બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / do you know this facilities are absolutely free at petrol pump

તમારા કામનું / પેટ્રોલ ન પૂરાવો તો પણ પેટ્રોલ પંપ પર 6 સર્વિસ હંમેશા મળે છે FREE

MayurN

Last Updated: 06:01 PM, 22 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમે પીવાનું પાણી, મફત હવા, શોચાલય, ફોન, ફર્સ્ટ એડ કીટ અને ક્વોલીટી ચેક સુવિધા પેટ્રોલ પંપ ઉપર મફત માંગી શકો છો. આ સુવિધાનાં અભાવ માટે તમે ફરિયાદ પણ કરી શકો છો.

  • કોઈ પણ પેટ્રોલ પંપ ઉપર આ સુવિધાઓ તમારો અધિકાર છે 
  • પીવાનું પાણી, મફત હવા, શોચાલય, ફોન, ફર્સ્ટ એડ કીટ અને ક્વોલીટી ચેક સુવિધા જરૂરી 
  • કોઈપણ જાતનો ચાર્જ આ સુવિધાઓ ઉપર વસુલી નાં શકે 

પેટ્રોલ પંપ ઉપર તમારા માટે ઘણી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવે છે. જેમ કે ટોઇલેટ, પીવાનું પાણી, ફર્સ્ટ એડ કીટ, ટાયરમાં પુરવાની હવા, ફોનની સુવિધા અને ઘણી જગ્યાએ તો હવે કેન્ટીન અથવા મીની સ્ટોર પણ જોવા મળે છે પરંતુ શું તમને ખબર છે આ બધામાં ઘણી સુવિધાઓ એવી છે જે ફ્રી છે અને જો એ સુવિધાનો અભાવ હોય તો તમે પેટ્રોલ પંપ ઉપર જઈને આ સુવિધાની માંગણી કરી શકો છો. અને જો આ સુવિધાઓ કોઈ પેટ્રોલ પંપ આપવાની ના પાડે તો તમે સુવિધાના અભાવને લઈને ફરિયાદ પણ કરી શકો છો. એટલે કે આ સુવિધાઓ આપવી ફરજીયાત છે તો ચાલો જાણીએ કઈ કઈ આ સુવિધાઓ છે જે આપવા માટે પેટ્રોલ પંપ આપણને ના ન કહી શકે.

1. મફત હવા 
બધા જ પેટ્રોલ પંપ ઉપર હવા ભરવાનું મશીન લગાવામાં આવતું હોય છે. આ મશીન આપણી સુવિધાનો જ ભાગ છે પેટ્રોલ પંપ પર લગાવેલ મશીન ત્યાં આવેલ ગ્રાહકો માટે જ રાખ્યું હોય છે એટલે કે તમે ત્યાં તમારા વાહનમાં ફ્રી માં હવા ભરવી શકો છો અને આ માટે તમારે કોઈ પણ પ્રકારનો ચાર્જ આપવો પડતો નથી. હવા ભરવા માટે પેટ્રોલ પંપ તરફથી એક માણસ પણ રાખવામાં આવે છે

2. પીવાનું પાણી 
પેટ્રોલ પંપ ઉપર પીવાનું શુદ્ધ પાણીની વ્યવસ્થા પણ રાખવામાં આવે છે. કોઈ પણ ગ્રાહક ત્યાં આવીને પાણીની માંગ કરી શકે છે અને આ માટે પેટ્રોલ પંપ કોઈ પણ ચાર્જ વસુલી શકે નહિ. આ માટે જ પેટ્રોલ પંપ ઉપર RO લગાવામાં આવ્યું હોય છે. ઘણા પેટ્રોલ પંપ ઉપર ફ્રીજરની સુવિધા પણ જોવા મળે છે. આ પણ એક મફત સુવિધા જ છે જેના માટે પેટ્રોલ પંપ તમારા પાસે કોઈ ચાર્જ વસુલી નાં શકે.

૩.શોચાલય 
પેટ્રોલ પંપ ઉપર શોચાલયની  સુવિધા રાખવી અનિવાર્ય છે. અને ટે માટે કોઈ પણ પ્રકારનો ચાર્જ પણ લેવામાં નથી આવતો. પંપ નાં માલિકે એ પણ ધ્યાન રાખવું પડે છે કે શોચાલય સાફ અને કામ કરતુ હોવું જોઈએ. અને જો આવું નાં કરવામાં આવે તો કોઈ પણ ગ્રાહક આ વિષે ફરિયાદ કરી શકે છે. અને આ માટે પંપ માલિકે જવાબ પણ આપવો પડે છે.

4. ફોન 
જો તમારે ક્યાય પણ ઈમરજન્સી માં ફોન કરવો પડે તો પેટ્રોલ પંપ ઉપરથી તમે ફોન ની સુવિધા લઇ શકો છો અને ટે માટે કોઈ વધારાનો ચાર્જ ચૂકવવો નથી પડતો. એટલે કે જયારે કોઈ પેટ્રોલ પંપ ચાલુ કરવામાં આવે તો એની સાથે એક નંબર પણ ચાલુ કરવો પડે છે જેથી કરીને ત્યાં આવતા ગ્રાહક ને ઈમરજન્સી માં કોઈ પણ જગ્યા એ ફોન કરી શકે.

5. પ્રાથમિક સારવારની સુવિધા 
પેટ્રોલ પંપ ઉપર ફર્સ્ટ એડ કીટ પણ રાખવી જરૂરી છે. તેમાં સામાન્ય સર્વર મળી રહે ટે માટેની દવા અને થોડો સામાન રાખવો જરૂરી છે. કોઈ પણ આકસ્મિત સંજોગ માં કોઈ પણ વ્યક્તિ ને સારવાર માટેની જરૂ પડે તો ટે ઉપયોગ કરી શકે છે.

6.ક્વોલીટી ચેક 
તમને પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ કે ડીઝલ ની ગુણવત્તા ચેક કરવાનો અધિકાર છે. તમને મળેલ પેટ્રોલ કે ડીઝલ બરોબર ગુણવત્તા વાળું છે કે નહિ તેનું પરીક્ષણ તમે ત્યાં કરી શકો છો તે  માટેનાં જરૂરી ટેસ્ટ સાધનો તમને પેટ્રોલ પંપ ઉપર મળી રહે છે. આ સિવાય પણ ઘણી એવી વસ્તુઓ છે જે પેટ્રોલ પંપ ઉપર જરૂરી છે જેવી કે અગ્નિશામક સાધનો જેમાં ફાયર સેફટી ઉપકરણ, પેટ્રોલ અને ડીઝલ નાં ભાવ દર્શાવતું ડીઝીટલ સાઈન બોર્ડ જેથી ગ્રાહકોને ભાવનો ખ્યાલ આવે.   

સંકળાયેલા મુદ્દાઓ

Facilities First Aid Petrol Pump Toilet petrol pump offer
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ