બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / Do you have a habit of eating more parathas during the cold season? So beware! Otherwise, you will become a victim of high cholesterol

આરોગ્ય ટિપ્સ / શરદીની સિઝનમાં છે વધારે પરોઠા ખાવાની આદત? તો સાવધાન! નહીં તો થઇ જશો હાઇ કોલેસ્ટ્રોલના શિકાર

Megha

Last Updated: 03:07 PM, 24 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શિયાળામાં પરાઠા ખાવાની મજા જ કંઇક અલગ હોય છે પણ વધુ પડતું તેલ ખાવાથી શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર વધે છે, જેનાથી હૃદયની બીમારીઓ થાય છે, પરાઠા ખાધા પછી તમારે આ અમુક વસ્તુઓ કરવાની રહેશે

  • શિયાળામાં નાસ્તા, લંચ કે ડિનરમાં ગમે ત્યારે પરાઠા ખાઈ શકો છો
  • મોટાભાગના લોકો તેલયુક્ત ખોરાક ટાળવા માંગે છે
  • પરાઠા ખાધા પછી તમારે આ અમુક વસ્તુઓ કરવાની રહેશે

શિયાળામાં લોકો બટેટા, કોબીજ, મૂળો, મેથી અને અનેક પ્રકારના પરાઠા ખાવામાં આવે છે. તમે નાસ્તા, લંચ કે ડિનરમાં ગમે ત્યારે પરાઠા ખાઈ શકો છો. જો કે, વધુ પડતું તેલ ખાવાથી શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર વધે છે, જેનાથી હૃદયની બીમારીઓ થાય છે. આવી સ્થિતિમાં, મોટાભાગના લોકો તેલયુક્ત ખોરાક ટાળવા માંગે છે. તૈલી ખોરાક ખાધા પછી સ્થૂળતા વધવાનું જોખમ પણ રહે છે. 

જો બટાકાની એકની એક સૂકી ભાજી ખાઈને કંટાળ્યા હોવ તો આજે બનાવો આ ખાસ ડિશ,  જળવાઈ રહેશે સ્ટેમિના | Recipe Make Farali Aloo Paratha For Shravan Fast At  Home

એવામાં જો તમે પણ આ ડરથી પરેશાન છો તો હવે ટેન્શન ફ્રી રહો અને ગરમાગરમ પરાઠાનો આનંદ લો. પરાઠા ખાધા પછી તમારે આ અમુક વસ્તુઓ કરવાની રહેશે અને પછી તમે ઈચ્છો તેટલા પરાઠા ખાઈ શકો છો.

હૂંફાળું પાણી પીવો
જ્યારે પણ તમે તેલવાળું કે ખૂબ જ મીઠી વસ્તુનું સેવન કરો છો, ત્યારે લગભગ અડધા કલાક પછી 1 ગ્લાસ હુંફાળું પાણી પીવો. આનાથી શરીરમાંથી ટોક્સિન્સ નીકળી જશે અને તેલ શરીરમાં જમા થશે નહીં. હૂંફાળું પાણી પીધા પછી તમારો ખોરાક પણ પચી જશે અને તમે હળવાશ અનુભવશો.

જમ્યા પછી તરત જ ઊંઘશો નહીં
જો તમે કોઈ ભારે અથવા તેલયુક્ત ખોરાક ખાધો હોય, તો તમારે તરત જ ઊંઘ ન લેવી જોઈએ. તમારા ખાવા અને સૂવા વચ્ચે લગભગ 2-3 કલાકનું અંતર હોવું જોઈએ. આના કારણે શરીરમાં ચરબી ઓછી થાય છે અને ખોરાક સરળતાથી પચી જાય છે.

ખોરાક સાથે ઠંડી વસ્તુઓ ન ખાઓ 
જો તમે તેલવાળું અને ગરમ ખાવ છો, તો તેની સાથે ઠંડી વસ્તુઓ ખાવાનું ટાળો. તેલયુક્ત ખોરાક ખાધા પછી કંઈપણ ઠંડુ ખાવાથી લીવર, આંતરડા અને પેટ પર વિપરીત અસર થાય છે. તમારે ખાધા પછી આઈસ્ક્રીમ, જ્યુસ અથવા કોઈપણ ઠંડી વસ્તુ ખાવાનું કે પીવાનું ટાળવું જોઈએ.

વીકેન્ડમાં આ સ્પેશ્યલ પરાઠા બનાવીને પરિવારને કરો ખુશ, ટેસ્ટમાં પણ છે ખાસ |  Try Tasty Paneer Paratha For Family on Weekend

મધ-લીંબુ પાણી 
જો તમે કંઈપણ સમજી શકતા ન હોવ તો સૌથી સરળ ઉપાય એ છે કે પુરી અને પરાઠા ખાધા પછી 1 ગ્લાસ લીંબુ પાણી પીવો. તમારે અડધા કલાક પછી જ પાણી પીવું પડશે. પાણીમાં અડધુ લીંબુ અને 1 ચમચી મધ નાખીને મિક્સ કરીને પીવો. આનાથી કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં રહેશે.

ત્રિફળાનું સેવન કરો
આયુર્વેદ અનુસાર, વધુ પડતું તેલ ખાધા પછી, તમારે દિવસમાં બે વાર ગરમ પાણી અને થોડું મધ સાથે ત્રિફળાનું ચૂર્ણ લેવું જોઈએ. આનાથી કોલેસ્ટ્રોલ નહીં વધે અને તૈલી ખોરાકની આરોગ્ય પર અસર ઓછી થશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ