ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / do not consume these things even by mistake with curd
ADVERTISEMENT
જો તમે પણ દહીંના શોખીન છો અને દહીં વગર તમારૂ ભોજન અધુરૂ છે તો અમુક વસ્તુઓનું તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ. દહીં ખાવાથી પેટ સંબંધી મુશ્કેલીઓ દૂર રહે છે અને પાચન તંત્ર પણ સારૂ રહે છે. સાથે જ દહીં ખાવાથી હાડકા પણ મજબૂત રહે છે. દહીં આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. પરંતુ શું તમે જાણો છો કે દહીંની સાથે કઈ વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ?
ADVERTISEMENT
.jpg)
દહીં સાથે ન કરો આ વસ્તુઓનું સેવન
દહીં અને ડુંગળી
જો તમે પણ દહીં અને ડુંગળીનું સેવન એક સાથે કરો છો તો તેની આદતને તરત બદલી નાખો. આ બન્નેની તાસીર એક બીજાથી અલગ છે. એવામાં જો તમે તેને એક સાથે મિક્સ કરીને ખાવ છો તો તમને દાદ, એક્ઝિમા, ખંજવાડ અને પેટ સાથે સંબંધિત બીમારીઓ થઈ શકે છે.
ADVERTISEMENT
માછલી અને દહીં
જો તમે માછલી ખાધી છે તો તમે તેના તરત બાદ દહીંનું સેવન ન કરો. ત્યાં જ જો દહીંનું સેવન કર્યું છે તો તેની સાથે માછલી ન ખાઓ. આ બન્નેને એક સાથે ખાવાથી તમને પેટમાં દુખાવો શરૂ થઈ શકે છે.

ADVERTISEMENT
દૂધ અને દહીં
દહીં ભલે દૂધથી બનતું હોય પરંતુ આ બન્નેનું એક સાથે સેવન ન કરવું જોઈએ. દૂધ અને દહીંનું એક સાથે સેવન કરવાથી તમને બ્લોટિંગ, ગેસ અને ઉલ્ટીની સમસ્યા થઈ શકે છે.
ADVERTISEMENT
કેરી અને દહીં
ઘણા લોકો મેંગો શેકમાં દહીંનો ઉપયોગ કરે છે. જો તમે પણ મેંગો શેકમાં દહીં મિક્સ કરીને તેનું સેવન કરો છો તો અત્યારથી સાવધાન થઈ જાઓ. હકીકતે આ એક ખરાબ ફૂડ કોમ્બિનેશન છે. દહીંમાં હાજર એનિમલ પ્રોટીન ફળોની સાથે મળીને શરીરમાં એસિડિટી, ઈનડાઈજેશન અને ઘણી બીજી મુશ્કેલીઓ વધારે છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ