બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / do not do these things on solar eclipse 2022 or surya grahan

તમારા કામનું / આ તારીખે છે વર્ષનું પહેલુ સૂર્ય ગ્રહણ, ભૂલથી પણ ન કરતા આટલા કામો નહીં તો થશે મોટુ નુકસાન

Arohi

Last Updated: 06:03 PM, 19 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સનાતમ ધર્મના હિસાબથી ગ્રહણ લાગવું અશુભ માનવામાં આવે છે. માટે ગ્રહણના દિવસે જીવનમાં સુખ શાંતિ રહે તેના માટે પૂજા પાઠ કરવાની સલાહ આપવામાં આવે છે.

  • વર્ષનું પહેલું સૂર્ય ગ્રહણ આ તારીખે 
  • જાણો ગ્રહણમાં કયા કામો ન કરવા જોઈએ
  • જો આ કામ કરવાની ભૂલ કરી તો થશે મોટુ નુકસાન 

આ વર્ષનું પહેલુ સૂર્ય ગ્રહણ એપ્રિલના છેલ્લા અઠવાડિયામાં લાગવાનું છે. સૂર્ય અને ચંદ્રમા બન્ને એક બીજાની સીધમાં હોય ત્યારે ગ્રહણ લાગે છે. ચંદ્રમાનો આકાર નાનો હોવાના કારણે સૂર્ય એક ચમકતી વિંટી જેવો દેખાય છે. સનાતન ધર્મના હિસાબથી ગ્રહણ લાગવું અશુભ માનવામાં આવે છે અને તેના કારણે આ દિવસે જીવનમાં સુખ અને શાંતિ રહે છે તેના માટે પુજા પાઠ કરવાની સલાહ આપવામાં આવે છે. 

આ દિવસે મોટા નુકસાનથી બચવા માટે અનુક કામોને ન કરવાની સલાહ આપવામાં આવે છે. ભારતીય સમયઅનુસાર ગ્રહણ 30 એપ્રિલે છે. કે બપોરે 12.15 મિનિટે શરૂ થશે અને સાંજે 4.7 મિનિટ સુધી ચાલુ રહેશે. 

એક્સપર્ટના જણાવ્યા અનુસાર ભારતમાં આંશિક રહેશે અને તેના કારણે તેનું સુતક પણ માન્ય નહીં રહે. રિપોર્ટ્સ અનુસાર ગ્રહણ જે દેશોમાં જોવા મળશે તેમાં દક્ષિણી અને પશ્ચિમી અમેરિકા, પેસિફિક એટલાન્ટિક અને એન્ટાર્કટિકાના નામ શામેલ છે. ગ્રહણની અસર ભારતમાં ખૂબ ઓછી જોવા મળશે. પરંતુ તેમ છતાં અમુક કામો ન કરવાથી તમારા માટે લાભકારી સાબીત થશે. જાણો આ કાર્ય વિશે...

આ કાર્યોને કરવાથી બચો 

  1. કહેવાય છે કે ગ્રહણ વખતે નેગેટિવ એનર્જી વધવા લાગે છે અને તે સમયે કોઈ પણ શુભ કાર્ય કરવું હાનિકારક સાબિત થઈ શકે છે. જો તમે ગૃહ પ્રવેશ અથવા કોઈ પણ અન્ય શુભ કામ કરવા જઈ રહ્યા છો અને તે અમુક સમય બાદ કરવામાં આવી શકે છે તો તેને ટાળી દેવું તમારા માટે યોગ્ય રહેશે. શુભ કાર્યને કરવાની જગ્યા પર તે સમયે પુજા-પાઠ કરો. 
  2. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ગ્રહણ વખતે કોઈ પણ પ્રકારની અણીવાળી વસ્તુઓનું કામ કરવાથી બચવું જોઈએ. ગર્ભવતી મહિલાઓએ જ નહીં કોઈએ પણ આ સમય દરમિયાન સોયમાં દોરો ન પરોવવો જોઈએ. માન્યતા છે કે આ સમયે સિવણનું કામ કરવું અશુભ માનવામાં આવે છે. 
  3. ગર્ભવતી મહિલાઓને ગ્રહણ વખતે ઘણા પ્રકારની સાવધાનીઓ રાખવી જોઈએ. કહેવાય છે કે કોઈ પણ પ્રકારના ચપ્પુ અથવા ધારદાર વસ્તુઓનો ઉપયોગ ન કરવો જોઈએ. માન્યતા છે કે તેનાથી આવનાર બાળકને નુકસાન ભોગવવું પડી શકે છે. 
  4. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ગ્રહણ વખતે યાત્રા પણ ન કરવી જોઈએ. તે સમયે યાત્રા કરવી અશુભ માનવામાં આવે છે અને આ ભૂલ મોટા નુકસાનનું કારણ બની શકે છે. 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ