બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Do you have PF account? So write this date, how much interest will start coming

કર્મચારી જાણે / PFનું ખાતું ધરાવો છો? તો લખી રાખજો આ તારીખ, આવવા લાગશે વધેલું વ્યાજ પણ કેટલું

Hiralal

Last Updated: 03:27 PM, 24 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્ર સરકારે પીએફના વ્યાજ દર વધારીને 8.15 ટકા કરતાં ખાતાધારકોના ખાતામાં ઓગસ્ટ 2023થી પીએફનું વ્યાજ આવવાનું ચાલું થઈ જશે.

  • કેન્દ્ર સરકારે PFના વ્યાજ દરમાં કર્યો 0.5 ટકાનો વધારો 
  • પહેલો હતો 8.10 ટકા હવે થયો 8.15 ટકા
  • ઓગસ્ટ 2023થી પીએફ ખાતામાં આવવા લાગશે પૈસા 

જે લોકો પીએફનું ખાતું ધરાવે છે તેમને માટે સારા સમાચાર છે. આવા લોકોને હવે તેમના પીએફ બેલેન્સ પર વધારાનું વ્યાજ મળશે. કેન્દ્ર સરકારે ચાલુ નાણાકીય વર્ષમાં પીએફ પર 8.10 ટકાને બદલે 8.15 ટકા વ્યાજ આપવાનો નિર્ણય લીધો છે. કેન્દ્રીય નાણા મંત્રાલયે આ માટે એક નોટિફીકેશન પણ બહાર પાડ્યું છે. 

ક્યારથી આવશે પીએફના પૈસા
કર્મચારીઓને ઓગસ્ટ 2023થી તેમના પીએફ ખાતાનું વધેલું વ્યાજ મળવા લાગશે. જો કે તે તબક્કાવાર આવશે. 

11 લાખ કરોડ પીએફની જમા રકમ પર વ્યાજ તરીકે મળશે 90,000 કરોડ
ઈપીએફ બોર્ડના વ્યાજ વધારાના નિર્ણય બાદ 11 લાખ કરોડ રૂપિયાના ઈપીએફમાં જમા મૂળ રકમ પર ખાતામાં વ્યાજ તરીકે 90,000 કરોડ રૂપિયા જમા થશે. 2021-22માં ઇપીએફ ખાતાધારકોના ખાતામાં 9.56 લાખ કરોડ રૂપિયાની મૂળ રકમ પર વ્યાજ તરીકે 77,424.84 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. 

કેટલું વધ્યું પીએફ પરનું વ્યાજ
નાણા મંત્રાલય હેઠળના ઈપીએફઓએ 8.15 ટકા વ્યાજને મંજૂરી આપી છે જે ઓગસ્ટ 2023થી કર્મચારીઓના ખાતામાં આવવાનું ચાલું થઈ જશે. 

ઈપીએફઓએ બહાર પાડ્યો પરિપત્ર 
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઇપીએફઓ)એ તમામ ઝોનલ ઓફિસોના ઇન્ચાર્જને પત્ર લખીને જાણકારી આપી છે કે કેન્દ્ર સરકારે 2022-23 માટે ઈપીએફમાં 8.15 ટકા વ્યાજ ક્રેડિટને મંજૂરી આપી દીધી છે. ઇપીએફઓએ આ મંજૂરી મળ્યા બાદ ઝોનલ ઓફિસના ઇન્ચાર્જ અને ક્ષેત્રીય કાર્યાલયોના ઇન્ચાર્જ અધિકારીઓને ઇપીએફના સભ્યોના ખાતામાં વ્યાજની રકમ જમા કરાવવા માટે જરૂરી આદેશ જારી કરવા જણાવ્યું છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ