મળ્યું કે સર્જરી બાદ દરરોજ એસ્પિરિન લેનારાઓના કેન્સરનું રીટર્ન આવવાનું જોખમ અડધાથી વધુ ઘટી ગયું. આ સ્ટડી 2025 માં પ્રકાશિત થઈ હતી અને ત્યારબાદ મેડીકલ પ્રેક્ટીસમાં પરિવર્તન આવ્યું હતું.
ADVERTISEMENT
રીપોર્ટ મુજબ યુનિવર્સિટી કોલેજ લંડનના ઓન્કોલોજીના એક્સપર્ટ રૂથ લેંગલી અનુસાર આ દવા શરીરમાં કેન્સર કોષોના ફેલાવા સાથે સંકળાયેલી પ્રક્રિયાઓને અસર કરે છે. આ દરમિયાન કેમ્બ્રિજ યુનિવર્સિટીના રિસર્ચ સૂચવે છે કે એસ્પિરિન લોહીના ગંઠાઈ જવાના પરિબળોને ઘટાડી શકે છે, કેન્સર કોષોને રોગપ્રતિકારક શક્તિમાં ખુલ્લા પાડી શકે છે, શરીરને તેમને ઓળખીને નાશ કરે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે, એસ્પિરિન જાદુઈ ઉપચાર નથી. તેની આડઅસરો થઈ શકે છે, જેમ કે પેટમાં બળતરા, અલ્સર કે આંતરિક રક્તસ્રાવ તેથી ડૉક્ટરની સલાહ વગર તેને લેવી ખતરનાક સાબિત થઇ શકે છે. અમુક સ્ટડી દર્શાવે છે કે એસ્પિરિન કેન્સરનું જોખમ ઘટાડવામાં મદદ કરી શકે છે પરંતુ તેની દરેક પર સમાન અસર થતી નથી. આથી તેનો ઉપયોગ કરતા પહેલા એક્સપર્ટની સલાહ લેવી જરૂરી છે.
(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
સંકળાયેલા મુદ્દાઓ