બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / Do you also want to extend the life of your car battery

Car Tips / શું તમે પણ કારની બેટરીનું આયુષ્ય વધારવા ઇચ્છો છો? તો આજથી જ ફૉલો કરો આ ટિપ્સ

Pooja Khunti

Last Updated: 11:33 AM, 13 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બેટરીની ઉંમરને વધારવા માટે ટર્મિનલ પર ગ્રીસનો ઉપયોગ ન કરવો જોઈએ. બેટરીના ટર્મિનલ પર વેસેલિન અથવા પેટ્રોલિયમ જેલીનો ઉપયોગ કરવો જોઈએ.

  • સફાઇનું ખાસ ધ્યાન રાખો
  • ગ્રીસનો ઉપયોગ ન કરો
  • કંપનીની બેટરી સારી હોય છે 

કારને સારી રીતે ચલાવવા માટે કારની બેટરીનું યોગ્ય રીતે કામ કરવું જરૂરી છે. જો કારની બેટરી ખરાબ થઈ જાય તો સમસ્યા સર્જાય છે. જાણો, બેટરીની ઉંમર વધારવા માટે શું કરવું જોઈએ.

કાર ચાલુ કરવામાં સમસ્યા થાય છે 
કારમાં બેટરીનું યોગ્ય રીતે કામ કરવું જરૂરી હોય છે. બેટરી યોગ્ય રીતે કામ ન કરે તો કાર ચાલુ કરવામાં સમસ્યા થાય છે. લોકો ઘણી વાર કાર ચાલુ કર્યા વગર જ લાઇટ ચાલુ કરે છે અથવા ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ ચાલુ કરે છે, જેના કારણે બેટરી ડિસ્ચાર્જ થઈ જાય છે. જો લાંબો સમય આવું ચાલે તો બેટરી ખરાબ થઈ જાય છે. 

ટર્મિનલ 
જ્યારે કારમાં બેટરી લગાવો ત્યારે અમુક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. જ્યારે કારમાં બેટરી લગાવવામાં આવે ત્યારે તેને હંમેશા ટાઈટ કરવી જોઈએ. જો આવું ન કરવામાં આવે તો કાર ચલાવતા સમયે ખરાબ રસ્તાને કારણે બેટરીને નુકસાન પહોંચી શકે છે. આ સાથે બેટરીના ટર્મિનલને પણ ટાઈટ રાખવું જોઈએ. 

સફાઇનું ખાસ ધ્યાન રાખો 
તમે તમારી બેટરીને સુરક્ષિત રાખવા માંગતા હોય તો તેની આસપાસ સફાઇનું ખાસ ધ્યાન રાખો. ઘણી વાર બેટરીના ટર્મિનલ ઉપર સફેદ પદાર્થ જામી જાય છે. જો તેને લાંબા સમય સુધી સાફ કરવામાં ન આવે તો તેને હટાવવું મુશ્કેલ થઈ જાય છે. આ કારની બેટરીની ક્ષમતાને પણ અસર કરે છે. 

વાંચવા જેવું: મોબાઇલને દિવસમાં કેટલી વાર ચાર્જ કરવો? 15, 30 કે 50 ટકાએ, જો-જો આવી ભૂલ કરતા નહીંતર...!

ગ્રીસનો ઉપયોગ ન કરો 
બેટરીની ઉંમરને વધારવા માટે ટર્મિનલ પર ગ્રીસનો ઉપયોગ ન કરવો જોઈએ. બેટરીના ટર્મિનલ પર વેસેલિન અથવા પેટ્રોલિયમ જેલીનો ઉપયોગ કરવો જોઈએ. 

કંપનીની બેટરી સારી હોય છે 
તમે તમારી કારમાં કંપનીની બેટરીનો ઉપયોગ કરો છો તો તે સામાન્ય બેટરી કરતાં વધુ સમય ચાલે છે. તેનું એક માત્ર કારણ એ છે કે, તેને બનાવતા સમયે ઘણી બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે. જેની સીધી અસર બેટરીની ઉંમર પર પડે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ