બ્રેકિંગ ન્યુઝ
Megha
Last Updated: 09:46 AM, 15 April 2024
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં અનેક એવી વસ્તુઓ હોય છે, જે કરવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે છે. ઘણી વાર અજાણતા ઘરમાં એવી વસ્તુઓ ભેગી કરવા લાગીએ છીએ, જે ભવિષ્યમાં ક્યારેય પણ કામ આવતી નથી. આ વસ્તુઓ ઘરમાં મુકીને ભૂલી જઈએ છીએ. આ નાનકડી ભૂલને કારણે ઘર તથા પરિવારના માથે મોટી મુશ્કેલી આવી શકે છે.
ADVERTISEMENT
જો તમે મા લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માટે અને ખુશ રહેવા માંગો છો, તો આ વસ્તુને ઘરમાંથી બહાર ફેંકી દેવી જોઈએ. આ વસ્તુને કારણે ઘરમાં કંગાળી અને અશાંતિ ફેલાઈ શકે છે. ઘરમાં ઘણી બધી વસ્તુઓ રાખવાની મનાઈ છે, જેમાં બંધ ઘડિયાળ રાખવાથી આપણા પરિવારને કોઈક પ્રકારની મુશ્કેલી આવી શકે છે.
ADVERTISEMENT
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘણીવાર કોઈ વસ્તુ જૂની થઈ જાય તો તેને ઘરના કોઈને કોઈ ખૂણામાં સુરક્ષિત રાખીએ છીએ. લોકો દિવાલ પર લટકતી ઘડિયાળ સાથે પણ આવું જ કરે છે. જો ઘડિયાળ કોઈપણ રીતે ખરાબ થઈ જાય અથવા બંધ થઈ જાય, તો તેને બહાર કાઢીને ઘરના કોઈ ખૂણામાં રાખવામાં આવે છે. પરંતુ વાસ્તુ અનુસાર ઘરમાં બંધ ઘડિયાળ રાખવાથી સકારાત્મક ઉર્જા ઓછી થાય છે.
ઘરમાં બંધ ઘડિયાળ રાખવાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. જેના કારણે ઘરમાં તણાવનું વાતાવરણ સર્જાય છે અને આ નકારાત્મક ઉર્જા પણ ઘણી સમસ્યાઓનું કારણ બને છે.જ્યોતિષ અનુસાર ભૂલથી પણ ઘરમાં ઘડિયાળ બંધ રાખવાની ભૂલ ન કરવી જોઈએ. ઘરમાં બંધ ઘડિયાળ રાખવાથી સંપત્તિનો પણ નાશ થાય છે અને ઘરનો માલિક ગરીબી તરફ આગળ વધે છે.
જે ઘરમાં તણાવનું વાતાવરણ હોય છે, તે ઘરના લોકો ક્યારેય પ્રગતિ કરી શકતા નથી. તેથી, જો તમે પણ તમારા ઘરમાં ક્યાંક બંધ કરેલી રાખેલી હોય, તો આજે જ તેને બહાર કાઢીને ફેંકી દો.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.